સોનાના દાગીનાની ડિઝાઈન જોવાના બહાને પાંચ સ્થળે છેતરપિંડી કર્યાની કબુલાત
રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુરના ત્રણ મહિલા સહિત પાંચ લોકોને ઘરેણાની ડિઝાઈન જોવાનું કહી રૂ.૫.૪૦ લાખના ૨૭ લાખના ઘરેણા તફડાવી જનાર ગેંગના સભ્યોને એસઓજીએ ઝડપી લઈ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલયો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં આર્થિક ગુનાઓને અંજામ આપતી ટોળકી સક્રિય હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને ધ્યાને આવતા આપેલી સુચનાને પગલે એસઓજીના પી.આઈ પલ્લાચાર્ય સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સોને ઝડપી લીધા છે. ઝડપાયેલી ગેંગના સભ્યો દ્વારા વર્ષ ૨૦૧૮ જાન્યુઆરીમાં જેતપુરના પટેલનગરમાં રહેતા વાસુદેવ પરસોતમ ઠાકર નામના ૮૪ વર્ષીય વિપ્ર વૃદ્ધ અને પાડોશમાં રહેતા બીનાબેન વિનોદભાઈ પારેખનો વિશ્વાસ કેળવી ઘરેણાની ડિઝાઈન જોવા રૂ.૧.૪૦ લાખના સાત તોલા ઘરેણા નજર ચુકવી લઈ ગયાની છે.
જયારે ધોરાજીના રાડીયા હનુમાનજી મંદિર પાસે શુકલ શેરીમાં રહેતા મંજુલાબેન મગનભાઈ સેજપરા નામની ૭૦ વર્ષીય સોની મહિલા, સરસ્વતીબેન મહેન્દ્રકુમાર વનાળી અને ભગવાન ચકુ પાનસુરીયા સહિત ત્રણ વ્યકિતઓને વિશ્વાસમાં લઈ સોનાના ઘરેણાની ડીઝાઈન જોવાનું કહી રૂ.૪ લાખની કિંમતના ૨૦ તોલા ઘરેણા નજર ચુકવી તફડાવી ગયાની કબુલાત આપતા એસઓજીના સ્ટાફે ગેંગના સભ્યો સામે ગુનો નોંધી અન્ય કયાં-કયાં સ્થળે આવા પ્રકારના ગુના આચર્યા છે અને પોલીસે મુદામાલ કબજે કરવા તજવીજ હાથધરી છે.