રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર આજી રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અનુસંધાને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની અને રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી અને સંબંધિત અધિકારીઓ અને ક્ધસલ્ટન્ટ એજન્સીના તજજ્ઞોને સાથે રાખી આજી નદીની મુલાકાત લઇ ત્યાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ વર્કનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું.
આ અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, એચ.સી.પી. ક્ધસલ્ટન્ટ દ્વારા આજી નદી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની હાઈડ્રોલોજી ડીઝાઈન બનાવવામાં આવેલ છે અને પુણે સ્થિત સરકારી એજન્સી સી.ડબલ્યુ.પી.આર.એસ. દ્વારા આ રીપોર્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ બંને સંસ્થાઓના અધિકારીઓ પણ આજી નદીની મુલાકાત વખતે તથા આ બેઠકમાં ઉપસ્થિત હતાં. સી.ડબલ્યુ.પી.આર.એસ. દ્વારા આગામી મહત્તમ બે માસના સમયમાં જ હાઈડ્રોલોજી ડીઝાઈનની ચકાસણી વિશેનો તેનો અહેવાલ રાજકોટ મહાનગરપાલિકાને સુપરત કરી દેવામાં આવશે.
આજી રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગની મંજુરી મેળવવા માટે સી.ડબલ્યુ.પી.આર.એસ. નો ચકાસણી રીપોર્ટ અત્યંત આવશ્યક બની રહે છે. આ રીપોર્ટ અત્રે પ્લબ્ધ બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા પર્યાવરણ વિભાગની મંજુરી માટે આગળની કાર્યવાહી કરશે.ગઈકાલે આ બંને સંસ્થાઓના નિષ્ણાતો સાથે યોજાયેલી આ બેઠકમાં સી.ડબલ્યુ.પી.આર.એસ. દ્વારા આજી નદીમાં કેટલી માત્રામાં પૂરનું પાણી વહે છે, અને છેલ્લા ૧૦૦ વર્ષના પૂરના આંકડા અંગે ચર્ચા કરી હતી. સાથોસાથ આ પ્રોજેક્ટ માટે નદીની પહોળાઈ અને ઊંડાઈ ક્યાં કેટલી રાખવી, રીટેઈનીંગ વોલની ઊંચાઈ કેટલી રાખવી, નદીમાં પ્રથમ તબક્કે બનનારા ત્રણ ચેકડેમમાં બાષ્પીભવન અને સિપેજથી (ભૂતળમાં ઉતરી જતું પાણી ) કેટલી માત્રામાં પાણીનો લોસ થશે તેના અંદાજ અંગે પરામર્શ કરાયો હતો.
અત્યારે આજી નદીમાં ૩૬ જગ્યાએથી વોંકળાનું પાની નદીમાં ઠલવાય છે અને તેના કારણે અહી તહી સુએઝ વોટરને કારણે ગંદકી અને ગાંડી વેલની સમસ્યા ઉદભવતી રહી હતી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ આજી નદીમાં બંને કાંઠા પર આશરે દસ-દસ કિ.મી (૧૦.૮૫ ૧૦.૮૫ કિ.મી.)નીઇન્ટરસેપ્ટર પાઈપલાઈન નાંખવાનું નક્કી કરેલ છે.
અ કામ માટેનો ડી.પી.આર. બનાવવાની કામગીરી પૂર્ણ થવામાં છે તેમ જણાવી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ પાઈપલાઈનનું કાર્ય પૂર્ણ થયેથી શહેરના વોંકળાઓનું પાણી આજી નદીમાં ઠલવાતું બંધ થઇ જશે. શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીમાં અમદાવાદ નેશનલ હાઈ-વે થી શરૂ કરીને માધાપર ચોકડીએથી પસાર થતા ૧૫૦ ફૂટ રિંગ રોડ સુધીના એરીયામાં સુએઝ વોટરના કુલ ૩૬ જેટલા આઉટલેટ છે.
જે ઇન્ટરસેપ્ટર પાઈપલાઈન સાથે જોડાઈ જતા આ પાણી નદીમાં આવતું બધ થઇ જશે. આજી રિવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ઇન્ટરસેપ્ટર સુએઝ પાઈપલાઈનના કાર્યને અગ્રતા આપવાની રહે છે. ત્યારબાદ બીજા તબક્કામાં રીટેઈનીંગ વોલની કામગીરી આગળ ધપાવવામાં આવશે.મ્યુનિ.
કમિશનરે ઉમેર્યું હતું કે, આજી નદી પરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં પણ ઇન્ટરસેપ્ટર પાઈપલાઈનનું ખુબ જ મહત્વ રહેલું છે. ગટર અને વોંકળાના પાણી ઇન્ટરસેપ્ટર પાઈપલાઈન મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડવામાં આવશે. જ્યાં શુદ્ધ થનાર પાણી આજી નદીમાં બનનારા ચેકડેમમાં ઠાલવવામાં આવશે. આમ આજી નદી બારેય માસ પાણીથી ભરેલી રહે તેવી આયોજન કરાયું છે. ઇન્ટરસેપ્ટર પાઈપલાઈનમાંથી આવનાર સુએઝ વોટરની ટ્રીટમેન્ટ માટે ત્રણ નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com