રાજ્યમાં મેડિકલની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે. વિદેશમાં જન્મેલા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ ધરાવતા મૂળ ગુજરાતી વિદ્યાર્થીએ ધોરણ-12 ગુજરાતમાંથી પાસ કર્યું હશે તો તેને મેડિકલમાં NRIની સાથે સામાન્ય ક્વોટામાં પણ પ્રવેશ મળી શકશે. તેનાથી NRGને તો ફાયદો થશે પણ સ્થાનિક વિદ્યાર્થીઓને અસર થશે.
અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આવા વિદ્યાર્થીઓ એનઆરઆઇ ક્વોટા માટે અને સામાન્ય ક્વોટા બંને માટે પાત્ર ગણાશે. માતાપિતા વિદેશી નાગરિક હોય અને વિદ્યાર્થી ગુજરાતમાં રહીને અભ્યાસ કરતો હોય તેવા અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ મળશે. પ્રવેશ માટે સક્ષમ અધિકારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ગુજરાતમાં હાલ એમબીબીએસની 4000, ડેન્ટલની 1155, આયુર્વેદની 1820, હોમિયોપથીની 3250 અને નેચરોપથીની 60 મળી 10 હજાર જેટલી બેઠકો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com