ટ્રિપલ તલાક બિલ લોકસભામાં તો પાસ થઇ ગયું પરંતુ શિયાળુ સત્ર દરમિયાન રાજયસભામાં પાસ ન થઇ શકયું
બિલમાંથી ક્રિમિનલ પ્રોવિઝન પડતી મૂકવા સરકાર નથી તૈયાર
ત્રિપલ તલાક બિલ લોઅર હાઉસ લોકસભામાં તો પાસ થઇ ગયું પરંતુ શિયાળુ સત્ર દરમિયાન અપર હાઉસ રાજયસભામાં પાસ ન થઇ શકયું. આ બિલ અપર હાઉસમાં અટકી ગયું છે માટે સરકારે હવે વટહુકમ લાવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર હવે શકય તમામ વિકલ્પો વિચારી રહી છે. કેમ કે રાજયસભામાં વિરોધ પક્ષોએ ત્રિપલ તલાક બીલનો વિરોધ કરીને મંજુર થવા દીધું ન હતું. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કોઇ જાતના ટેન્શન વિના સર્વ સંમતિથી ત્રિપલ તલાક બીલ મંજુર થઇ જતા મુસ્લીમ મહિલાઓએ એક બીજા મોં મીઠા કરાવી સરકારી પગલાને આવકાર્યૂ હતું. દેશના લખનઉ, હૈદરાબાદ જેવા શહેરોમાં તો મુસ્લિમ મહિલાઓએ રાજયસભામાં પણ ત્રિપલ તલાક બિલને મંજુરી મળી જાય તેમ ‘દુઆ’ કરી હતી.
સરકાર ત્રિપલ બિલને કાયદાનું સ્વરુપ આપવા મકકમ છે. તેથી રાજયસભામાં બિલ અટકી પડતા હવે વટહુકમનો વિકલ્પ વિચારાઇ રહ્યો છે. આ સિવાય બિલની જોગવાઇનો અમલ થાય ત્યારે પીડિત મુસ્લિમ મહિલાઓને સંપૂર્ણ ન્યાય મળ્યો ગણાશે. માત્ર ફોન કે એસ.એમ.એસ. કે મૌખિક રીતે ત્રણ વાર તલાક…. તલાક…. તલાક…. બોલીને છૂટાછેડા નહી આપી શકાય. આવા મર્દને ઓછામાં ઓછી ૩ વર્ષની જેલ સજા અને રોકડ દંડ, ભરણપોષણ વિગેરેની જોગવાઇ ત્રિપલ તલાક બિલના મુસદામાં કરવામાં આવી છે.
ભાજપ શાસિત રાજયો તો ત્રિપલ તલાક બિલને સમર્થન આપી રહ્યા છે. અન્ય રાજયોમાં જયાં ભાજપનું શાસન નથી તે તમિલનાડુ પણ આ બિલને શરતી ટેકો આપે છે તેમની માગ છે કે બિલમાં જે ક્રિમિનલ પ્રોવિઝનો છે તે પડતી મૂકવામાં આવે પરંતુ સરકાર ઇચ્છે છે કે ‘ભય બિના પ્રિત નહીં’ ની કહેવત મુજબ અગર ત્રિપલ તલાકની બીલની જોગવાઇઓમાંથી ક્રિમિનલ પ્રોવિઝન પડતી મૂકવામાં આવે તો તેનો કોઇ મતલબ રહેતો નથી. પરંતુ તેમાં ક્રિમીનલ પ્રોવિઝન હોય તો ફેર પડે આથી જ સરકાર વટહુકમ બહાર પાડીને ત્રિપલ તલાકને કાયદા આપવા તૈયાર છે.