સાઈના અને કશ્યપ આઉટ: સિંધુ માટે ચેમ્પિયનનું ટાઈટલ જીતવા માટે ઘર આંગણે સોનેરી તક
વર્તમાન ચેમ્પિયન તથા પ્રથમ ક્રમાંકિત ભારતની પી.વી. સિંધુએ ત્રણ ગેમ સુધી રમાયેલા સંઘર્ષ પૂર્ણ મુકાબલામાં સ્પેનની બિટરિસ કોરાલેસને હરાવીને ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયન શિપની સેમી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.
બીજી તરફ મેન્સ સિંગલ્સમાં પી કશ્યપને પરાજયનો સામનો કરવો પડયો. વિશ્ર્વની ટોચની ખેલાડી સિંધુએ ૩૬મો ક્રમાંક ધરાવતી સ્પેનિશ ખેલાડીને ૫૪ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૨૧-૧૨, ૧૯-૨૧,૨૧-૧૧ થી ત્રણ સીધા સેટમાં હરાવી હતી.
સાઉથ ઈન્ડીયન ખેલાડી પરૂપલ્લી કશ્યપને ચીનના કિયાઓ સંગમાએ ૨૧-૧૬, ૨૧-૧૮થી માત્રને માત્ર બે જ સીધા સેટમાં હરાવ્યો હતો.
જેના પર બોલીવૂડમાં બાયોપિક બની રહી છે તે સુપરસ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલનો અમેરીકાની બાઈવાન ઝાંગ સામે ૧૦-૨૧, ૧૩-૨૧થી બે સેટમાં પરાજય થયો હતો.
એકંદરે સિંધુએ ભારતની લાજ રાખી જયારે સુપરસ્ટાર સાઈના ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. બાય ધ વે, સાઈનાની બાયોપિકમાં શ્રધ્ધા કપૂર ટાઈટલ રોલ નિભાવી રહી છે.