દેશ-વિદેશથી ગોંડલ આવતા સહેલાણીઓ મ્યુઝીયમ નિહાળી શકશે
ગોંડલ રાજવી પરિવાર દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાને લઇ લોકડાઉન ની શરૂઆત થી જ દરબારગઢ (નવલખા પેલેસ) અને ઓર્ચાડ પેલેસ મ્યુઝિયમને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા આગામી નૂતન વર્ષના દિનથી જ સહેલાણીઓ માટે ફરીથી મ્યુઝિયમ ખુલ્લા મુકવામાં આવનાર છે.
ગોંડલ રાજવી પરિવાર દ્વારા કોરોના ને ધ્યાને લઇ ત્રણે મ્યુઝિયમ બંધ કરી દેવામાં આવ્યા હતા હાલ દેશ અનલોક તરફ જઈ રહ્યો હોય પ્રવાસીઓનું આવન-જાવન ધીમે ધીમે વધી રહ્યું હોય રાજવી પરિવાર દ્વારા આગામી નૂતન વર્ષના દિવસથી ફરીથી ત્રણે મ્યુઝિયમ ખુલ્લા મૂકવા નિર્ણય લેવાયો છે
આ અંગે રાજવી પરિવાર દ્વારા જણાવ્યું હતું કે પ્રતિવર્ષ દેશ-વિદેશથી અનેક સહેલાણીઓ દરબારગઢ (નવલખા પેલેસ)માં આપેલી ક્રોકરી મ્યુઝિયમ, બગીઓ તેમજ રાજવી કાળની ચીજ વસ્તુઓ જોઈ અચંબિત થતા હોય છે, સાથોસાથ ઓર્ચાડ પેલેસ તેમજ ગાર્ડન જોઈ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જતા હોય છે હાલ નૂતન વર્ષના દિવસે થી ફરીથી મ્યુઝિયમ ખુલ્લા મુકવામાં આવી રહ્યા હોય સહેલાણીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે અને સરકારી ગાઈડ લાઈન નું પાલન કરી મ્યુઝિયમ નિહાળી શકશે.