સરકારે નિકાસ પ્રોત્સાહન ૧૦ ટકા કરી દેતા સ્થાનિક બજારમાં ડુંગળીની સારી કિંમત મળશે
ગરીબોની ‘કસ્તુરી’ના ભાવ ગગડતા ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. જો કે ગગડતા ભાવને લઈ સરકારે નિકાસ પ્રોત્સાહન ડબલ કરી દીધા છે.
સરકારે સતત ગગડતા ડુંગળીના ભાવને પગલે નિકાસ પ્રોત્સાહનને ૧૦ ટકા કરી દીધુ છે. ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે જેને પગલે સરકારે હવે ડુંગળી ખેડૂતોને વધુ રડાવે નહીં તે માટે નિકાસ પ્રોત્સાહનને ડબલ કર્યા છે.
મહત્વનું છે કે, નિકાસ પ્રોગ્રામ અંતર્ગત ખેડૂતોને કેટલાક ટેક્ષ સરકારને મુકવાના હોય છે. જો કે ભાવ ન મળતા હવે સરકાર ખેડૂતોની વહારે છે.
વડાપ્રધાન નરેન્દ્ર
મોદી સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતોનું સમર્થન મેળવવાની કોશિષ કરી રહ્યાં છે. ખેડૂતોને સરકારી સમર્થનની
કમી અંગે ગુસ્સો આવ્યો છે. કેમ કે તેમને પાકની કિંમત ઘટી ગઈ છે.
માટે સરકારે હવે નિકાસ પ્રોત્સાહન કાર્યક્રમમાં આવ્યું છે.