પાકવીમાની રકમ સમયસર ન મળતા ખેડુતો દ્વારા થતા આપઘાતના બનાવને પગલે સુપ્રીમની સરકારને ટકોર
ખેડુતોને પાકનું પુરુ વળતર મળતું નથી. આ ઉપરાંત ઓછા વરસાદ અથવા કુદરતી આફતોને કારણે પાકને નુકસાન થયું હોય તો સમયસર પાકવીમો આપવામાં આવતો નથી. આ પરિસ્થિતિમાં ખેડુતો આપઘાત કરવાનું પગલું ભરે છે. સુપ્રીમે આ બાબતે સરકારને આડેહાથ લેતા કહ્યું છે કે, ખેડુતોને સુરક્ષિત કરવાની જવાબદારી સરકારની છે. આ જવાબદારીમાં સરકાર પાછી પડે છે.
સુપ્રીમની ટકોર બાદ સરકારે મજબુરી વ્યકત કરતા કહ્યું હતું કે, તેઓએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શ‚ કર્યાની એક જ વર્ષ થયું છે. જેના કારણે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં સરકારને વધુ સમયની જ‚ર છે. પાક વીમાનું ચુકવણીમાં લાંબો સમય ચાલ્યો જતો હોવાથી ખેડુતોની હાલત કફોડી બની છે. અડધો અડધ ખેડુતોને પાક વિમો મળ્યો નથી અથવા તેમાં વિલંબ થાય છે તેના પરિણામે ખેડુતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. આવી હાલતમાં ખેડુતોને સુરક્ષિત કરવાની જવાબદારી સરકારની બનતી હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
કેન્દ્રને ટકોર કરતા સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે ખેડુતો દ્વારા થતી આત્મહત્યાને રોકવાની ફરજ પણ સરકારની બને છે. ન્યાયાધીશ દિપક મિશ્રા અને એ.એમ.ખાનવીલકરની ખંડપીઠે કહ્યું હતું કે સરકારે ખેડુતોને આત્મહત્યા રોકવા માટે જ‚રી પગલા ભરવા જોઈએ. આવા બનાવો ન બને તેનું ધ્યાન રાખવાની સરકારની ફરજ છે. તમિલનાડુમાં ખેડુતોના આપઘાતના બનાવો બાબતે એક અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટકોર કરી હતી.
દર વખતે પાક વીમા બાબતે ખેડુતોને આંદોલન કરવું પડે છે. આ આંદોલન બાદ પણ તાકીદે પાક વિમાની રકમ મળતી નથી. જેના પરિણામે ખેડુતોની હાલત કફોડી બની જાય છે. આવી પરિસ્થિતિમાં ખેડુતોને સુરક્ષિત કરવા માટે સરકારે યોગ્ય પગલા ભરવા જોઈએ અને આપઘાતના બનાવોમાં ઘટાડો કેમ થાય તેના માટે પણ જ‚રી કામગીરી કરવી જોઈએ.