- રોકાણકારોને બખ્ખા : પીએસયુ ઇન્ડેક્સની માર્કેટ મૂડીમાં લગભગ રૂ. 7 લાખ કરોડનો વધારો
મોદી સરકાર ફરી આવશે તેવા વિશ્વાસ સાથે, શેરબજારમાં રોકાણકારો લોકસભા ચૂંટણીના મતદાનની શરૂઆતથી જ મોટી સંખ્યામાં પીએસયુ શેર્સમાં રોકાણ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન બીએસઇ ઉપર પીએસયુ ઇન્ડેક્સની માર્કેટ મૂડીમાં લગભગ રૂ. 7 લાખ કરોડનો વધારો થયો છે, જેમાં સરકારની માલિકીની કંપનીઓના શેરો, જેને હવે “મોદી સ્ટોક્સ” કહેવામાં આવે છે, તે 87% વધ્યા છે.
પીએમ મોદીની ’આત્મનિર્ભર ભારત’ નીતિના મુખ્ય લાભાર્થીઓમાંના એક સંરક્ષણ પીએસયુ શેર, ચૂંટણીની મોસમમાં ટોચના લાભકર્તાઓની યાદીમાં ટોચ પર છે. કોચીન શિપયાર્ડ, ભારત ડાયનેમિક્સ અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સે આ સમયગાળા દરમિયાન 87% અને 56% ની વચ્ચે વધારો કર્યો છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, હુડકો, આરઇસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આઈઆરએફસી અને ભારત ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. છેલ્લા 6 મહિનામાં તમામ પીએસયુ સ્ટોક્સે નિફ્ટી કરતાં વધુ સારો દેખાવ કર્યો છે.આ પીએસયુ રેલીનો મોટો હિસ્સો બિઝનેસ ફંડામેન્ટલ્સ અને ગ્રોથ આઉટલૂકને બદલે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પાછા આવવાની આશા દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. રોકાણકારોને ભાજપને 300-320 બેઠકો મળવાની આશા છે. મોદી સરકાર સત્તામાં આવશે એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, રેલવેના આધુનિકીકરણ વગેરેની તરફેણમાં નીતિઓ ચાલુ રાખવાની રોકાણકારો રાહ જોઈ રહ્યા છે.
ઉલલ્લેખનિય છે કે હાલ સરકારની પોલિસીથી લાભ મેળવનાર સ્ટોકને મોદી સ્ટોક તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. જેમાં એચએએલ, હિન્દુસ્તાન કોપર, નાલ્કો, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કમિન્સ ઈન્ડિયા, સિમેન્સ, એબીબી ઈન્ડિયા, ઈન્ડસ ટાવર્સ, સેઈલ, ભેલ, ડિક્સન, અદાણી પોર્ટ્સ, આરઈસી, પીએનબી, ટાટા પાવર, એચપીસીએલ, ગેઈલ, જેએસપીએલ, ઈન્ટરગ્લોબ એવિએશન, આઈઆરસીટીસી, પીએફસી, આઈઓસીએલ, બીપીસીએલ, પેટ્રોનેટ એલએનજી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એસબીઆઈ, જીએમઆર એરપોર્ટ, એનએમડીસી, કેનેરા બેંક, અંબુજા સિમેન્ટ્સ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એનટીપીસી, ભારત ફોર્જ, ભારતી એરટેલ, ભારતીય હોટેલ્સ, એસીસી, અદાણી એન્ટરપ્રાઇઝ, બેન્ક ઓફ બરોડા, પોલિકેબ, ગુજરાત ગેસ,એમજીએલ, અશોક લેલેન્ડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી, આઈજીએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વોડાફોન આઇડિયા, જેકે સિમેન્ટ, શ્રી સિમેન્ટ, ધ ઇન્ડિયા સિમેન્ટ્સ, દાલમિયા ભારત અને ધ રામકો સિમેન્ટનો સમાવેશ થાય છે.