અબતક, વારીશ પટ્ટણી, ભૂજ : પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથના સૌના વિકાસના સૌના વિશ્વાસના નિર્ધાર સાથે રાજય સરકાર સુશાસનમાં પાંચ વર્ષ નિમિતે જનહિતના વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. જે પૈકી જ્ઞાનશકિત દિન નિમિતે રાજયકક્ષાએથી અંદાજે રૂ.359 કરોડના જુદા જુદા 151 મુખ્ય કાર્યક્રમો સહિત વિકાસના લોકાર્પણ ખાતમુહુર્ત તેમજ કોમ્પ્યુટર લેબ અને જ્ઞાનકુંજ પ્રોજેકટ, શોધ, ખઢજઢ અને નમો ઈ-ટેબલેટ વિતરણ કાર્યક્રમો યોજાઇ રહયા છે જે પૈકી કચ્છમાં જિલ્લામાં રૂ.16 કરોડ 26 લાખના 210 જેટલા વિવિધ વિકાસના લોકાર્પણ, ખાતમુહુર્ત અને સ્કોલરશીપ, નમો ઈ ટેબલેટ વિતરણ કાર્યક્રમ થઇ રહયા છે એમ ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયેલા જ્ઞાનશકિત કાર્યક્રમમાં ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વૈશ્વિકસતરે વિધાર્થીઓ શિક્ષણમાં અગ્રહરોળમાં આવે તેમજ ગુજરાત શૈક્ષણિક હબ બને તે મુખ્યમંત્રીના પ્રયત્નોને વધુ સબળ કરવા આજે જ્ઞાનકુંજ પ્રોજેકટ અને ડિઝીટાઇઝેશન શિક્ષણ હેઠળ રાજયના વિધાર્થી તૈયાર થઇ રહયા છે.
પરંપરાગત ઓળખ સાથે કચ્છે ઔધોગિક અને પ્રવાસન તેમજ વિકાસમાં આગવી ઓળખ ઉભી કરી છે તેમ ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળતા કચ્છ ગૌરવવંત બન્યું છે. સફેદરણ, ધોળાવીરા, શ્યામજી કૃષ્ણવર્મા તીર્થ, રીન્યુએબલ એનર્જી પાર્ક, છઊ પાર્ક અને વિવિધ પ્રવાસન સ્થળોના પગલે કચ્છ રાજયનું શ્રેષ્ઠ રોકાણ સ્થાન તરીકે પણ ઉભરી રહયું છે.
સ્વાગત પ્રવચનમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો.જયરાજસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની ખઢજઢ ના શોધ યોજનાના 20 લાભાર્થી તેમજ ગત વર્ષના નમો ઈ-ટેબલેટ લાભાર્થીને વિતરણ કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના રાજયસ્તરના જ્ઞાનશકિત વચ્યુઅલ કાર્યક્રમ ગાંધીનગર ખાતે સૌ જોડાયા હતા તેમજ જિલ્લાના વિવિધ મુખ્ય વિકાસ કામોનું પણ ઈ-લોકાર્પણ કરાયું હતું.
કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેશુભાઇ પટેલ, ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા સંગઠન સહપ્રભારી હિતેશભાઇ ચૌધરી, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., બોર્ડર રેંજ આઇ.જી. જે.આર.મોથલીયા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ જી.એમ.બુટાણી, આચાર્ય પ્રો.બી.એન.સુથાર, પ્રોફેસર ડો.વિજય વ્યાસ, ડીન ડો.કાશ્મીરા મહેતા, ડીન પ્રો.(ડો.) પી.એસ.હિરાણી, આચાય ડો.સી.એસ.ઝાલા, ડીન ડો.ગિરીન બક્ષી, પ્રોફસર ગર્વમેન્ટ એન્જીનીરીંગ કોલેજ-ભુજના ડો.એમ.બી.ઝાલા, કચ્છ યુનિવર્સિટી ઈ.સી.મેમ્બર ડો.આર.વી.બસિયા, ટ્રસ્ટી કિર્તીભાઇ વરસાણી તેમજ સબંધિત લાભાર્થીઓ કોવીડ-19 હેઠળ ઉપસ્થિત રહયા હતા.