દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો અત્યાર સુધીમાં સર્વોચ્ચ સ્તર પર છે. સાથે રાધણ ગેસ સિલિન્ડરના બાવ પણ ખૂબ જ તેજીથી વધી રહ્યા છે.સોમવારે પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં એક લેખિત સવાનનો જવાબ આપતા જણાવ્યું હતું કે, પાછલા સાત વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવ વધીને બે ગણા થઈ ગયા છે. સાથે પેટ્રોલ-ડીઝલ પર ટ્રેક્સ કલેક્શનમાં 459 ટકાનો વધારો નોંધાયો છે.
પ્રેટ્રોલિયમમંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે, માર્ચ 2014મા 14.2 કિલોના રાધણ ગેસ સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી. હાલમાં માર્ચ 2021માં ગેલ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા થઈ ગઈ છે. રાધણ ગેસની કિંમતમાં આ વર્ષ અત્યાર સુધીમાં 225 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો થયો છે. જ્યારે LPG સિલિન્ડરની કિંમત ડિસેમ્બર 2020માં 594 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર હતું. જ્યારે તેના ભાવ હવે 819 રૂપિયાઓ પહોંચી ગયું છે. પાછલા કેટલાક વર્ષમાં કિંમતો વધવાથી રાધણ ગેસ અને કેરોસીન ઓઈલ પર પણ સબ્લિડી ખતમ થઈ ગઈ છે. ગરીબોને PDS દ્વારા વહેચવામાં આવતું કેરોસીન માર્ચ 2014માં 14.93 રૂપિયા પ્રતિ લીટર મળતું હતું, તે હવે 35.35 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
તાજેતરમાં સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સાથે બધા રાજ્યોમાં વેટ અને ટેક્સ અલગ-અલગ છે. વર્ષ 2013માં પેટ્રોલ-ડીઝલ પર 52,537 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન થયું હતું. વર્ષ 2019-20માં 2.13 લાખ કરોડ રૂપિયા ટેક્સ જમાં થયો છે. આ વર્ષની શરૂઆતના 11 મહિનાઓમાં 2.94 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ જમાં થઈ ચુક્યો છે.
ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં સરકાર પેટ્રોલ પર 32.90 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી (Excise duty)લાગી છે. જ્યારે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 31.80 રૂપિયા પ્રતિ લીટર છે. વર્ષ 2018માં પેટ્રોલ પર 17.98 રૂપિયા અને ડીઝલ પર 13.83 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગી હતી.