હૈદરાબાદ ગેંગરેપ કાંડના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર
ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) અને કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીડર (સીઆરપીસી)માં રહેલી છટકબારીઓના કારણે કાયદો સીથીલ થઈ ચૂકયો છે. જેના કારણે અનેક આરોપીઓ છટકી જતા હોવાના આક્ષેપો અવાર-નવા રથાય છે. આવા સંજોગોમાં આઈપીસી અને સીઆરપીસીમાં ફેરફાર કરી સરકાર કાયદો મજબૂત બનાવવા જઈ રહી છે. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને આઈપીસી અને સીઆરપીસીમાં શું સુધારા કરવા જોઈએ તેવી સલાહ માંગી છે.
આઈપીસી અને સીઆરપીસીમાં નવા સુધારા મુજબ સરકાર કાયદાનું પાલન ઝડપી બનાવશે. આધુનિક લોકતંત્રની છાટ આ સુધારામાં જોવા મળશે. સમાજની નબળાઈઓને કાયદાના સુધારામાં આવરી લેવાશે. આઈપીસી, સીઆરપીસી, ઈન્ડિયન એવીડન્સ એકટ અને નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબ્ટેશન્સમાં સુધારા મામલે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (બીપીઆરડી) દ્વારા મામલો હામાં લેવાશે. સરકારને બીપીઆરડી રિપોર્ટ કરશે. હાલ બળાત્કાર સહિતના મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બળાત્કારના ગુનામાં દોષીતોને ઝડપી સજા થાય તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. આવા સંજોગોમાં સરકાર કાયદો વધુ મજબૂત બનાવવા જઈ રહી છે.
દરમિયાન તેંલગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. પોલીસ આરોપીઓને લઈને અંડરબ્રીજ પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. પૂછપરછ અને ઘટનાને રીક્રિએટ કરવા દરમિયાન આરોપી ભાગવા લાગ્યા હતા અને ત્યારપછી પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જોકે આ સમગ્ર ઘટના પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે નિર્ભયાના આરોપીને હજી પણ ફાંસીની સજા મળી નથી અને તેની જગ્યાએ હૈદરાબાદ દુષ્કર્મના કેસમાં આઠ દિવસમાં ફેંસલો આવી ગયો છે. હૈદરાબાદ પોલીસની આ કામગીરીને સમગ્ર દેશે બીરદાવી છે. હૈદરાબાદ દુષ્કર્મ પીડિતાને દિશા નામ આપવામાં આવ્યું છે. દિશાના પિતાએ પણ આ ઘટનાને બીરદાવી છે અને કહ્યું છે કે, આજે મારી દીકરીની આત્માને શાંતિ મળશે. જ્યારે દિશાની બહેને કહ્યું છે કે, આ એન્કાઉન્ટર એક ઉદાહરણ સાબીત થશે.
ગૃહમંત્રી અમિત શાહે હાલ તમામ રાજ્યો પાસેી આઈપીસી અને સીઆરપીસી મામલે સુચનો માંગ્યા છે. કાયદાકીય જંગમાં વેડફાતો સમય બચે અને પીડિતને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર તાત્કાલીક ધોરણે સુધારા લાવે તેવી ધારણા છે. ખાસ કરીને મહિલાઓને ન્યાય ઝડપી મળે તે માટેના સુધારા કેન્દ્ર સરકાર કરશે તેવું સુત્રો પાસેી જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં કોર્ટે જતી બળાત્કાર પીડીતાને આરોપીઓ દ્વારા જીવતી સળગાવવામાં આવી હોય છે. ૨૩ વર્ષની પીડિતા જ્યારે કોર્ટમાં જઈ રહી હતી ત્યારે પાંચ શખ્સોએ તેના પર કેરોસીન છાંટી સળગાવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. પીડિતાનું ૯૦ ટકા શરીર બળી ગયેલ છે. હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પીડિતા પર હુમલો કરનાર પાંચ પૈકી ૨ શખ્સો સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો. જેમાંથી એક લાંબા સમયી નાસ્તો ફરતો હતો જ્યારે એક જામીન પર મુક્ત હતો. આ ઘટનાી સમગ્ર દેશમાં અરેરાટી મચી જવા પામી હતી.
દેશમાં વારંવાર બનતી બળાત્કારની ગમખ્વાર ઘટનાઓના કારણે લોક જુવાળ ફાટી નીકળ્યો છે. આરોપીઓને તાત્કાલીક સજા કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા થઈ રહી છે. ત્યારે તેલંગણામાં ચારેય આરોપીઓને ઠાર કરી પોલીસે આ મુદ્દે દાખલો બેસાડ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આરોપીઓના એન્કાઉન્ટર બાદ લોકોએ રાહતની લાગણી અનુભવી છે.
સોશિયલ મીડિયા પર પણ સરકારના નામે પરિણામ ઝંખતા લોકો
નિર્ભયાકાંડ બાદ બળાત્કારીઓ સામે તાત્કાલીક પગલા લેવામાં આવે અને ઝડપી ન્યાય પ્રક્રિયા ાય તેવી લોકલાગણી હતી. જો કે, ત્યારબાદ આ મુદ્દે સરકાર પાણીમાં બેસી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. દરમિયાન હૈદરાબાદમાં તબીબ પર યેલા ગેંગરેપની ઘટનાએ દેશને ફરીથી જગાડ્યો છે. સરકાર બળાત્કારીઓને તાત્કાલીક દંડ કરે અને ભવિષ્યમાં આ મુદ્દે દાખલો બેસે તેવી ઈચ્છા લોકોની છે. આજે આરોપીઓના મોત એન્કાઉન્ટરમાં યા છે. જો કે છેલ્લા ૨ થી ૩ દિવસી લોકો સોશ્યલ મીડિયા પર આ બાબતને સર્મન આપી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર એક એવો મેસેજ પ્રસરી રહ્યો છે કે, જેમાં જણાવાયું છે કે, નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં એક એવો કાયદો પારીત કર્યો છે જેમાં મહિલાને સતાવનારને મારવાનો હક્ક મળે છે. ઈન્ડિયન પીનલ કોડની કલમ ૨૩૩ હેઠળ જો મહિલા પોતાની ઉપર બળાત્કાર કરનારને મારી નાખે તો તેને કોઈ સજા શે નહીં. હાલ તો આ મેસેજ અફવા સમાન છે. ઈન્ડિયન પીનલ કોડની કલમ ૨૩૩ હેઠળ આવી કોઈ જોગવાઈ ની. જો કે, આવા મેસેજ લોકલાગણીને વાચા આપી રહ્યાં છે. લોકો ઈચ્છી રહ્યાં છે કે સરકાર એવા કાયદા બનાવે જેમાં પીડિતને તાત્કાલીક ન્યાય મળે. ભારતીય કાયદામાં એવી ઘણી કલમો છે જેમાં વ્યક્તિ સેલ્ફ પ્રોટેકશનના નામે બચી શકે છે. જો કે, પીડિતને આ મામલે લાંબો કાયદાકીય જંગ ખેલવો પડે છે.