સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. સરકારે કેદ્રીય કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાને ડબલ કરી દીધું છે.
કર્મચારી મંત્રાલયે આદેશ જારી કર્યો છે કે હવેથી કેન્દ્રીય કર્મચારીઓને 2,000/- બદલે 4,500/- મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે. સાતમા પગાર પંચ આયોગની ભલામણ પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે આદેશમાં કહ્યું છે કે એક જ સ્થાન પર નિયુક્ત થવા પર ભથ્થુ મૂળ વેતનના 5 ટકા હોય.
જે વધારેમાં વધારે 4 હજાર 500 રૂપિયા થઇ શકે છે. જો નિયુક્તિ અન્ય શહેરમાં કરવામાં આવતી હોય તો ભથ્થુ મૂળ વેતનના 10 ટકા થઇ જશે. જે 9 હજાર થઇ જશે.