મેષ (અ,લ,ઈ)
અધૂરા રહેલા કામકાજનો નિકાલ થવાના સંયોગો. કુરિયર કાર્ગો એકમના જાતકો એવમ પ્રિન્ટ્સ, કાગળ, પ્રકાશન એકમના જાતકો ત્થા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ પણ સંઘર્ષ વાળુ જણાશે, પરંતુ સાથે લાભકારી રહેશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના જાતકો તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે હજુ આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, મહિલા કર્મી,ગૃહિણી તથા છાત્ર માટે સપ્તાહ લાભદાયક નીવડશે. 23 ફેબ્રુઆરી સામાન્ય નીવડશે.
વૃષભ (બ,વ,ઉ)
ઓનલાઈન બિઝનેસ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. એડવર્ટાઈઝમેન્ટ એકમના જાતકો આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મોટા કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે લાભદાયક સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જોવા મળશે. નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, નિવૃત્ત, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 23, 24 ફેબ્રુ. સામાન્ય રહેશે.
મિથુન (ક,છ,ઘ)
પબ્લિક ટ્રાંસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ-લાભકારી નીવડશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કુટિર ઉદ્યોગ એવમ નાનાં કદના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. વ્યાપાર વણિજ એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ ઠીક ઠીક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વુમન માટે ફાયદાકારક સપ્તાહ. 20,22 ફેબ્રુઆરી સામાન્ય નીવડશે.
કર્ક (ડ,હ)
આયુર્વેદ એવમ પ્રાકૃતિક ચિકિત્સક એવમ તેની ફાર્મસીના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથે અનેક નવી તક મળવાના સંયોગો. જાહેર/રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. મોટા કદના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા ફાયદા થવાની સંભાવના. વ્યાપાર- વાણિજયક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ પણ લાભકારી. 22 ફેબ. સાધારણ રહેશે.
સિંહ (મ,ટ)
અધૂરા રહેલા તમામ કામકાજમાં સફળતા મળતી જણાશે તથા વિલંબ થતા કામકાજમાં ઝડપભેર નીવેડો આવવાની સંભાવના. આ સપ્તાહે સ્થળાંતર, યાત્રા, પ્રવાસના સંયોગો. ગ્રેઈન મર્ચન્ટ તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. આ સિવાયનાં અન્ય તમામ મોટા ઔદ્યોગિક એવમ વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે લાભકર્તા સપ્તાહ. સપ્તાહ દરમિયાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીના સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. પરિવાર તરફથી સહકારના સંયોગ. યુવાન, મહિલાકર્મી, છાત્ર તથા ગૃહિણી માટે ઉત્તમ સપ્તાહ. 21 ફેબ્રુઆરી સરેરાશ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
મોટા ઉદ્યોગ તથા લોખંડ સંબંધિત મશીનરીઝનાં તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે સાવ સામાન્ય સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. તમામ પ્રકારના છૂટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે નાની વાતે મનદુ:ખ થાય તેવા સંયોગો. છાત્રો, નિવૃત્ત, ગûહિણીઓ, મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ. 21 તથા 23 ફેબ્રુઆરી સામાન્ય જણાશે.
તુલા (ર,ત)
આ સપ્તાહ રાશિ માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું નીવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સના ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે લાભદાયક તથા ભાગદોડ વાળું સપ્તાહ. ઉદ્યોગ, ધંધા વ્યવસાયના પેન્ડીગ રહેલા કામકાજ પૂરા થઈ જવાના સંયોગો. અન્ય ઔદ્યોગિક એકમ તેમજ વાણિજ્ય એવમ વ્યવસાયિક એકમ એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ધંધા-વ્યવસાયમાં નવી તકો મળવાની સંભાવનાઓ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમિયાન હળવાં આર્થિક લાભ સાથે બદલી બઢતીના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 24 ફેબ્રુઆરી અર્ધ મધ્યમ જણાશે.
વૃશ્ચિક (ન,ય)
સ્વગૃહી તથા ઉચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ લાભદાયી નીવડશે. સર્વિસ બિઝનેસ તથા ક્ધસલ્ટંસી ફર્મસના જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાની સંભાવના. ગ્રેઈન ગ્રોસરી મર્ચટ્સ માટે ચડાવ ઉતારની સાથે લાભકર્તા સપ્તાહ. દરેક કદના ઔધોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ પરંતુ હળવું લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રના તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ. મહિલા કર્મીઓ, નિવૃત્તો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 25 ફેબ્રુઆરી સામાન્ય જણાશે.
ધન (ભ,ફ,ધ,ઢ)
લોખંડ સંબંધિત મશીનરીઝના તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. તમામ પ્રકારના છૂટક તથા જથ્થાબંધ વ્યાપારી એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના અધિકારી એવમ કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. સગા સાથે અણબનાવ થવાની સંભાવના. છાત્ર, નિવૃત્ત, ગûહિણી, મહિલાકર્મી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ. 20 તથા 25 ફેબ્રુઆરી સામાન્ય જણાશે.
મકર (ખ,જ)
સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. નાના ઔદ્યોગિક તથા કુટિર ઔદ્યોગિક એકમના જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે અર્ધ પ્રતિકૂળ તથા ભાગદોડ વાળું સપ્તાહ. પ્રિંટીંગ, ફ્લેક્સ પ્રિન્ટ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. છાત્ર,મહિલા કર્મીઓ,નિવૃત્ત તથા ગૃહિણી માટે અર્ધ-સાનુકૂળ સપ્તાહ. 23 ફેબ મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)
કુંભ (ગ,શ,ષ)
પેટ્રોકેમિક્લ્સ, અને તેની ઉત્પાદ તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહે તેવી સંભાવના. ધંધા વ્યવસાયના અધૂરા તથા પેન્ડીગ પડેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા. અન્ય તમામ ઔદ્યોગિક તેમજ તમામ વ્યાપાર–વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. છૂટક વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભદાયી નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, છાત્ર માટે આ સપ્તાહ પણ લાભકારી. 20 ફેબ. મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
મીન (દ,ચ,ઝ,થ)
શેર બજાર તથા અન્ય સટ્ટા કે વાયદા બજારના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ નીવડશે. સર્વિસ બિઝનેસ, તેમાં પણ ખાસ કરીને મેનેજમેન્ટ/ફાઈનાન્સ રીલેટેડ ફર્મસના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ લાભદાયક નીવડશે.તમામ કદના ઔદ્યોગિક એકમના જાતકો તેમજ તમામ પ્રકારના વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ-લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકૂળ જણાશે. છાત્ર, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભકારી. 24 ત્થા 25 ફેબ્રુ. અર્ધ-સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)