શોભાયાત્રા સાથે જ્ઞાતિભોજનનું ભવ્ય આયોજન : શોભાયાત્રામાં રપ૦૦૦ જેટલા કોળી સદસ્યો ઉ૫સ્થિત રહેશે : સંતો-મહંતો સાથે રાજકીય નેતાઓ પણ આપશે હાજરી : આગેવાનો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે
મકર સક્રાંતિના દિવસે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવનો પ્રાગટય દિવસ હોઇ આ નીમીતે શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા માંધાતા પ્રાગટય મહોત્સવનું ભવ્ય આયોજન માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભુપતભાઇ ડાભીના માર્ગદર્શન નીચે કરાયું છે. આ પ્રાગટય મહોત્સવની ઉજવણીના ભાગરુપે તા. ૧૪ ને મંગળવારના રોજ ગોંડલ ખાતે વિવિધ ધાર્મિક આયોજનો તેમજ શોભાયાત્રા અને એકસાથે પાત્રીસ હજાર જ્ઞાતિજનોનો ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહા મંડલેશ્ર્વર ૧૦૦૮ હરિચરણદાસજી મહારાજ તથા ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ તથા અક્ષર મંદીર ગોંડલના કોઠારી સ્વામી દિવ્ય પુરુષ સ્વામી ઉ૫સ્થિત રહી બધાને આર્શિવચન આપશે. આ કાર્યક્રમના અઘ્યક્ષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ પાણી ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા, રાજય સરકારના મંત્રી પરષોતમભાઇ સોલંકી, ગુજરાત રાજય કોળી સમાજના પ્રમુખ કાળુભાઇ ડાભી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય ગીતાબા જે. જાડેજા, જેન્તીભાઇ ઢોલ તેમજ બક્ષીપંચ મોરચો ગોંડલ શહેરના પ્રમુખ ચંદુ ભાઇ ડાભી આગેવાનો તેમજ સંતો મહંતો આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ માંધાતા દેવની એક શોભાયાત્રા માંધાતા પાર્ટી પ્લોટ ભગવતપરા મેનઇ રોડ ગોંડલ ખાતેથી પ્રારંભ થઇ ને ઘોઘાવદર ચોક, પટેલવાડી, સેન્ટ્રલ ટ્રોકીઝ માંડવી ચોક, કડીયા લાઇન જેલ ચોક, પાંજરાપોળ:, ફુલવાડી, માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પુર્ણાહુતિ થશે.પુર્ણાહુતિ બાદ રપ હજારથી વધુ જ્ઞાતિજનો અને આમંત્રીતો માટે સમુહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લા ૧૩ વર્ષથી ગોંડલમાં કોળી સમાજના આગેવાન ભુપતભાઇ ડાભી અને પૂર્વ નગરપતિ ચઁદુભાઇ ડાભી, મુકેશભાઇ મકવાણા, માર્ગદર્શન નીચે ઉજવાતા આ પ્રાગટય મહોત્સવમાં આ વર્ષે યોજનારી આ ભવ્ય શોભયાત્રામાં ૧૦૦૦ જેટલા બાઇક, ૩૦૦ જેટલી મોટર કાર અને ઇષ્ટદેવ માંધાતા, વેલનાથ, વિરાંગના જલકારી બાઇ, વિર તાનાજીના જીવન ચરિત્રને રજુ કરતા ૧પ જેટલા ભવ્ય સુશોભીત રથ પણ આ શોભાયાત્રાની શોભા વધારશે આ શોભાયાત્રામાં રાજયભરમાંથી તેમજ ભારતભરમાંથી રપ હજાર જેટલા કોળી સદસ્યો ઉ૫સ્થિત રહેનાર છે.આ સમગ્ર અદભુત પૂર્વ આયોજનને સફળ બનાવવા માંધાતા ઉત્સવ સમીતીના પ્રમુખ હિરેનભાઇ ડાભી, મહેશજી કોલી, વિજય ગોહેલ, વિપુલ જાદવ, પરેશ મકવાણા, મુકેશ મકવાણા, રમેશભાઇ મકવાણા, હરેશભાઇ ગણોદિયા (પત્રકાર), હરી દહાદીયા, વિજયભાઇ ગોહેલ, કિશોભાઇ જમોડ, ભરતભાઇ મકવાણા, અજયભાઇ ડાભી, પુનાભાઇ સાકરીયા,નીતીનભાઇ કોબીયા તેમજ ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના અનેક કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં શોભાયાત્રા કાલે સવારે ૭ કલાકે, જ્ઞાતિભોજન બપોરે ૧૨.૩૦ કલાકે, માંધાતા પાર્ટી પ્લોટ, ભગવતપરા મેનઇ રોડ, ગોંડલ ખાતે યોજાશે.