રૂ. ૧૦૦ લાખથી વધુ રકમની લોન વિઘાર્થીઓના ખાતામાં જમા: વધુ રૂ. ૬૫૦ લાખ ચુકવાશે: સોમવારે ગાંધીનગરમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધિકારીઓ સાથે બેઠક
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડલેશ્વર નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) ની એક યાદીમાં જણાવાયું છે. સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે ભાજપની પંચનિષ્ઠા એઠલે સામાજીક સમરસતાનું સ્થાપન કરવા માટે બક્ષીપંચ સમાજમાં આવતી આશરે ૧૪૪ની વધુ જ્ઞાતિઓને ઉચ્ચ અભ્યાસ તેમ જ ધંધા રોજગાર માટેની લોન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા કરોડો ‚પિયાનીગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા ટુંકા ગાળામાં બક્ષીપંચ સમાજને મળતા વિવિધ લાભોનો અભ્યાસ કરી વધુને વધુ લોન, યોજનાઓ અને સહાય આપવામાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અગ્રેસર રહ્યું છે. ત્યારે બક્ષીપંચ સમાજને લાભ મળે તેવા આશયથી તબકકાવાર બેઠકો બોલાવવામાં આવી હતી.
તે અંતર્ગત તા.૧૯ને સોમવારના રોજ ગાંધીનગર ખાતે બપોરે ૪ કલાકે નરેન્દ્રભાઇ સોલંકીની અઘ્યતામાં અને અધિક સચિવ સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિકારી કે.જી. વણજારા, નાણા સલાહકાર એસ.વી. પડધરીયા, મેનેજીંગ ડિરેકટર જશવંત ગાંધી સહીતના ની ઉ૫સ્થિતિમાં ગુજરાતભરના જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીઓની બેઠક યોજાશે.
આ અંતર્ગત વધુ માહીતી આપતા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી જણાવ્યું હતું કે બક્ષીપંચ સમાજના વિઘાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ધંધા-રોજગાર માટેની લોન આપવામાં આવી રહી છે.આ લોનની રકમ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે.
ત્યારે વિઘાર્થીઓને ૧૦૦ લાખ ઉપરની રકમના આર.ટી.જી.એસ. કરવામાં આવ્યા છે. અને બાકીની રકમ તા.૩૧ માર્ચ સુધીમાં આપવામાં આવશે. તેમજ બક્ષીપંચ સમાજના લોકો દ્વારા નવી અરજીઓ અંદાજે ૧૨૦ થી નિગમને મળી છે જેને ૬૫૦ લાખ ‚પિયાની લોન આપવાની મંજુરી આપવામાં આવશે અને આપેલો લોન ગેરવલ્લે ન થાય અને લાભાર્થી પૂરતો ઉપયોગ કરે તે માટે નિયમિત નિગમ દ્વારા ફોલોઅપ લઇ રીકવરી કરવામાં આવી રહી છે.
જેમાં લાભાર્થીઓએ પણ ૫૪ લાખ જેટલી રકમની પરત ભરપાઇ કરી ત્યારે આ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા લાભાર્થીઓને ઝડપથી લોન કે સહાય મળે તે માટે રાજયના જીલ્લાના સમાજ કલ્યાણ અધિકારીઓને પરિપત્રના માઘ્યમથી દરેક અરજીનો સત્વરે નિકાલ થાય તેવી જરુરી સુચનાઓ આપવામાં આવી છે અને દરેક જીલ્લામાં નિગમ દ્વારા ધંધા-રોજગાર તેમજ ઉચ્ચ અભ્યાસ માટેના ફોર્મ પણ મોકલી દેવામાં આવ્યા છે. તો તેનો પણ લાભ લેવા નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,