ઠેર-ઠેર પંડાલોમાં ભગવાન ગણેશની સ્થાપના વિધી: ગણેશ મહોત્સવના પ્રથમ દિને દુંદાળા દેવની ભકિતમાં લીન થતાં ભાવિકો
ગણેશ મહોત્સવનો ગઇકાલથી પ્રારંભ થયો છે. ગઇકાલે સૌરાષ્ટ્રભરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ દિને પંડાલોમાં દુંદાળા દેવની સ્થાપના બાદ પૂજન, અર્ચન અને મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉમટી પડી ધર્મલાભ લઇને ધન્યતા અનુભવી હતી.
ધેલા સોમનાથ
ધેલા સોમનાથ મંદીરે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના જીતુભાઇ રાઠોડ તરફથી તેમજ સહભાગી જીલુ ભગત કંધેવાળીયા તેમજ સવસીભાઇ રબારી તરફથી આ ઉત્સવ ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ગણપતિ ઉત્સવ તા. ૨૧ રહેશે અને ત્યારબાદ મૂતિ વિ:સર્જન કરવામાં આવશે.
આ ઉત્સવમાં કમીટીના સભ્ય સોમગરભાઇ ગોસાઇ, અનિલભાઇ મકાણી, ચંદુભાઇ માઢક, વહીવટદાર મનુભાઇ શીલુ, નાયબ મામલતદાર પી.એમ. ભેંસાણીયા, બળવંતભાઇ શુકલ (શુકલદાદા), હસમુખભાઇ જોશી, વિક્રમગિરી તેમજ મેનેજર વિરગરભાઇ ગોસાઇ, પરેશભાઇ ગરણિયા તથા દીલીપભાઇ શીલુ, યતિન્દ્રભાઇ શીલુ, દિક્ષીતગીરી ગોસાઇ વિગેરે આ ઉત્સવમાં જોડાયેલ
આજ રોજ હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ. તથા ૩૦૦ થી ૪૦૦ દર્શનાર્થીઓએ સોમનાથ દાદાના ભોજન પ્રસાદનો લાભ લીધેલ
જસદણજસદણ શહેરમાં શુભમુહુર્તમાં દુંદાળા દેવ ગણપતિજીની મુર્તિઓનું વિવિધ વિસ્તારમાં સ્થાપન કરતા ગણેશભકતોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા હતા. જસદણમાં માત્ર મોતીચોક, ટાવર ચોક જેવા વિવિધ વિસ્તારોમાં નહી પણ બહોળી સંખયામાં અનેકા એક લોકોએ પૂજય બાપાની ઘેર ઘેર સ્થાપના વખતે અનેક પરિવાર ભાવવિભોર બની ગયા હતા. ગણેશોત્સવના પ્રારંભે પ્રસાદીમાં મોદકની ધુમ મચી હતી.
ઓખાઓખામાં આ વષે રેકડ બ્રેક ર૧ પંડાલોની જુદા જુદા એરીયામાં સ્થાપના કરવામાં આવી છે. તેમાંયે નવી બજાર કા રાજા અને ઓખાના રાજા ગણપતિની અનોખી એન્ટ્રી જોવા મળી હતી. જેમાં ઓખા કા રાજાની યુવા ટીમે મહારાષ્ટ્રીયન ડ્રેસ પરીધાન કરી સર્વેએ મહારાષ્ટ્રીયન ટોપી પહેરી આખા ગામમાં ગણપતિ બાપા મોરીયાના નારા સાથે ગણેશ સવારી કાઢી હતી. આમ ઓખામાં ગણેશ પડાલો સાથે મહારાષ્ટ્રમાં ફેરવાયેલું નજર આવે છે.
લાઠીલાઠી શહેરના વિવિધ વિસ્તારના પંડાલમાં ગણપતિજી ની સ્થપના કરી ભાવીકોએ ધન્યતા અનુભવી હતી. સુશોભિત બળદ ગાડા રથ મોટર કારમાં ગૌરીનંદનનો શોભાયાત્રા ઢોલ નગારાને શરણાઇ ના સુર અબીલ ગુલાલની સોળ સાથે શહેરભરના અનેકો વિસ્તારમાં ગણેશ સ્થાપના કરાય હતી. ચાવડા દરવાજા મકવાણા શેરી બગીચા પાસે મહાવીર નગર લુવારીયા ગેઇટ દરબારી ચોક ભવાની સર્કસ સહીત ના ગણપતિની રથયાતા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
રાજુલારાજુલામાં ચતુર્થીના દિવસે ઠેક ઠેકાણે ગણેશજીના સ્થાપનાઓ કરવામાં આવે છે અને ખુબ જ ભકિતભાવથી અને બેન્ડવાજા સાથે સ્થાપના કરવામાં આવે છે. રાજુલાના ટાવર ચોકમાં આવેલ લોકહિત યુવા ગ્રુપ દ્વારા પણ આજરોજ ગણેશજીની ખુબ જ વેદોકત વિધીથી સ્થાપના કરવામાં આવેલ છે.
આ લોકહિત યુવા ગ્રુપ દ્વારા સતત સાત વર્ષ પૂર્ણ કરીને ૮માં વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહેલ છે. આ ગણેશજીના પંડાલમાં દર વર્ષે યુવા ગ્રુપ દ્વારા રામદેવપીરનું આખ્યાન તથા સત્યાનારાયણ ભગવાની પૂજા રાખવામાં આવે છે. અને દરરોજ ભકિતભાવથી આરતી પુજા કરવામાં આવે છે.
ખીરસરાખીરસરા ગામે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના પરિવાર દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી ભાદરવા સુદ ચોથના દિવસથી ગણપતિની સ્થાપના કરી ઉજવણી છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવે છે જેમા વિઘ્નહર્તાની શોભાયાત્રા કાઢી મૂર્તિ સ્થાપન કરવામાં આવેલ છે અને આખો દિવસ ભકતજનો ગંજજાનંદ ગણપતિના દર્શનનો લાભ લેશે નવ દિવસની સ્થાપના રાખવામાં આવેલ છે. સવાર સાંજે આરતી સત્સંગની ગોઠવણી કરીને ગણેશ ઉત્સવની ઉજવણી ધામધુમથી મનાવવામાં આવે છે.
કેશોદકેશોદ શહેરતાલુકામાં ધામધુમથી ગણેશોત્સવ ઉજવવા સવારથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કેશોદ શહેરમાં વિવિધ યુવક મંડળ અને ગ્રુપ દ્વારા જુદા જુદા ચોક વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે.
માણાવદરમાણાવદરમાં ગણેશ ચતુર્થી ના પાવન દિવસે પાટીદાર યુવક મંડળ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગૌરીનંદન ગણેશજી ની ધામધુમથી બિરાજમાન થયા હતા શ્રધ્ધાળુઓએ બેન્ડવાજા ની સુરાવલી તેમજ અબીલ ગુલાલ છાંટીને વાજતે ગાજતે બાપા ના સામૈયા કર્યો હતા શહેરમાં અનેક શ્રધ્ધાળુઓએ ધરે ધરે પણ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી
દ્વારકાદ્વારકા શહેર માં આજે ઘરે ઘરે ગણપતિ સાથે ૨૦ જેટલા વિસ્તારો માં ગણપતિ દાદા ને આવકારી પૂજન અર્ચન ની શરૂઆત કરવામાં આવી હતી. દ્વારકા ના પ્રખ્યાત તથા પૌરાણીક કહી શકાય એવા તીનબત્તીચોક ખાતે આવેલ ગણપતિ દાદાને ૫૧૦૦ લાડુ અર્પણ કરી સ્વાગત સાથે પુજન કરવામાં આવ્યુ. દ્વારકા ના સેવાભાવી ઇશ્ર્વરભાઇ ઝાખરીયા દ્વારા તીનબત્તીચોક ખાતે બીરાજમાન શ્રી ઞણેશજીને ૫૧૦૦ લાડુ શહેરને ભક્તો દ્વારા પૂજન સાથે ધરવામાં આવ્યા બાદ પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મા ઇકો ફ્રેન્ડલી ગણેશ જી નો ક્રેઝ વધુ પડતો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદ ખૂબ નિમ્ન પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા માટી નાં ગણપતિ બાપ્પા ને પોતાની સેરીઓ અને ઘરો મા માટી ના ગણપતિ બાપ્પા ને બિરાજ માન કરિયા છે. માટી ના ગણપતિ બાપ્પા ની મૂર્તિ બનાવી અને પોતાની જગ્યા એ સ્થાપના કરવામાં આવી છે માટી ના ગણપતિ બાપ્પા ની સ્થાપના ના કારણે મોંઘી બનતી ફ્રેંશી ગણેશ જી ની મૂર્તિ ભાવ પણ ઉંચા (૩૦૦૦૦ થી ૩૫૦૦૦) હોય છે અને એ પણ નોન ઇકો ફ્રેન્ડલી હોય છે અને માટી નાં બનેલા ગણેશજી હાથે બનવા મા આવે છે અને તે ઇકો ફ્રેન્ડલી હોય છ
ધોરાજીધોરાજી જય ગણેશા દેવા ના નાથ સાથે ગણપતિ મહોત્સવ નો ભવ્ય પ્રારંભ થઈ રહયો છે ત્યારે ધોરાજી મા બેન્ડ વાજા ની સુરાવલી અને ડીજે ના તાલે ભાવિકો દુંદાળા દેવ ગણેશજીની સ્વાગત યાત્રા માં ભક્તો હર્ષ ભેર જોડાયા હતા સવારે શુભ મુહૂર્ત ગણપતિ બાપા ની વિધિવત્ સ્થાપના કરી ધોરાજી નાં બાવલા ચોક સ્ટેશન રોડ જેતપુર રોડ જેવા અનેક વિસ્તારો માં વિધ્નહર્તા દેવ ની સ્થાપના કરી હતી.
ત્યાર બાદ પૂજા અર્ચના કરવામાં આવી હતી ગણપતિ પંડાલો માં દસ દિવસ સુધી દિપમાળા મહાઆરતી જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમો રાસ ગરબા સત્યનારાયણ ની કથા જેવાં આયોજન કરવામાં આવશે અને ભક્તો દર્શન નો લાભ લઈને ધન્યતા અનુભવશે અને ભક્તો માં ભારે ઉત્સાહ અને આનંદ થી લોકો ઉજવણી કરશે.
વઢવાણવઢવાણ મા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી શિવરંજની સોસાયટી ના રહીશ દ્વારા આઠમોં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ગણેશ મહોત્સવ ને સફળ બનાવવા માટે આ વિસ્તાર ના ગોહિલ ધર્મેન્દ્રસિંહ , કંસારા પદમશી ભાઈ , વ્યાસ વિપુલભાઈ, તુલસી ભાઈ , ભીખા ભાઈ તેમજ આ સોસાયટી ના રહીશ ઓ ભારે જેમત ઉઠાવી રહ્યા છે
ઉપલેટારાજમોતીનગરમાં રાજમોતી ગૌશાળા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ રાજમોતીનગરમાં દુંદાળા દેવ ગણપતિનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવેલ હતુ અને દરરોજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ઉપલેટામાં સાંતલ ગ્રુપ દ્વારા જીરાપા કા રાજા ગણપતિ બાપાનું શાસ્ત્રોકત વિધિ પૂજન સાથે સ્થાપન કરવામાં આવેલ સાંજે ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે વિઘ્ન હર્તા દેવની મહાઆરતી ઉતારવામાં આવી હતી.
ભાયાવદર
ભાયાવદરમાં આવેલ સરદાર ચોક પાસેની આવેલ ગલીમાં પાટીદાર યુવા ગ્રુપ દ્વારા ગણપતિ બાપાનું ધામધૂમ પૂર્વક સ્થાપન કરવામાં આવેલ હતુ તેમાં પ્રથમ દિવસે સ્થાપની આરતી અને પૂજનનો લાભ લેવા પાસ ક્ધવીનર શિતલબેન અને રજનીભાઈ બરોચીયા નજરે પડે છે.