Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 6

ઓટોમોબાઈલ એકમના જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેર પાર્ટ્સના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી એવમ તક વાળું સપ્તાહ. આ સિવાયના તમામ અન્ય ઔદ્યોગિક એકમના જાતકો તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તેમજ વ્યસ્ત નીવડશે. નાનાં તથા પરિશ્રમ વાળા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકૂળ અને પરિશ્રમી જણાશે. કુટુંબીજનો સાથે વાદવિવાદ સંયોગો. વિદ્યાર્થી, નિવૃત્ત, તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. 7 તથા 11 માર્ચ સાધારણ જણાશે.

વૃષભ (બ,વ,ઉ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 8

ઓનલાઈન બિઝનેસ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. એડવર્ટાઈઝમેન્ટ એકમના જાતકો આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મોટા કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે લાભદાયક સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જોવા મળશે. નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃત્ત, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 23, 24 ફેબ્રુ. સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 4

પોર્ટ એવમ ઈંડ્રસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટ એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ રહેશે સાથો સાથ લાભદાયક પણ નીવડશે. સખત પરિશ્રમ વાળા હેવી હ્યુજ દરેક ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. આ સિવાયના અન્ય,તમામ ઔદ્યોગિક એકમના જાતકો તેમજ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  કેવળ  8  માર્ચ જ  મધ્યમ રહેશે.

કર્ક  (ડ,હ) 

WhatsApp Image 2023 02 11 at 5.26.08 PM

બેંક એવમ બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો તથા ખાનગી મેનેજમેન્ટ ફર્મસના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાના સંયોગો. સલાહ સૂચન, માર્ગદર્શન પ્રદાન કરતા તમામ સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. છૂટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે પણ આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસના સંયોગો. સુખ-શાંતિ, વૃદ્ધિના સંયોગો.  છાત્રો, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી, માટે આ સપ્તાહ પણ લાભદાયક. 8 માર્ચ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 9

બ્રાંડેડ રેડીમેડ ગાર્મેંટ્સના આઉટલેટના જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેર્સના ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરના જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભ કારક નીવડશે, ધંધાને લઈને ભાગદોડ કે પ્રવાસ રહેવાના સંયોગો.  વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રો-ક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે લાભદેય સપ્તાહ. વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. મિત્રો તરફથી  સાથ સહકારના સંયોગો. વર્કીંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નીવડશે. 5 તથા 9 માર્ચ સાધારણ રહેશે.

કન્યા (પ,ઠ,ણ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 10

આ સપ્તાહ દરમ્યાન ભાગદોડ તથા પ્રવાસની સંભાવનાં સરકારી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું સપ્તાહ જણાશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી તથા સાનુકૂળ નીવડશે. કુટિર ઉદ્યોગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું રહેશે. છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભકારી અને વ્યસ્ત રહેશે. સગા, મિત્રો, સ્નેહી તરફથી  સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્તો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. 7 ત્થા 8 માર્ચ સામાન્ય જણાશે.

તુલા  (ર,ત)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 1

નાના કદના ઔદ્યોગિક એકમના જાતકો લાભકારી સપ્તાહ. વિદ્યુત સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. તથા ડેરી ફાર્મ એવમ મિષ્ઠાન એકમના જાતકો તથા કંદોઈ માટે લાભકારક સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર-વાણીજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભકારી નીવડશે. પરિશ્રમી સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જણાશે.  વિદ્યાર્થી, નિવૃત્ત,  મહિલા કર્મી, ગૃહિણી માટે સાનુકૂળ સપ્તાહ. 9 માર્ચનો દિવસ  સામાન્ય નીવડશે.

વૃશ્ચિક (ન,ય)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 7

ખાનગી શૈક્ષણિક એકમના જાતક માટે સરેરાશ સપ્તાહ. સરકારી શૈક્ષણિક એકમના શિક્ષકો તથા કર્મચારીઓ માટે પ્રમોશનની સંભાવના સાથે લાભકર્તા સપ્તાહ. લાભદાયી તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના તમામ મોટા મોટા એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારી નિવડશે. છૂટક તથા નાનાં વ્યાપારીઓ માટે લાભદાયક સપ્તાહ. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વુમન, સંતાન, વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. 8 માર્ચ સામાન્ય રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 2

ફેબ્રીક ફર્નીશીંગ એકમના ઔદ્યોગિક તેમજ વાણિજ્ય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટિર તથા નાના ઔદ્યોગિક એકમના જાતકો તથા છૂટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. આ સિવાયના અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ  સાનુકૂળ  નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. પ્રમોશનના સંયોગો. સગા સ્નેહીઓ તેમજ કુટુંબ-પરિવાર દ્વારા સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી,ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે ફાયદાકારક સપ્તાહ. 8 માર્ચ સરેરાશ જણાશે.

મકર (ખ,જ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 3

ઓટોમોબાઈલ એવમ સીવીલ એંજીનીયરીંગના એકમના જાતકો માટે આ સપ્તાહ આંશિક રીતે લાભદાયક નીવડશે. વિદ્યુત કે અગ્નિ સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક એકમના જાતકો માટે સરેરાશ એવમ પ્રતિકૂળ સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે દોડધામ વાળું તથા વ્યસ્ત સપ્તાહ. પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ જણાશે.  વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  9 તથા 10 માર્ચ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM

હસ્ત કલા એવમ કારીગરી/શિલ્પ ક્ષેત્રના જાતકો માટે લાભકારી સપ્તાહના સંયોગો. સૌંદર્ય પ્રસાધન તથા તેને સંબંધિત તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમોના જાતકો માટે આ સપ્તાહ તેજીલું લાભદાયી જોવા મળશે. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ ખૂબ જ સાનુકૂળ નીવડશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પ્રતિકૂળ સપ્તાહ. પરિવારમાં સુમેળ યથાવત. ગૃહિણીઓ, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે લાભકારી સપ્તાહ. 10 જુન મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

WhatsApp Image 2023 02 11 at 5.26.09 PM 5

આ સપ્તાહે, જૂના કે ચડત કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાની સંભાવનાઓ. દક્ષિણી વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ઔદ્યોગિક- વાણિજ્યક એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે, સાથો સાથ પ્રવાસના પણ સંયોગો. આ સિવાયના ઔધોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 6 માર્ચ મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.