એડમિશન માટેની નવી ગાઇડ લાઇન જાહેર કરાઇ

કેન્દ્ર સરકારે કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટેના સાંસદોના ક્વોટાને નાબૂદ કર્યા છે અને એડમિશન માટે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન વધુ આદેશો ન થાય ત્યાં સુધી એમપી ક્વોટા સહિતની ખાસ જોગવાઇ હેઠળ એડમિશનને મોકૂફ રાખ્યાના એક સપ્તાહ બાદ આ હિલચાલ કરવામાં આવી છે.

સાંસદ ક્વોટા હેઠળ સંસદ સભ્યોને ધો.1 થી 9માં એડમિશન માટે દરેક શૈક્ષણિક વર્ષમાં સંબંધિત લોકસભા વિસ્તારમાં વધુમાં વધુ 10 વિદ્યાર્થીઓની ભલામણ કરવાનો હક્ક મળતો હતો.

સાંસદો લાંબા સમયથી માંગણી કરી રહ્યા હતા કે આ ક્વોટાને રદ્ કરો અથવા ભલામણોને આધારે પ્રવેશ લઇ શકે તેવા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરો સાંસદ ક્વોટા ઉપરાંત કેવીએસએ બીજી કેટલીક અનામતો પણ નાબૂદ કરી છે. જેમાં શિક્ષણ મંત્રાલયના કર્મચારીઓના 100 બાળકો, સાંસદોના બાળકો અને આશ્રિત પૌત્ર-પૌત્રી અને કેન્દ્રીય કર્મચારીઓના, નિવૃત્ત કર્મચારીઓના બાળકોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના ચેરમેનના ક્વોટાને પણ નાબૂદ કરવામાં આવ્યો છે. નવા ક્વોટા હેઠળ કેન્દ્રીયગૃહ મંત્રાલય સીઆરપીએફ, બીએસએફ, આઇટીબીપી, એસએસબી, સીઆઇએસએફ, એનડીઆરએફ જેવી ગૃપ-બી અને સી-સેન્ટ્રલ પોલીસ દળોના બાળકો માટે 50 સીટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.