માંદગી અને મૃત્યુ સહાયની રકમ માટે કરેલી રજુઆત બાદ સરકારે બજેટમાં કરી હતી ફાળવણી
રાજયમાં વર્તમાન સમયમાં આશરે ૯૦, ૦૦૦ જેટલા ધારાશાસ્ત્રીઓ તાલુકા અને જિલ્લા અદાલતોથી માંડીને હાઈકોર્ટ સુધી તેમજ ટ્રીબ્યુનલોમાં વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા છે વર્તમાન સમયમાં તાલુકા-જિલ્લા અદાલતોથી માંડીને હાઈકોર્ટ લોકઅદાલતોમાં મીડીએશન સેન્ટર, સુધી યોજાતી લોકઅદાલતોમાં વિગેરે ન્યાયતંત્રમાં પડેલા પેન્ડિગ કેસોના ઝડપી નિરાકરણ માટે તેમજ પક્ષકારોને ઝડપી અને સસ્તી ન્યાય અપાવવા માટે ગુજરાતના ધારાશાસ્ત્રીઓ પોતાની આવકને ત્યાગીને પોતાની આગવી વ્યવસાયિક સેવા આપી રહ્યા છે.
ગુજરાતના આવા તમામ ધારાશાસ્ત્રીઓની તેમજ તેમના ભાવિ કુટુંબીજનોને આર્થિક સુરક્ષા પુરી પાડવા માટે પુરતી જોગવાઇઓ ન હોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજય સરકાર તરફથી ધારાશાસ્ત્રીઓ માટે મૃત્યુ સહાય અને માંદગી સહાય માટે નિશ્ચિત રકમ આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પુર્વ-ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, પુર્વ-ચેરમેન જે. જે. પટેલની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ એક ગુજરાતના ચેરમેન સાથે પ્રતિનિધિમંડળની વારંવાર રજુઆત કરવામાં આવેલી. જેમાં રાજયના ધારાશાસ્ત્રીઓના વેલ્ફર માટે સને ૨૦-૨૦૨૧ના બજેટમાં પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી. જેમાં. આજરોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કાયદામંત્રી ભૂપેન્દૃસિહ ચુડાસમા, રાજય કક્ષાના કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાનાઓની ઉપસ્થિતિમાં રાજય સરકાર તરફથી પાંચ કરોડ નો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કરેલો છે.
આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિરીટ એ. બારોટ, વાઇસ-ચેરમેન શંકરસિંહ એસ.ગોહિલ, એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન ભરત વી.ભગત, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ.પટેલ. એનરોલમેન્ટ કમિટીના ચેરમેન હિરાભાઇ પટેલ તથા સભ્યો અનિલ.કેલ્લા, સી.કે.પટેલ, દિપેન કે. દવે, કરણસિહ વાધેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.