વૈશ્વિક સ્તરે ભારતને મેન્યુફેકચરીંગ હબ બનાવવા તરફ કુચ
કૃત્રિમ બુધ્ધિમત્તા અને થ્રીડી વર્ચ્યુઆલીટી જેવા પરિબળો થકી એમએસએમઈ ક્ષેત્રને વેગવંતુ કરવા પાંચ ટાસ્ક ફોર્સની રચના
વિકાસશીલ દેશની છબી ધરાવતા આપણાં ભારત દેશમાં મોટા ઔદ્યોગિક એકમો અને કૃષિ વિકાસ પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગોનો મહદઅંશે ફાળો રહ્યો છે. ત્યારે આવા ઉદ્યોગોને ડીજીટલના માધ્યમથી વધુ આગળ ધપાવવા કેન્દ્ર સરકારે કમરકસી છે. પાયાના સુધારા દ્વારા નાના ઉદ્યોગોનું ભવિષ્ય ઉજળું કરવા સરકારે સજ્જ થઈ પાંચ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સરકારના આ પગલાંને વૈશ્ર્વિકસ્તરે ભારતને મેન્યુફેકચરીંગ હબ બનાવવા તરફની કુચ ગણી શકાય.
હાલના સમયમાં વધતાં જતા ટેકનોલોજીના ઉપયોગને કારણે દરેક ક્ષેત્રે ડિજીટલી ક્રાંતિ લાવવી જરૂરી બની ગઈ છે. તેમાં પણ ખાસ કરીને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સી એટલે કે કૃત્રિમ બુદ્ધીમતાનો ઉપયોગ વધતા દરેક ક્ષેત્રે તેનાં ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યો છે. આ માળખું એમએસએમઈ ક્ષેત્રે લાગુ કરવા સરકારે મહત્વના ટાસ્ક ફોર્સની રચના કરી છે.
આ અંગે એફઆઈસીસીઆઈ દ્વારા એક વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં એમએસએમઈ સચિવ એ.કે.શર્માએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં આ ટાસ્ક ફોર્સની ભલામણોને સુદ્રઢ રીતે લાગુ કરી દેવાશે. આ ટાસ્ટ ફોર્સ ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વ અંતર્ગત રચવામાં આવી છે જે સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોના વિકાસના દ્વાર ખોલનારા ક્ષેત્રો પર એક મહિના માટે કામ કરો.
આ પાંચ ટાસ્ક ફોર્સ ચાર મહત્વના પહેલું પર ઊંડાણપૂર્વક કામ કરશે જેમાં કૃત્રિમ બુદ્ધિમતા થ્રીડી અને આભાસી સત્વીકતા (વર્ચ્યુઅલ રિઆલીટી) જેવા પરિબળોનો સમાવેશ થાય છે. એ.કે.શર્માએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, એમએસએમઈના વિકાસ માટે વિશ્ર્વની સર્વોત્તમ ટ્રેડીંશન અપનાવવામાં આવશે. વિશેષજ્ઞો પાસેથી રાય લઈ એક માસની અંદરમાં ઠોસ રણનીતિ તૈયાર કરી મંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારનો મહત્વનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્ર્વિક સ્તરે મેન્યુફેકચરીંગ હબ અને મુખ્ય નિકાસ દેશ બનાવવાનો છે. નાના ઉદ્યોગોમાં કેવી રીતે ઉત્પાદનના ઉચ્ચ ધોરણો અપનાવી ઉચ્ચ ગુણવત્તા આપી શકાય, ઉત્પાદનના માલ-સામાનની ડિઝાઈન, પેકેઝીંગ કેવી રીતે ચોકસાઈપૂર્વક અસરકારક કરી શકાય તેવા નાના-નાના પરિબળ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. મોટા ઔદ્યોગીક એકમોને નાના ઉદ્યોગકારો સહાયતા કરવા પર પણ ધ્યાન આપો.