બેસતા વર્ષના દિવસે ધારાસભ્ય લલીત વસોયા આમરણ ઉપવાસ પર ઉતરશે
અબતક, કીરીટ રાણપરીયા
ઉપલેટા
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા રાશનના જથ્થો ગરીબોને નહિ મળતા બેસતા વર્ષના પ્રથમ દિવસે નાયબ કલેકટર કચેરી સામે આમરણ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે સરકાર માત્ર વાતોના વડા કરે છે કાગળો ઉપર ગમે તેવી જાહેરાતો કરી નાખે છે. પણ વાત્સવિકતા કંઇક અલગ જ હોય છે. મારા મત વિસ્તાર ઉપલેટામાં ગરીબ માણસોને અપતા રાશનના જથ્થામાં સામત-આઠમ તહેવારના ખાંડ આજે પણ દિવાળી પર્વ પણ નથી મળી જયારે ગત માસમાં અપાતો રાશનનો જથ્થો મહિનામાં બે દિવસ બાકી હતા ત્યારે સસ્તા અનાજના દુકાનદારોને ફાળવવામાં આવતા ગરીબ માણસોને દિવાળીના તહેવાર પણ બગડયો.
વધુમાં ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે મે આ બાબતે વિગતવાર પત્ર રાજયના મુખ્યમંત્રીને પણ પાઠવ્યા છે તેમાં ગત માસમાં જથ્થો ઉપલેટા અને ધોરાજી ની રાશન કાર્ડ ધારકનો જથ્થો કેટલો આપવા પાત્ર થાય છે અને પરવાને દારોને જથ્થો કેટલાં અને કઇ તારીખે આપવામાં આવ્યા છે. સરકારમાં બેઠેલા લોકો આજે દિપાવલી દિવાળી મનાવી રહ્યા છે. જયારે રાજયની ગરીબ જનતા અનાજ લેવા માટે પરવાનેદારની દુકાને એક માસ થયા ધકકા ખાઇ રહી છે. આ સરકાર વિકાસના વાત કર્યા મોઢે કરે છે જો સરકાર દ્વારા રાશનના જથ્થા અંગે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવાળી પર્વ બાદ બેસતા વર્ષના દિવસે ધોરાજી નાયબ કલેકટર કચેરી સામે આમરણ ઉપવાસ ઉપર બેસને જનતાને ન્યાય અપાવીશ.