પક્ષી અભ્યારણના નળ સરોવરના રક્ષણ માટે હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પર સરકાર હરકતમાં આવી છે. અને નળ સરોવરના રક્ષણ માટે એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. સરકારે નળ સરોવર ટાસ્કફોર્સની રચના કરી છે. અને અલગ અલગ 11 ઉચ્ચ અધિકારીઓને ટાસ્કફોર્સના સભ્યો બનાવ્યા છે.
અમદાવાદ અને સુરેન્દ્રનગરના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી, મત્સ્યોદ્યોગ અધિકારી અને વન સંરક્ષક અધિકારી આ ટાસ્ક ફોર્સના સભ્યો છે.આ ટાસ્ક ફોર્સ નળસરોવર અને કાંઠા વિસ્તારના ગામોમાં પક્ષીઓના શિકાર કરનારા સામે કાર્યવાહી કરશે.
તે વિસ્તારમાં પાયાની સુવિધાઓના વિકાસ તેમજ સ્વચ્છતાની જાળવણીની પણ આ ટાસ્કફોર્સની રહેશે. નળ સરોવર અભ્યારણ્ય પર આજીવિકા માટે નિર્ભર લોકો માટે વૈકલ્પિક રોજગારી તેમજ આજીવિકા વૃદ્ધિ માટેના પગલાં લેવાની પણ જવાબદારી ટાસ્ક ફોર્સના માથે છે.