સરકારે વર્ષ ૨૦૧૫માં કોટનનાં દર કવીન્ટલે ટેકાના ભાવ રૂ.૩૮૦૦ થી ૪૧૦૦ નકકી કર્યા હતા જેમાં વર્ષ ૨૦૧૬માં રૂ.૬૦નો વધારો થયો

રાજય સરકારે જુદા જુદા ૮૬ સેન્ટરોમાંથી ૧૦૭ લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી છે જેની કિંમત રૂ.૮૮૯.૨૯ કરોડ છે. તાલાલા એમએલએ ગોવિંદ પરમારના પ્રશ્ર્નનો જવાબ આપતા કૃષિ મંત્રી ચીમન સાપરીયાએ કહ્યું કે, રાજય સરકારે ખેડૂતો પાસેી ટેકાના ભાવે ૧૦૭ લાખ ટન મગફળી ખરીદવા માટે કેન્દ્ર સરકારને રીપ્રેઝન્ટેશન બનાવી મોકલ્યું હતું. જેને કેન્દ્ર એ સ્વીકાર કરી મગફળી ખરીદવાની મંજૂરી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને મગફળીના ૨૦ કિલોએ ભાવ રૂ.૬૦૦ થી ૮૦૦ સુધી મળતા હતા. જયારે સરકારે તેમાં ફેરફાર કરી મીનીમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી) વર્ષ ૨૦૧૬-૧૭ માટે દર કવિન્ટલે રૂ.૪૧૨૦ નકકી કર્યા હતા. ડીબેટ દરમિયાન કોંગ્રેસ નેતાએ રાજય સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી કરવી જોઈએ. જયારે સરકાર માત્ર વેપારીઓ પાસેી ખરીદી કરે છે. જયારે ખેડૂતો તેના પાકના વેચાણ માટે આવે ત્યારે તેને સરકારને જમીનના રેકોર્ડ, પાસબુકની કોપી અને એપીએમસીનો પાસ આપવો જોઈએ. મંત્રાલયે જણાવ્યું હતું કે, જયારે ખેડૂતો પાસેી તેના પાકોની ખરીદી કરવામાં આવે ત્યારે તેમને નાણા રોકડમાં નહીં પરંતુ તેમના બેંક ખાતામાં ચેક દ્વારા ચુકવવા જોઈએ અવા સીધાં જ તેમના ખાતામાં જમા કરાવી દેવા જોઈએ. પાકોના ટેકાના ભાવે ખરીદીની વાત કરીએ તો કોટનને ટેકાના ભાવે ખરીદવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. રાજય સરકારે કહ્યું કે, વર્ષ ૨૦૧૫માં કોટનને દર કવીન્ટલે રૂ.૩૮૦૦ થી ૪૧૦૦માં ખરીદ્યુ હતું જે વર્ષ ૨૦૧૬માં દર કિવન્ટલે રૂ.૬૦ વધી ગયું છે. વર્ષ ૨૦૧૬માં સરકારે દર કવીન્ટલે રૂ.૩૮૬૦ રૂ રૂ.૪૧૬૦ની વચ્ચે કોટનની કવોલીટીના આધારે ખરીદ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.