દલાતરવાડીની બહુ ચર્ચિત ઘટનામાં આખરે તંત્ર દોડતુ થયુ
અબતક, જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ
ગોંડલ માં આડેધડ બાંધકામો ની દલા તરવાડી જેવી ઘટનાઓ વચ્ચે અદાલતે આકરુ વલણ દાખવતા નગર પાલીકા તંત્ર ને દોડાદોડી થવા પામી હતી.અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાયઁવાહી હાથ ધરાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેર નો પોશ વિસ્તાર ગણાતા મહાદેવવાડી ના ન્યાયમંદિર રોડ પર 225 ચો.મી.જગ્યા માં નિયમો ની ઐસીતૈસી કરી ડોક્ટર વિપુલ વેકરીયા દ્વારા પોતાની હોસ્પિટલ માટે સાત માળ નુ બાંધકામ કરાતુ હોય નગર પાલીકા દ્વારા નોટીસ અપાઇ હોવા છતા બાંધકામ ચાલુ રહેતા આ વિસ્તાર મા સલામતી ના મુદે ઉચાટ ફેલાતા આખરે ગોંડલ મહારાજા હિમાંશુ સિંહજી એ અદાલત માં અરજ કરતા અદાલતે જોખમી એવા ગેરકાયદેસર ચણાયેલા બે માળ ના બાંધકામ ને તોડી પાડવા હુકમ ફરમાવી એક થી પાંચ માળ ના બાંધકામ ને જેછે તે સ્થિતિ મા રાખવા સ્ટે ફરમાવ્યો હતો હતો.
અદાલત ના હુકમ સામે ડો.વિપુલ વેકરીયા એ એડી.ડિસ્ટ્રિક્ટ જજ ની અદાલત મા અપીલ કરતા અદાલતે તેમની અપીલ અમાન્ય રાખી ફગાવી દીધી હતી.
દરમ્યાન ડો.વિપુલ વેકરીયા એ હાઇકોર્ટ નો આશરો લેતા તા.2 ના સુનવણી હાથ ધરાઇ હતી. જેમા હાઇકોર્ટ દ્વારા નગરપાલીકા ના ચિફ ઓફિસર નો ઉધડો લઈ ગેરકાયદેસર બાંધકામ ની ગંભીર નોંધ લઇ નીચલી અદાલત ના હુકમ ની અમલવારી શા માટે નાં કરી તેવો સવાલ કરી તંત્ર ની ઝાટકણી કાઢી ગેરકાયદેસર બાંધકામ તોડીપાડી તા.8 /9/22 ની મુદત મા તેનો રિપોર્ટ રજુ કરવા તાકીદ કરી હતી.
હાઇકોર્ટ નાં આકરા વલણ થી નગર પાલીકા તંત્ર દોડતુ થયુ હતુ.અને ચકચારી બનેલી ડોક્ટર ની બિલ્ડીંગ નુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાયઁવાહી હાથ ધરી હતી.
ગેરકાયદેસર બાંધકામ માટે ખુદ ગોંડલ મહારાજા ને અદાલત ના દ્વાર ખખડાવા પડે તેવી ચકચારી ઘટના અંગે નગરપાલીકા તંત્ર દ્વારા જણાવાયુ કે ડો.વિપુલ વેકરીયા ને અલખ ચબુતરા થી ન્યાયમંદિર જતા માગઁ પર તેની હોસ્પિટલ ના બિલ્ડીંગ માટે પાંચ માળ માટે 220 ચો.મી.જગ્યા પૈકી દરેક માળે 62 ચો.મી.નુ બાંધકામ કરવા તથા માર્જિન ની જગ્યા ચારેય તરફ ખુલ્લી રાખવા મંજુરી અપાઇ હતી.પરંતુ ડોક્ટર દ્વારા નિયમો નુ ઉલ્લઘન કરી 214 ચો.મીટર નુ બાંધકામ દરેક માળે ખડકી દઇ ગેરકાયદેસર બાંધકામ કર્યુ હતુ.આ અંગે નગર પાલીકા દ્વારા નોટિસ પણ અપાઇ હતી.
બીજી તરફ ડોક્ટર વિપુલ વેકરીયા એ જણાવ્યું કે અમે અદાલત નાં આદેશ ને શિરોમાન્ય કર્યો છે.પણ ગોંડલ માં માત્ર અમારુ જ બાંધકામ નજર માં આવ્યું! તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.