બેંકમાં ચેકબુકનું મહત્વ કેટલું?
ચેક બુક ભારતીય બેન્કીંગ સિસ્ટમનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જો કે તેની સુવિધાને સરકારે બંધ કરવાની વાત પણ સામે આવી હતી તેથી ડીજીટલ ટ્રાન્ઝેશનનો વ્યાપ વધારી શકાય પરંતુ હાલ જ સરકારે ચોખવટ પાડી છે કે ચેક બુક બંધ કરવાના હાલ કોઇપણ વિચારો નથી સરકારે ડીજીટલ ટ્રાન્ઝેશન અને કેશ-લેસ અર્થતંત્ર બનાવવાની વાતની સ્વીકૃતિ આપી છે પરંતુ પેમેન્ટ ચેક તો અનિવાર્ય છે.
ત્યારે નાણા મંત્રાલયે ચેક બુક બંધ થવાને લઇને પાંચ કરણો રજુ કર્યા હતા.
(૧) ચેકબુકની સુવિધા બંધ થવાની નથી.
(ર) સરકારે કેશ-લેશ અર્થતંત્ર અને ડિજીટલ ટ્રાન્ઝેકશનના વ્યાપ વધારા માટેના પ્રયત્નો શરુ કરી દીધા છે.
(૩) પેમેન્ટ તેમજ ઉપાડ માટે ચેક મહત્વ ધરાવે છે. ટ્રેડ અને કોમર્સનો અગત્યનો હિસ્સો છે. માટે ચેક સુવિધા અનિવાર્ય છે.
(૪) જો કે ડીજીટલ પ્લેટ ફોર્મને વધારો આપવા કેન્દ્ર બેંકોમાંથી ચેકબુકની સુવિધા ભવિષ્યમાં રદ કરી શકે તેવા અહેવાલો આવ્યા હતા પરંતુ હાલ તો ચેક બુક બંધ કરવામાં આવી નથી.
(પ) બજેટ અંગેની સ્પીચમાં નાણા મંત્રીએ જણાવ્યું હતું કે જે રીતે ભારત ડીજીટાઇઝેશન તરફ વધુ રહ્યું છે તે સારી બાબત છે પરંતુ ચેક પેમેન્ટને પણ માન્યતા આપવામાં આવશે જ માટે સરકાર નેગોશિયેબલ એકટ લાગુ કરશે.
ચેકબુક બંધ થવાની વાતને લઇ લોકોના મનમાં ઘણાં વિચારો હતા પરંતુ હવે તેને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સીએસઆઇટીના સેક્રેટરી પ્રવિન ખંડેલવાલે જણાવ્યું હતું કે સરકારે ડેબીટ કાર્ડ તેમજ ક્રેડીટ કાર્ડને પ્રોત્સાહન આપવું જોઇએ. જો કે ચેકબુક સુવિધા ભવિષ્યમાં બંધ થાય તેવી સંભાવના છે પરંતુ હાલ એવું કશુ નકકી કરાયું નથી. જો કે નોટબંધી બાદ ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વઘ્યો છે. લોકો ડીજીટઇઝેશન તરફ વળ્યા છે.