ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં ૧.૫૦ કરોડના વીમા કવચ સાથે

ગુંસાઇજીના દર્શન ચુંદડી મનોરથ ગીરીરાજ દર્શન સહિતનો ફલોટ બનાવી ભોજરાજપરા બન્યું ગોકુલ મથુરા: કૃષ્ણજન્મ મહોત્સવને વધાવવા ગોંડલ આતુર

ગોંડલ એટલે સર ભગવતસિંહજીની ભુમી અને ગોકુળીયા ગોંડલમાં છેલ્લા ૧૯ વર્ષથી ગોલ્ડન ગ્રુપ દ્વારા દર વર્ષ જન્માષ્ટમીમાં કૃષ્ણજન્મ મહોત્સવને વધાવવા ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડન ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મ મહોત્સવને વધાવવા ૨૫૦ જેટલા કૃષ્ણપ્રેમી કાર્યકરો છેલ્લા ર૦ દિવસથી મહેનત કરી રહ્યા છે. આ યુવાનો વિવિધ ફલોટ, લાઇટ ડેકોરેશન અને મંડપ અને શણગાર વ્યવસ્થા કરી રહ્યા છે. ગોલ્ડન ગ્રુપ દ્વારા તૈયાર થઇ રહેલા ફલોટસ જેમાં શ્રી ગુંસાઇજી ના દર્શન ચુંદડી મનોરથ ભાવાત્મક દર્શન શ્રી ગીરીરાજ દર્શનમાં ભાવિકોને શ્રી વૃજધામના દર્શન થાય એવું આબેહુબ પ્રતિકૃતિ બનાવી રહ્યા છે.

IMG 20180831 WA0001તા.૧ ને શનિવાર ના રોજ ભાવિકોના દર્શન માટે ફલોટસ ખુલ્લા મુકાશે તા.૩ ને સોમવારના રોજ બપોરે ગોલ્ડન ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે અને શોભાયાત્રામાં જોડાયેલ કૃષ્ણપ્રેમી ભાવિકો માટે એક લાખ આયુર્વેદીક છાશ આપવામાં આવશે ત્યારબાદ સાંજે ૬ વાગ્યેથી કૃષ્ણરાસથી કાર્યક્રમની શરુઆત થશે ત્યારબાદ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા શ્રીનાથજીની સુમધુર ભકિત ગીતો સાથે ઝાંખી કરવામાં આવશે ત્યારબાદ બરોબર રાત્રીના ૧ર વાગ્યેના ટકોરે ધુમ ધામથી કૃષ્ણજન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવશ અને હાજર રહેલા ભાવિકોને પ્રસાદ સ્વરુપે આઇસ્ક્રીમ આપવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ડ્રોન કેમેરા દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, દિવ્યેશભાઇ વેકરીયા, નિલેશભાઇ રૈયાણી, વિક્રમભાઇ પોપટ, અતુલભાઇ ઠુંમર, ગોપાલભાઇ સખીયા, વિરેન્દ્ર તલાવીયા તથા ગોલ્ડન ગ્રુપ ની સમગ્ર ટીમ તથા ભોજરાજપરા વિસ્તારના લતાવાસીઓ તથા મુસ્લીમભાઇઓ પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.