• ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 20 જિલ્લાના 7 લાખ ખેડૂતોને મળશે લાભ

ગુજરાત સરકારે રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાન સામે 1419 કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમજ  8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને આ પેકેજ અંતર્ગત સહાય ચુકવશે અને રાજ્યના 20 જિલ્લાના 7 લાખથી પણ વધુ ખેડૂતોને પેકેજનો લાભ મળશે. તેમજ ઓગષ્ટ મહિનામાં 350 કરોડના  પેકેજ બાદ હવે સરકારે આ બીજા પેકેજની જાહેરાત કરી છે.

ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, ત્યારે ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોને આજીવિકાનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દેવાના બોજ તળે દબાયા છે. ત્યારે હવે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી 362 કરોડની સહાય આપવામાં આવશે.

20 જિલ્લાના ખેડૂતોને રાહત પેકેજનો મળશે લાભ

કૃષિમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઓગસ્ટમાં વરસેલા વરસાદના કારણે થયેલાં વરસાદના કારણે જે ખેડૂતોના પાક બગડી ગયાં અને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, તેવા ખેડૂતો માટે સહાય 1419.62 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 20  જિલ્લાના 136 તાલુકાના ખેડૂતોનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 17 હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11 હજારની સહાય આપવામાં આવશે.

વરસાદથી દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, શાકભાજી,બાગાયતી પાકોને કરોડોનું નુકસાન

ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. તેમજ કાપણીના સમયે જ વરસાદ વરસતાં 1.18 લાખ હેક્ટરમાં ડાંગરને નુકસાન થયુ છે. આ ઉપરાંત બાજરી, જુવાર, તલ પણ વરસાદી પાણીમાં તબાહ થયા છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 45,828 એકર જમીનમાં શેરડીનું વાવેતર થયુ હતું. શેરડીનું ઉત્પાદન ઓછું થયુ છે, અને પરિણામે સુગર મીલો પર પહોંચી છે.

ખેડૂતોની માંગણી છે કે, શાકભાજી અને બાગાયતી પાકોને થયેલ નુકસાનનો તત્કાલ સરવે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે. તેમજ ડાંગર,શેરડી,શાકભાજી અને બાગાયતી પાક મળી કુલ રૂ. 150  કરોડ રૂપિયા જેવું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.