ઉદ્યોગો માગે અનુકુળ માહોલ ઉભો કરવા ટૂંક સમયમાં જ રાજય સરકાર દ્વારા જમીન મહેસુલનો ખાસ ખરડો લવાશે
રાજયમાં ઉદ્યોગો માટે અનુકુળ માહોલ ઉભો કરવા માટે રાજય સરકાર દ્વારા ખાસ ખરડો લાવવા તૈયારી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ઉઘોગો અને રીયલએસ્ટેટ એકટર દ્વારા જમીન સંપાદન કાયદામાં ફેરફારની માંગ કરવામાં આવી રહી હોવાથી મુખ્ય સચિવની આગેવાની હેઠળ બનેલી ઉચ્ચસ્તરીય કમીટીએ જમીન મહેસુલ કાયદામાં ફેરફારો સુચવતો મુસદ્દો તૈયાર કરી સરકાર અમલ મૂકયો છે. અને ટૂંક સમયમાંજ આ મુસદો ખરડા રૂપે રજુ થાય તેમ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજયમાં ઔદ્યોગીક વિકાસને વેગવાન બનાવી ઇન્ફ્રાસ્ટ્રકસર પ્રોજેકટો ને ગતિ આપવા રાજય સરકાર લાંબા સમયથી વિચારણા કરી આ મામલાને મુખ્ય સચિવની આગેવાની હેઠળ સમિતિ સમક્ષ મૂકયો હતો. દરમિયાન આ ઉચ્ચસ્તરીય કમીટીએ જમીન મહેસુલ કાયદામાં ફેરફારો સુચવી ખાસ કરીને જમીન સંપાદન અને બીનખેતી હેતુ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા ભલામણ તૈયાર કરી મુસદો તૈયાર કરી સરકાર સમક્ષ મુકયો છે અને સરકાર વટહુકમ મારફતે નવી નિતિ અમલી બનાવે તેવી શકયતા જોવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રર્વતમાન કાયદા મુજબ ઉઘોગ ગૃહો જમીન મહેસુલ કાયદાનીની કલમ ૬૩-એ એ મુજબ જમીન ખરીદ કરે અને બીનખેતીમાં મુકે તો આ છુટછાટને ત્રણ થી ૧૦ વર્ષ ના સમયગાળામાં જે તે હેતુ માટે જમીન મેળવી હોય તે હેતુ મુજબ પ્રોજેકટ શરૂ કરવો પડે છે.
પરંતુ નવા કાયદામાં ફેરફાર સુચવી કલમ ૬૩-એ એના ભંગના કિસ્સામાં આ મુદતમાં વધારો કરી નિયમ ભંગ બદલી ર૦ ટકા અથવા તો જીરો પ્રિમીયમ વસુલી આ જમીન રેગ્યુલર ઉપયોગ કરવા છુટ આપવા ભલામણ કરવામાં આવી છે.
સૌથી અગત્યની બાબત તરીકે ખાસ હાઇલેવલ કમીટીએ મહેસુલી કાયદામાં ફેરફાર કરી પ્રવર્તમાન સંજોગોમાં કલમ ૬૩-એ એ/૫૫/અને ૮૯-એ નો ભંગના કિસ્સામાં આવી જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ કરવામાં આવે છે. તે જોગવાઇ રદી કરી આવા કિસ્સામાં ૧૦ વર્ષની સમય મર્યાદામાં ડેવલોપ કરવાની જોગવાઇ કરવા પણ સુચવવામાં આવ્યું છે.
આ ઉપરાંત અનેક કિસ્સાઓમાં કંપનીઓ જે હેતુ માટે જમીન માગી હોય તે હેતુ માટે પ્રોેજેકટ શરૂ ન કરી શકે તો જીડીસીઆરની જોગવાઇ મુજબ અન્ય વપરાશ કરવા માટે મંજુરી આપવા પણ કાયદામાં ફેરફાર કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
સૌથી અગત્યની બાબત તરીકે રાજય સરકારે જમીન સંપાદન અને બિનખેતીના કિસ્સામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલોપ કરવાના કિસ્સામાં સીંગલ વિન્ડો સીસ્ટમ અમલી કરી બીનખેતી પ્રક્રિયામાં જુદી જુદી ૧ર એજન્સીઓ પાસેથી લેવા પડતા એનઓસીની પ્રથા હળવી બનાવવા સુચવાયું છે. તેમજ એગ્રેકલ્ચર લેન્ડ સીલીંગ હેઠળની જમીનોને પણ બીનખેતીની છુટછાટ આપવા સહીતના કાયદાકીય ફેરફારો કરવા મહત્વના સુચન કરાયા છે.
આમ રાજય સરકાર દ્વારા ઔઘોગિક વિકાસને નજરમાં રાખી જમીન સંપાદનની નવી નિતિ અખત્યાર કરવા મુસદો તૈયાર કરાવ્યો છે અને ટુંક સમયમાં જ ખરડો પણ કરાવી નવો કાયદો અમલમાં લાવી જમીન મહેસુલ કાયદામાં રહેલી જટીલતા દુર કરવામાં આવનાર હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.