- વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે
ગુજરાત સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં પોતાની નવી એવિયેશન નીતિ જાહેર કરી છે, જેના અંતર્ગત રાજ્યમાં આંતરિક હવાઈ સેવા શરૂ કરવાની દિશામાં નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નીતિ હેઠળ, રાજ્યના નાના એરપોર્ટ્સ અને પ્રવાસન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે અભ્યાસ શરૂ કરી દેવાયો છે.વર્ષ 2023માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતમાં 11 ગ્રીફિલ્ડ એરપોર્ટ્સ વિકસાવવા માટે સમજૂતી કરારો કર્યા હતા. જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલીતાણાનો સમાવેશ થાય છે. રાજ્યની અંદર પ્રાદેશિક કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર નાગરિક ઉડ્ડયન નીતિ ઘડી દીધી છે. આ નીતિ રાજ્યના વિવિધ શહેરો અને નગરોને હવાઈ માર્ગે જોડવા માટે કાર્યક્ષમ અને વિશ્વસનીય નેટવર્ક ઉભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે,અંકલેશ્ર્વરજે રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો લાવશે.ગુજરાતમાં 11 નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ 11 એરપોર્ટનું નિર્માણ આગામી 5 વર્ષમાં પૂર્ણ કરીને કાર્યરત કરી દેવાશે.આ સાથે દેશના અન્ય ભાગો અને વિશ્વ સાથે ગુજરાતની એરપોર્ટ કનેક્ટિવિટી વધવાની સંભાવના છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યા છે. કરારમાં માત્ર નવા એરપોર્ટ જ નહીં પરંતુ જૂના એરપોર્ટના વિકાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયો છે.ગુજરાતના હાલના અને નવા સૂચિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટ નવા સૂચિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટ 11 પૈકી અંકલેશ્વર, રાજપીપળા, મોરબી, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા,અંબાજી, ધોળાવીરા અને પાલીતાણાનો સમાવેશ થાય છે. ગ્રીન ફિલ્ડ એરપોર્ટ એ એર્ટ છે જ્યાં અગાઉ ક્યારેય બાંધકામ થયું નથી. એટલે કે શહેરની બહારની જમીન જેનો હજુ વિકાસ થયો નથી.અંકલેશ્ર્વરએટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સામાન્ય રીતે મુખ્ય એરપોર્ટ પર મુસાફરોની ભીડ ઘટાડવા માટે બનાવવામાં આવે છે.આ સ્થાનો પર એર કનેક્ટિવિટી વધવાથી ચોક્કસપણે પર્યટનની સાથે સાથે બિઝનેસને પણ વેગ મળશે.ગુજરાતમાં 11 ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થવાનું છે, જેમાંથી 8 એરપોર્ટ માટે જમીનની ઓળખ કરવામાં આવી છે અને 3 એરપોર્ટની ફાળવણી કરવામાં આવી છે.એરપોર્ટ ચિહ્નિત જમીન ફાળવેલ જમીન પૈકી બોટાદ-190.34 હેક્ટર,દ્વારકા-132.53 હેક્ટર,ધોરડો-500 હેક્ટર,રાજુલા-80.94 હેક્ટર,રેસ-408.64 હેક્ટર ચિહ્નિત જમીન છે.જયારે અંકલેશ્વર-80 હેક્ટર, મોરબી-90 હેક્ટર,રાજપીપળા-47.24 હેક્ટર જમીન ફાળવી દીધી છે.
એવિએશન સેક્ટરના વિકાસને વેગ મળશે
ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યુરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજ્યના ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. આ ઉપરાંત એરપોર્ટ ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે.