જેતપુરમાં કાલે ધીરગુરુદેવનું મંગલ આગમન અને પ્રવચન
બોધાભાઈ સ્થાનકવાસી જૈન સંઘ, કામદાર શેરી, જેતપુર ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરુદેવનું કાલે સવારે ૮:૩૦ કલાકે બેઠા પુલથી સ્વાગત અને ૮:૪૫ કલાકે પ્રવેશ એવં પ્રવચન બાદ નવકારશી રાખેલ છે. સકલ સંઘના ભાવિકોને સ્વાગતયાત્રામાં જોડાવવા સંઘ પ્રમુખ વિનુભાઈ કામાણીએ અનુરોધ કરેલ છે. જયારે ગોંડલ ગાદી ઉપાશ્રય નૂતનીકરણ ઉદઘાટન સમારોહ મધ્યે પૂ.ગુરુદેવે કહ્યું કે, આચાર્ય ભગવંત પ્રત્યેનો સદભાવ જ પ્રભાવનો અનુભવ કરાવશે.
સંઘોએ નિષ્ઠા અને નેકીથી કાર્ય કરવાનું છે. સંતોની વૈયાવચ્ચ જ મહાન ફળ આપનાર છે. પૂ.સુશાંતમુનિજી, પૂ.નમ્રમુનિજી, પૂ.સ્મિતાજી મ.સ., પૂ.અમિતાજી મ.સ.એ શુભેચ્છા પ્રવચન કરેલ. વડાલમાં શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર નવનિર્મિત ઉમેશકુમાર કિશોરભાઈ જૈન ઉપાશ્રયનો ઉદઘાટન સમારોહ શનિવારે પૂ.શ્રી ધીરગુરુદેવ એવં. પૂ.સરલાબાઈ મ.સ, પૂ.અવનીજી મ.સ, પૂ.સુનંદાજી મ.સ.આદિની નિશ્રામાં ઉજવાશે. સ્વામી વાત્સલ્યનો લાભ સરોજબેન અશ્વિનભાઈ પંચમીયાએ લીધેલ છે.