મોંઘવારીને નાથવા સરકારે તેલ જોઇ અને તેલની ધાર જોઇ
સરકારે આયાત ડ્યુટી ઉપર પાંચ ટકાનો ઘટાડો કર્યો, સંગ્રહખોરી પણ અટકશે
સમગ્ર ભારત દેશમાં ફુગાવો સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોમોડિટી વાયદા ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે જેથી બજારમાં ફલકચુએસન નહીં પરંતુ સ્થિરતા આવશે. એટલું જ નહીં સરકારે મોંઘવારીને નાથવા માટે તેલ જોયું અને તેલની ધાર પણ જોઈ. સવિશેષ કેન્દ્ર સરકાર દ્વારા શુદ્ધ થયેલા આયાતી પામ ને ઈમ્પોર્ટ કરવા માટે સરકારે વધુ એક વર્ષની છૂટ આપી છે.
કારના આ આવકારદાયક નિર્ણયના કારણે હવે ખાદ્યતેલની જે સંગ્રહખોરી થતી હતી તે અટકશે એટલું જ નહીં સ્ટોક પણ યોગ્ય રીતે નિયંત્રણમાં આવી શકશે. પરંતુ વરવી વાસ્તવિકતા તો એ છે કે જો મોંઘવારી ઘટાડવા માટે સરકાર ડ્યુટી ઘટાડવા માટે પ્રયત્ન કરતી હોય તો તેનાથી કોઈપણ પ્રકારની સહુલત કે રાહત લાંબા ગાળે મળતી નથી. બીજી તરફ ઇન્ડોનેશિયા અને મલેશિયા પામ ઓઇલ ના સૌથી મોટા ઉત્પાદક દેશો છે જ્યારે ભારત વેજીટેબલ તેલ આયાત કરતો સૌથી મોટો દેશ તરીકે પ્રસ્થાપિત થયો છે. બીજી તરફ મોંઘવારીને અંકુશમાં લાવવા અને પામની આયાત કરવા માટે સરકાર દ્વારા ઈમ્પોર્ટ 5 ટકાનો ઘટાડો કરી આયાત ટેકસ 12.5 ટકા રાખ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ચોખા,ઘઉં,સરસવ,ચણા,મગ તથા સોયાબીન તેલ જેવી કોમોડિટી ઉપર વાયદા બજાર ને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે લાંબા ગાળા માટે સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય કેટલા અંશે સફળ રહેશે જો સરકારનો આ નિર્ણય આવનારા સમયમાં સફળ રહે તો તેનો સીધો જ ફાયદો દેશના અર્થતંત્ર ઉપર પડશે અને લોકો ને પણ તેનો લાભ મળી રહેશે.
કોમોડિટીના વાયદા બજાર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ખુબ જ સરાહનીય : સમીરભાઈ શાહ
સરકાર દ્વારા જે વાયદા બજાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની પ્રતિક્રિયા આપતા રાજમોતી મીલના સમીરભાઇ શાહ અબતક સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખુબ જ સરાહનીય છે અને પરિણામે હવે બજારમાં સ્થિરતાપણ જોવા મળશે. બીજી તરફ આયાતી પામ તેલ ની ડ્યુટી માં જે ઘટાડો કરવાની સરકારે જાહેરાત કરી છે તેના જવાબમાં સમીરભાઈ એ કહ્યું હતું કે આ નિર્ણયની અસર સીંગતેલ ઉપર જોવા નહીં મળે જેનું સૌથી મોટું કારણ એ છે કે લોકો સુધી આ જથ્થો બલકમાં પહોંચતો નથી સામે સ્ટોક આગળ પાછળ રાખવો પણ એટલો જ જરૂરી છે.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે પામોલીન બલક ક્ધઝ્યુમર માટે છે પરંતુ હાલ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયેલો જ છે જેથી કામની આયાતમાં ઘટાડો થતાં અન્ય સ્થાનિક ખાદ્યતેલો પર તેની કોઈ વધુ અસર જોવા નહીં મળી શકે. તું જ નહીં સરકારના નિર્ણયના કારણે આની સીધી અસર ખેડૂતો પર જોવા મળશે પરંતુ હાલ જે રીતે ફુગાવાનું પ્રમાણ વધ્યું છે તેને નાથવા અને તેના પર રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખુબ જ સરાહનીય છે.