અબતક, નવીદિલ્હી

સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે સમગ્ર વિશ્વને ભારત દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નીતિ આયોગ ના સીઈઓ અમિતાભ કાન્ત એ જણાવ્યું હતું કે આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં ફિંટેક ઇન્ડસ્ટ્રીની વેલ્યુ 11 લાખ કરોડને પાર પહોંચશે જેનું મુખ્ય કારણ એ છે કે નાણા ન આપતી સંસ્થાઓ ડિજીટલ સિસ્ટમ ને સંપૂર્ણ રીતે અપનાવી રહી છે અને તે દિશામાં સતત આગળ વધે છે. એટલે કહી શકાય કે જે નાણાકીય સંસ્થાઓ ડિજિટલને યોગ્ય રીતે અપનાવ્યું હશે તેનો સુવર્ણકાળ આવશે. ફિંટેક ઇન્ડસ્ટ્રીઝનું ભાવિ ખૂબ જ વધુ છે ત્યારે આવનારા સમયમાં જે પરંપરાગત બેંકો હોય તેઓએ પોતાના તમામ વ્યવહારો અને ડિજિટલ કરવા ખૂબ જરૂરી છે જો આ કરવામાં તેઓ સફળતા પ્રાપ્ત કરશે તો ભારત દેશને ખૂબ મોટી સફળતા અંકે થશે.

પરંપરાગત બેંકોને સંપૂર્ણ ડિજિટલી સુસજ્જ કરવા મેકેનિઝમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ખૂબ જ જરૂરી

વધુમાં નીતિ આયોગના સીઇઓએ જણાવ્યું હતું કે ઓક્ટોબર 2021 સુધીમાં હેઠળ શાળા 350 કરોડના નાણાકીય વ્યવહાર થયેલા છે. તેથી જે કોઈ નાણા ન આપતી સંસ્થા આ દિશામાં વધુ ને વધુ આગળ વધશે અને ડિજિટલ ને અપનાવશે તો ફાઇનાન્સિયલ ટેક કંપનીઓને ઘણો ફાયદો પહોંચાડે અને તેની સીધી જ સફળતા ભારત દેશને પણ મળશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડિજિટલ ને વધુ વેગવંતુ બનાવવા માટે યોગ્ય મેકેનિઝમ અને તે અંગેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવું ખૂબ જ જરૂરી છે જો આ કાર્ય કરવામાં કોઇ પણ દેશ સફળ થાય તો તેનો સીધો જ લાભ દરેક દેશને મળી શકે છે. એટલુંજ નહીં ડિજિટલ ને વધુ વેગવંતુ બનાવવા માટે બ્લોકચેઇન ટેકનોલોજીને પણ અમલી બનાવી કેટલી જરૂરી છે.

નીતિ આયોગના સીઈઓના જણાવ્યા અનુસાર ફિંટેક ઇકોસિસ્ટમ હવે ગ્રાહકોની સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ મહત્વપૂર્ણ પરિબળ સાબિત થશે સાથોસાથ વધુને વધુ લોકો ડિજિટલ ને અપનાવી ડિજિટલ લાઈફ થાય તે દિશામાં પણ અનેકવિધ ક્રાંતિઓ સર જોવામાં આવશે. યોગ્ય મેકેનિઝમ ઉભું કરવાથી ફિંટેક કંપનીઓ કે જે ઇન્સ્યોરન્સ, પર્સનલ ફાઈનાન્સ અને ગોલ્ડ લેન્ડિંગ માં કાર્ય કરતું હશે તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હાલ ભરાતદેશમાં 2100 ફિંટેક કંપનીઓ છે જેમાંથી ગત 5 વર્ષના સમયગાળામાં 67 ટકા કંપનીઓ ઉભી અને પ્રસ્થાપિત થયેલી છે. હાલ આ ઇન્ડસ્ટ્રી 27.6 બિલિયન ડોલરનું યોગદાન આપે છે જે હવે આગામી 2025 સુધીમાં 150 બિલિયન ડોલર સુધી પહોંચશે.

અંતમા તેઓએ જણાવ્યું હતું કે ડિજિટલમાં સરકારનું યોગદાન પણ ખૂબ મહત્વનું રહેશે જેમાં આ તમામ પ્રકારની કંપનીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવા અને જરૂરી તમામ સુવિધાઓ આપવી પડશે. એટલું જ નહીં ભારત દેશ એ લોકોને વધુ ને વધુ ડિજિટલ તરફ જાગૃત કરવા માટે અનેકવિધ સેમિનાર અને કાર્યક્રમનું પણ આયોજન કરવું પડશે જો આ કરવામાં ભારત દેશ સફળ થશે તો તેનો લાભ મહત્તમ અંશે ભારતને મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.