૩૦૦૦ ખેલૈયાઓ ગોગલ્સ પહેરી ગરબે ધૂમ્યા
ખોડલધામ વેસ્ટઝોન ખાતે નવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે માનાં નવલા નોરતાના આઠમનાં દિવસે ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ’માં રેકોર્ડ નોંધાવ્યો હતો.
આ રકોર્ડ બનાવા માટે ૨૫૦૦ થી ૩૦૦૦ લોકો એક સાથે ગોગલ્સ પહેરીને ગરબે ધુમ્યા હતા સાથોસાથ મુખ્ય મહેમાન તરીકે શિવરાજ પટેલ, બ્રિગેડીયર અજીતસિંહ સહિતના મહાનુભાવો પધાર્યા હતા. અને ગરબાને માણ્યા હતા.
ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાંથી પધારેલા આલોકકુમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત તેમને ખૂબજ પસંદ છે. તેમાં પણ રાજકોટની ધરતીપર ખૂબજ ઉત્સાહીત લોકો વસે છે આ અગાઉ પણ રાજકોટમાં તેઓ પધારેલા છે. અને રાજકોટના લોકોનો ઉત્સાહ હરહંમેશ મોખરે હોય છે. ખાસતો એક કલાક સુધી કોન્સટન્ટ ગરબા રમી ને વર્લ્ડ રેકોર્ડ ભાગ રાજકોટીયન બન્યા છે દર વર્ષે રાજકોટમાં તેમાં પણ ખાસ ખોડલધામ દ્વારા અવનવા રેકોર્ડ સર્જાય છે. ત્યારે ત્યારે ૨૫૦૦થી ૩૦૦૦ લોકો સ્પીરીટથી ગરબે ધુમ્યા અને રેકોર્ડ પોતાને નામે કર્યો છે.