ડ્રેગન એટલે કે ચીનને નાથવા ભારત સરકારે નવી રણનીતિ ઘડી કાઢી છે. અરૂણાચલ પ્રદેશના તવાંગ અને પશ્ર્ચિમ કાંમેગમાં ૧૩,૭૦૦ ફૂટ લાંબી ટનલ બનાવાશે. જેી તવાંગમાં તી ઘુષણખોરીને અટકાવી શકાય. કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણરાપ્રદાન અરૂણ જેટલીએ જાહેરાત કરી હતી કે, આ ૧૩,૭૦૦ ફૂટ લાંબી ટનલ સેલા પાસમાં બનશે જે અરૂણાચલ પ્રદેશના તવાંગ અને પશ્ર્ચિમ કાંમેગ વચ્ચે આવેલું છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, દેશની સરહદ પર સરકાર કડક સુરક્ષા વ્યવસ ઈચ્છે છે અને આ માટે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. લદાખમાં રોહતાંગ ટનલ તૈયાર ઈ ચુકી છે. ત્યારે હવે સેલાપસામાં ટનલ બનાવવા યોજના ઘડાઈ છે. સેલાપાસ ચીન અને ભારતની ૪૦૦૦ કિ.મી. લાંબી સરહદ પર આવેલું છે. અહીં ટનલ બનાવવાથી ચીન તરફી તી ગતિવિધિઓને નિયંત્રિત કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, ડોકલા મુદ્દે ભારત-ચીન વચ્ચે ઘર્ષણ ઉભુ યું હતું. ડોકલામમાં રોડ બનાવવા ભારતે ચીનને રોકયું હતું. જેી ૭૩ દિવસ સુધી ભારત અને ચીનના આર્મી જવાનો ડોકલામમાં ઉતર્યા હતા અને સતત ઘર્ષણ ઉભા યા હતા જો કે હાલ આ મુદ્દો સમાપ્ત ઈ ગયો છે. ત્યારે હવે ઈન્ડિયન આર્મી ભારત-ચીન સરહદ પર આંતરમાળખાનો તેજ વિકાસ કરવા પર ભાર મુકી રહી છે.
આર્મી ચીફ જનરલ બીપીન રાવતે ગયા મહિને કહ્યું હતું કે, અત્યારે સમય પાકિસ્તાન અને ચીનની સરહદ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનો છે અને આ માટે સરહદ પર ઝડપી આંતર માળખાકીય સેવાઓ વિકસે તે જરૂરી છે. જેી કરીને સરહદ પર તી ઘુષણખોરી અને આતંકી પ્રવૃત્તિઓને ના શકાય. જે કારણસર મોદી સરકારે અરૂણાચલપ્રદેશમાં સેલાપાસમાં ટનલ બનાવવાનું નક્કી કર્યું છે. જેી ડ્રેગનને કાબુમાં રાખી શકાય.