- સરકારના આ નિર્ણયનો છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે
- સામાન્ય રીતે દર મહિનાની તા.1,2ના પગાર થતો હોય છે, આ વખતે તા.19 સુધીમાં પગાર ખાતામાં જમા કરી દેવાશે
ગુજરાત સરકારના કર્મચારીઓની દિવાળી આ વખતે સુધરી જવાની છે.કારણકે સરકાર તમામ કર્મચારીઓને અને પેન્શનરોને પગાર અને અન્ય લાભો વહેલા આપી દેશે. જેથી કર્મચારીઓને દિવાળી પૂર્વે આર્થિક ખેંચતાણ ન થાય.
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 ,2 તારીખે પગાર થતો હોય છે. જે હવે આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. આ નિર્ણયથી છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ એડવાન્સમાં મળી જશે.
રાજ્ય સરકારનાં આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે કોરોના બાદ આ દિવાળીને લઈને લોકોમાં ઉત્સાહ સાતમા આસમાને છે. ત્યારે કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે. સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ દિવાળીને ધ્યાને લઈને કર્મચારીઓનો પગાર વહેલો કરવાની સૂચના આપી છે.
રાજ્યની મહાનગરપાલિકા સંચાલિત શિક્ષકોના પે-ગ્રેડમાં વધારો
રાજ્યની મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યો છે. સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપ્યો છે. અગાઉ સરકારે માત્ર સરકારી શાળાના શિક્ષકોનો જ ગ્રેડ-પે મંજૂર કર્યો હતો. મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોની લડત બાદ લેવાયો નિર્ણય. 11 હજાર જેટલા શિક્ષકોને સીધો લાભ થશે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય. ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 કે 2તારીખે થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીઓને એડવાન્સમાં આપવામાં આવશે.