નેશનલ ન્યુઝ
નવરાત્રીના પાવન પર્વે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એડહોક બોનસને મંજુરી આપી દીધી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે ગઈકાલે વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની ગણતરી કરવાની મહત્તમ મર્યાદા 7 હજાર રુપિયા નક્કી કરી છે.
દિવાળી પૂર્વે કેન્દ્રીય કર્મચારીઓને સરકારની મોટી ભેટ
મોંઘવારી ભથ્થામાં વધારો
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની ભેટ, મોંઘવારી ભથ્થું 4%ના વધારા સાથે 46% થયું
મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપવામાં આવી છે.
બુધવાર, 18 ઓક્ટોબર, 2023ના રોજ કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર મોંઘવારી ભથ્થામાં વધારા સાથે આપવામાં આવે તેવી શક્યતાઓ છે. ઓક્ટોબર મહિનાના પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને જુલાઈથી સપ્ટેમ્બરનું એરિયર્સ પણ આપી શકાય છે.
15મી ઓક્ટોબરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે. 24મી ઓક્ટોબરે દશેરા છે. દિવાળી 12મી નવેમ્બર 2023ના રોજ છે. આવી સ્થિતિમાં તહેવારોની સિઝનમાં મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે. તાજેતરના સમયમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં જોરદાર વધારો થયો છે. જોકે, સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી દર ઘટીને 5.02 ટકા થઈ ગયો છે, જે ઓગસ્ટમાં 6.83 ટકા હતો. અગાઉ જુલાઈ 2023માં છૂટક મોંઘવારી દર 7.44 ટકા પર પહોંચી ગયો હતો. ખાદ્ય ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં ઘટીને 6.56 ટકા થયો હતો જે ઓગસ્ટમાં 9.94 ટકા હતો. પરંતુ ઘઉં, ચોખા, અરહર દાળ અને ખાંડના ભાવે સામાન્ય લોકોને પરેશાન કર્યા છે જેના કારણે રસોડાનું બજેટ બગડી ગયું છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થામાં વધારાથી રાહત મળવાની આશા છે.
કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે. આ બોનસમાં 30 દિવસની સેલેરી જેટલા જ રુપિયા મળશે. આ ઉપરાંત આજે કેન્દ્ર સરકાર વધુ એક મોટી જાહેરાત કરી શકે છે. આજે સરકાર કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈને મોટી જાહેરાત કરી શકે છે.