પ્રવાસન ક્ષેત્ર સાથે સંકડાયેલા તમામ વ્યવસાયકારો માટે ‘સેવ ટુરિઝમ’નું ટુરિઝમ લીડર કલબનું અભિયાન: પ્રદર્શન
પર્યટન એ કોઈપણ રાષ્ટ્રનો ચહેરો છે. જો સેવાઓ ખરાબ રીતે આપવામાં આવે, તો તે વૈશ્વિક સમુદાય સમક્ષ દેશના ચહેરાને કલંકિત કરશે. અને ભારત તેની સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્ય માટે જાણીતો છે, કારણ કે આતિથ્ય આપનારાનું ઊંચું સ્થાન છે. જોકે, કમનસીબે, આપણી સરકાર છેલ્લા 10 પડકારજનક મહિના દરમિયાન દેશના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા 5.5 કરોડ લોકોની સંભાળ લેવાનું ભૂલી ગઈ છે.
ઘણા તૂટવાની તૈયારીમાં છે. ઘણાએ પ્રવાસન ક્ષેત્ર છોડી દીધું છે. રાષ્ટ્રની પ્રગતિમાં સેવા આપતા આવા સમર્પિત નિસ્વાર્થ સમુદાયને નજરઅંદાજ કરી શાસક સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય તમામ ક્ષેત્રોમાં પુનજીર્વિત થાય છે, ત્યારે પર્યટન હજી પાછું પાટે ચડ્યું નથી. અને સરકારે રોજગારી કે વ્યવસાયિક નુકસાનની જવાબદારી લેવાની પણ તસ્દી લીધી નથી.
સરકારોની નિષ્ક્રિયતા પ્રત્યે વિરોધ દર્શાવવાનો આ સમય છે. ચાલો આપણે એક થઈએ અને આપણને આજીવિકા આપતા ઉદ્યોગ પ્રત્યેની અખંડિતતા બતાવીએ. 5 મી ફેબ્રુઆરીએ પર્યટન ક્ષેત્રના સાથીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થકી પોતાની ચિંતા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન થશે. આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનિટાઇઝર સહિતના તમામ કોવિડ પ્રોટોકોલ્સ જાળવવામાં આવશે. આ અભિયાનમાં જોડાઓ અને તેને ભવ્ય સફળતા બનાવો તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે. રાજકોટના ટુરિઝમ લિડર કલબના પ્રમુખ અમેશભાઇ દફરી અને તેમની ટીમ અબતકની મુલાકાતે આવી હતી. તેમને જણાવ્યું હતું કે દેશભરમાં વિરોધ પ્રદર્શન થવાનું હોવાથી, દેશના જુદા જુદા સ્થળો પર અમારા સભ્યોને આ પગલાને સમર્થન આપવા માટે જે તે સ્થળની પ્રાદેશિક કલા સાથે સાંસ્કૃતિક બાબતોને પણ દર્શવતા સરઘસો યોજવા હાકલ કરવામાં આવી છે. અમારું સૂત્ર હશે. “સેવ ઇન્ડિયન ટૂરિઝમ” તેમને જણાવ્યું હતું કે પ્રવાસન ઉદ્યોગને બેઠું કરવા માટે અત્યારે સરકારની મદદની ખાસ જરૂરી છે. આવતીકાલે રાજકોટમાં વિરોધ પ્રદર્શન યોજી યંત્રને આવેદન પત્ર આપવામાં આવશે.
ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગવાન બનાવવા મુખ્યમંત્રી રૂબરૂ મળી રજૂઆત કરાશે
સેવ ટુરિઝમ અભિયાનને સફળ બનાવવા કાર્યરત ટુરિઝમ લીડર કલબની ટીમ ‘અબતક’ની મુલાકાતે
પ્રર્યટન ઉદ્યોગ દેશના વિકાસની ધરોહર માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ ઉદ્યોગને વિશ્ર્વ સ્તરે ઉજાગર કરવા પ્રયત્ન થઇ રહ્યા છે. ગુજરાતનું આતીથ્ય ભાવ વિશ્ર્વમાં વખણાય છે. પ્રર્યટન દેશની ઓળખ છે. ગુજરાતમાં પ્રર્યટન ઉદ્યોગ કોરોનાના કારણે મંદ પડી ગયો છે ત્યારે પ્રવાસન ક્ષેત્રને બચાવવા સેવ ઇન્ડિય ટુરિઝમ અભિયાને વેગવાન બનાવા ટુરિઝમ લીડર કલબ પ્રયત્નશીલ છે. આજે અબતકની મુલાકાતે આવેલા પ્રમુખ અમેશભાઇ દફરી, મયંકભાઇ પ્રકાશભાઇ વિસાણી, અલ્પેશભાઇ કારીયા, પ્રત્યુશભાઇ, દિવ્યશભાઇ, ર્ચિંતનભાઇ પારેખે જણાવ્યું હતું કે કોરોનાની કાળ હવે વળવા લાગી છે ત્યારે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને નડતી સમસ્યાનું નીવાણ આવે તે માટે કલબના સભ્ય ટુંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મલી ટુરિઝમ ઉદ્યોગનો હાથ ઝાલે તેવી રજૂઆત કરશે.
અસ્તિત્વ ટકાવવા માટેની માંગણીઓ
- પર્યટનમાં બે વર્ષ માટે જીએસટીમાંથી છુટકારો
- કોવિડ દરમિયાન નોકરી ગુમાવનારા પર્યટન કર્મચારીઓનું પુનર્વસન કરો
- તુરંત જ આંતરરાષ્ટ્રીય પર્યટન ખોલો અને પ્રવાસીઓ માટે રાજ્ય મુજબ નિયંત્રણો લાદો નહીં
- એક વર્ષ માટે ટેક્સીઓ અને પર્યટક વાહનોને રોડ ટેક્સમાંથી મુક્તિ આપો
- એક વર્ષ માટે હોટલને વીજબીલ ચૂકવવા અને બિલ્ડીંગ ટેક્સ ચૂકવવાથી મુક્તિ આપો
- પર્યટન ક્ષેત્રને ઉદ્યોગ દરજ્જો આપો
- બેંકો પર્યટન માટે વધારાની કાર્યકારી મૂડી વધારે તે સુનિશ્ચિત કરો
- મહેરબાની કરીને તરત જ 2019-20 માટે એસઈઆઈએસ લાભ છુટા કરો