કેન્દ્ર સરકાર સતત આવકવેરા વિભાગમાં ઘણો બદલાવ કરી રહ્યું છે. ત્યારે આગામી બજેટમાં આ અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. ત્યારે હાલએ વાત ઉપર પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે જે આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા કરદાતાઓ છે તેમના સ્ટાન્ડર્ડ ડિડક્શન માં વધારો કરવામાં આવશે જે કરદાતાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. હાલના તબક્કે વર્ષ 2019 માં સ્ટાન્ડર્ડ ડિડકસનની રકમ 50000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી હતી જે હજુ સુધી યથાવત રાખવામાં આવેલી છે. ત્યારે આવનારા સમયમાં આ રકમનો આંકડો ૩૦થી ૩૫ ટકા વધારવામાં આવે તેવી પણ હાલ વાત સામે આવી રહી છે.
વર્ષ 2019માં ડિડકસન 50000 રૂપિયા રાખવામાં આવ્યું હતું.
એટલું જ નહીં સરકારે આ અંગે સમયાંતરે જ્ઞાન અને નજર પણ કેન્દ્રિત કરવી જોઈએ જેથી સરકાર અને કરદાતાને કોઈપણ પ્રકારનો આર્થિકમાર ન પડે. સામે હાલ કોરોનાની વિકટ સ્થિતિને ધ્યાને લઇ સરકારે તમામ પ્રકારે નિર્ણય યોગ્ય રીતે કરવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે જો આ કરવામાં સરકાર સફળ થશે તો તેના લાભ ખરા અર્થમાં મળતા રહેશે.
ભારત દેશ માટે તેના કરદાતાઓ ખૂબ મહત્વ ધરાવે છે ત્યારે કરદાતાઓને તે પ્રશ્ન ઉદભવી થઈ રહ્યા છે તે ન થાય તેના માટે સરકાર અને નાણા મંત્રાલય પણ સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. હાલના તબક્કે એ વાત સામે આવી રહી છે કે સમગ્ર વિશ્વમાં ભારતનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ખૂબ જ ઓછું છે સામે ગોવિંદ ની પરિસ્થિતિ ને પણ સરકારે ધ્યાને લઇ આ આંકડો વધારવો જોઇએ ત્યારે હાલ જે પ્રપોઝલ આપવામાં આવેલી છે તે 30 થી 35 ટકા જેટલી છે. જે ની મંજૂરી આગામી સમયમાં મળે તેવું ખાસ માનવામાં આવી રહ્યું છે.