સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બોટાદના જંગલમાંથી ર૩ ગુનાના કુખ્યાત આરોપીને ઝડપી પાડવા બદલ એ.ટી.એસ.ના ચાર પી.એસ.આઇ. બહેનોનું મોમેન્ટો અર્પણ કરી અભિવાદન કરાવ્યું
કાર્યક્રમમાં અઘ્યક્ષ તરીકે કુલપતિ નીતિનભાઇ પેથાણી, ઉદધાટકપદે અંજલીબેન રૂપાણી, મુખ્ય મહેમાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ઉપકુલપતિ વિજય દેસાણીની વિશેષ ઉ૫સ્થિતિ
સીસીડીસી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર પણ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરુપે વિવિધ કાર્યક્રમોનું અવિરત આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડના ચાર પીએસઆઇ વીરાંગના બહેનોએ અદભુત વીરતા દાખવી અને જુદા જુદા ત્રેવીસ ગુનાના કુખ્યાત આરોપી શખ્સને ખુબ જ મહેનત કરી બોટાદના જંગલમાંથી ઝડપી પાડી અને વીરતાનું કામ કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વીરંગનાઓના કૌવતને આવકારે છે. અને ગૌરવ અનુભવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વાર કુલપતિ નીતીનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ આ વીરાંગનાઓનું અભિવાદન કરવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ના વિદુષી તથા સીસીડીપી ના સંયુકત ઉપક્રમે આજરોજ સવારે ૯.૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં સેનેટ હોલ ખાતે વીરાંગના અભિવાદન સમારોહ તથા સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં એટીએસ ના ચાર પીએસઆઇ વીરાંગનાઓ ઓડેદરા સંતોકબેન, શકુતલાબેન, ગોહિલ નીતમીકાબા તથા ગામેતી અરૂણાબેનનું મોમેન્ટી અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેમની વિરતાને સૌએ તાલીઓના ગળગળાટથી બિરદાવી હતી.
વીરાંગના અભિવાદન કાર્યક્રમમાં રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવલે જણાવ્યું હતું કે પોલીસ વિભાગના એટીએસ ના ચાર પીએસઆઇ બહેનોને સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સન્માનવા બદલ હું સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાપી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીનો આભાર માનું છું.
આ કાર્યક્રમના ઉદધાટન અંજલીબેન રુપાણીએ કાર્યક્રમમાં ઉ૫સ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત સરકાર દ્વારા બેટી, બચાઓ, બેટી-પઢાઓ અને સ્ત્રી સશકિતકરણની દિશામાં ખુબ યોજનાઓના માઘ્યમથી મહીલાઓ પુરુષ સમોવડી બને તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ, સેવા, આરોગ્ય, પોલીસકે કોઇપણ ક્ષેત્ર હોય આજે મહીલાઓ દરેક ક્ષેત્રમાં પોતાના કૌવતથી અવિરત આગળ વધી રહી છે. આજરોજ જેઓનું સન્માન કરવાનું આવ્યું હતું. તે એટીએસ ના ચાર પીએસઆઇ બહેનોને સમાજમાં દુષણ ફેલાવતા આવા તત્વોને ખુબ મહેનત કરી પકડી અને સમાજ રાષ્ટ્ર સેવાનું ઉમદા કાર્ય કર્યું હતુઁ.
માર્ગદર્શક સેમીનારમાં સ્પીપાના ડો. શૈલેષભાઇ સગપરીયા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિઘાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમનું સંચાલન ડો. રેખાબા જાડેજાએ કરેલ હતું અને આભાર વિધી કુલસચિવશ્રી આર.જી. પરમારએ કરેલ હતી.
વીરાંગના અભિવાદન કાર્યક્રમમાં સીન્ડેટક સભ્યઓ સર્વ ડો. મેહુલ રૂપાણી, ડો. ગીરીશભાઇ ભીમાણી, ડો. ભાવીનભાઇ કોઠારી, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. પ્રવિણભાઇ ચૌહાણ, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ડીન ડો. નીદતભાઇ બારોટ, કુલસચિવ ડો. રમેશભાઇ પરમાર, સેનેટ સભ્યઓ ભવનોના અઘ્યક્ષઓ, રાજકોટના પી.એસ.આઇ બહેનો તથા બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલપતિ તથા ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ વિદુષી ના કો-ઓડીનેટર, ડો. શ્રઘ્ધાબેન બારોટ, કો-કોઓડીનેટર, ડો. રેખાબા જાડેજા તથા સીસીડીસી ના કો-ઓર્ડીનેટર ડો. નીકેશભાઇ શાહ, ગુજરાતી ભવનના પ્રોજેકટ ફેલો ડો. નીતુ કનારાએ જહેમત ઉઠાવી હતી.