મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠકનો પ્રારંભ: અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ

દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યમાં એક પણ વિસ્તારમાં સંતોષકારક વરસાદ પડયો ની. અડધો જૂન માસ વીતી જવા છતાં અનેક તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ ન પડતા હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબીનેટ બેઠક મળી હતી. જેમાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેબીનેટ બેઠકમાં જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વરસાદ ખેંચાતા હાલ રાજ્યભરમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અગાઉ વાવણી કરી દેનાર ખેડૂતોના બિયારણ વરસાદના અભાવે બળવા લાગ્યા છે હજુ એક સપ્તાહ સુધી સાવત્રીક કે સંતોષકારક વરસાદ પડે તેવી સંભાવના ખૂબજ ઓછી છે. રાજ્યમાં જળ કટોકટીના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આજે સવારે ૯:૩૦ કલાકે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સને કેબીનેટની બેઠક મળી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડીયા, સૌરભ પટેલ, આર.સી.ફળદુ, કુંવરજીભાઈ બાવળીયા, જવાહર ચાવડા સહિતના કેબીનેટ મંત્રીઓ ઉપસ્તિ રહ્યાં હતા. કેબીનેટમાં મુખ્ય પાણીના જ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા હાલ નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ વરસાદ ખેંચાવાના કારણે હાલ રાજ્યભરમાં પાણી ખેંચ ઉભી વા પામી છે. ખેતરોમાં અગાઉથી વાવી દેવાયેલા બિયારણો હાલ બળી રહ્યાં છે. આવામાં ખેડૂતોની પાયમાલી કઈ રીતે રોકી શકાય તે અંગે પણ કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.

હાલ સૌની યોજના અંતર્ગત અલગ અલગ જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યાં છે. જો ઓગષ્ટ માસની શરૂઆત સુધી સારો વરસાદ ન પડે તો પાણીની સ્થિતિ વધુ વિકસ બને તેવી સંભાવના જણાય રહી છે.  સંભવત આફતને કેવી રીતે ખાળી શકાય તેની ચર્ચા આજે કેબીનેટમાં કરવામાં આવી હતી. કેબીનેટ પૂર્ણ યા બાદ સરકાર દ્વારા પીવાના પાણી અને સિંચાઈ માટે આપવામાં આવતા પાણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવે તેવી શકયતા પણ હાલ જણાય રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.