Abtak Media Google News
  • પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વએ  અબતકના માધ્યમ દ્વારા ભગવાન મહાવીરના જીવન કવન અને પ્રેરક પ્રસંગોનું વર્ણન અને માતા ત્રિશલાને આવેલા 14 સપનોનું વર્ણન

પર્વધીરાજ પર્યુષણ મહાપર્વએ  અબ તકના માધ્યમ દ્વારા ભગવાન મહાવીર ના જીવન કવન અને પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે રાજકોટ સાલી ભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત ઉત્તમ પારસ પુત્રવધુ મંડળના ઉત્સાહી બહેનો હીનાબેન દોશી શીતલબેન સંઘવી નીરૂબેન શાહ સાથે મનોજભાઈ ડેલીવાળા એ ચિંતન રજૂ કર્યું હતું

ભગવાન મહાવીર નો જન્મ ચૈત્ર સુદ તેરસના થયો છે પરંતુ પર્યુષણના પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર નું જીવન કવન ની ચર્ચા કરવામાં આવે છે કારણ કે પર્યુષણ પર્વ એ ભાવિકોની ધર્મ સ્થાન માં સંખ્યામાં વધારો હોવાથી પાંચમા દિવસે મહાવીર ભગવાનના પ્રેરક પ્રસંગોનું વર્ણન કરવામાં આવે છે ભગવાન મહાવીર ક્ષમાના સાગર દયાના સાગર હતા

પર્યુષણના આઠ દિવસની શરૂઆત પરોઢના પ્રતિકમણથી કરતા હોય છે. ત્યાર બાદ વિશ્વશાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રતિક્રમણનો અર્થ થાય છે “પાછા ફરવું”. આ સામાયિક તરીક ઓળખાતી એક ધ્યાન વિધીનો પ્રકાર છે જે દરમ્યાન વ્યક્તિએ તેના જીવનના આધ્યાત્મીક પાસા પર વિચાર કરવાનો રહે છે. શ્વેતાંબર અને દિગંબર બન્ને ફિરકાના લોકો સામાયિક નિયમિત રીતે કરતા હોય છે.

તીથઁકર પ્રભુ મહાવીરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નનું મહાત્મય..

દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.

માતા ત્રિશલા પોતાને  આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાર્થને કરે છે.રાજા કૂશળ સ્વપ્ન પાઠકોને બોલાવી તેના અર્થને જાણે છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર દિવસો ચાલી રહ્યાં છે.. ચાલો….આપણે પણ મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે…

  • (1) હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભેય થઇને વિચરશે.
  • (2) ઋષભ : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.
  • (3) સિંહ : આ શુરવીર પુત્ર સિંહ ની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભેય બનીને વિચરશે.
  • (4) લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મી ને વરશે.
  • (5) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમે સમજાવી તીથેની સ્થાપના કરશે.
  • (6) ચંદ્ર: હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.
  • (7) સૂયે : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી સૂયે સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.
  • (8) ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.
  • (9) કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જ્ઞાનામૃત પીવડાવશે.
  • (10) પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.
  • (11) ક્ષીર સમુદ્ર : હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર બનશે.
  • (12) દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.
  • (13) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.
  • (14) અગ્નિ હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર બનશે.

પ્રભુ ભગવાનના અનેક પ્રસંગોનું વર્ણન

બાળ ભગવંત માટે પણ એવું જ બન્યું. કુમાર વર્ધમાન આઠેક વર્ષના થયા ત્યારે તેઓશ્રીના બાલમિત્રોએ આગ્રહ કર્યો કે ‘વર્ધમાનજી!

ચાલો ચાલો, આપણે નગર બહાર રમવા જઈએ’ એટલે મિત્રો સાથે એઓ નગર બહાર જઈને ‘આમલકી’ નામની રમત રમવા લાગ્યા.

એ જ વખતે દેવસભામાં શક્ર-ઇન્દ્રે વર્ધમાનકુમારના અજોડ બળ, ધૈર્ય, સાહસ અને નિર્ભયતાની પ્રશંસા કરતાં કહ્યું કે બાળક છતાં અબાલપરાક્રમી વર્ધમાનજીને

શક્તિશાલી દેવો પણ ડરાવી શકે તેમ નથી. એ સાંભળીને સભામાંથી એક ઈર્ષાળુ દેવે પડકાર ફેંક્યો

એક માનવી અને તે પણ અન્નજલનો ભોગી અને પાછો બાળક, એનામાં આવી નિર્ભયતા હોય, એ મનાય જ કેમ? એમ બોલીને વર્ધમાનને ડરાવવા, અને પોતાના નેતા ઇન્દ્રનું વચન મિથ્યા કરવા તે ઝટપટ ધરતી ઉપર રમતના સ્થળે આવી ફુંફાડા મારતા ભયંકર સર્પનું રૂપ લઈને વૃક્ષનાં થડ ફરતો વીંટળાઈ ગયો. એ જોતાં બાળકોએ નાસભાગ કરવા માંડી, પણ વર્ધમાને તો જરાપણ ન ડરતાં હિંમતથી ઊભા રહીને એ સર્પને હાથથી પકડીને દૂર ફગાવી દીધો.પ્રથમ પરીક્ષામાં દેવ નિષ્ફળ ગયો, એટલે તેણે બીજો દાવ અજમાવ્યો. તે અન્ય બાળકના જેવું રૂપ લઈ દોડી આવીને બાળકોમાં ઘૂસી ગયો. પછી નવી રમત રમવાનું નક્કી કર્યું, પણ બનાવટી બાળકે કહ્યું કે કંઈક શરત રાખો તો રમતમાં જોશ આવે. આથી ‘હારેલો વિજેતાને ખભે બેસાડી ફેરવે’ એવી શરત નક્કી કરાઈ.

પેલો બાળક બની ગએલો દેવ જાણીને જ હારી ગયો, એટલે વિજેતા વર્ધમાનને કહે ‘લો ચાલો, બેસી જાવ મારા ખભે.’ વર્ધમાનકુમાર ખભે બેઠા. પરીક્ષાની તક ઊભી થઈ ગઈ. દેવે કાયાની માયા વધારતાં વિકરાળ-ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કર્યું. તે કૂદતો જાય અને સાથે શરીરને વધારતો જાય. જોતજોતામાં દૈવિક શક્તિથી શરીરને ડુંગર જેવડું કર્યું.

એ જ પળે વર્ધમાનકુમારે અવધિજ્ઞાનથી જોયું કે આ છે શું? ત્યારે જણાયું કે આ તો પોતાને ડરાવવા આવેલા દેવની દેવમાયા છે, એટલે જરા પણ ગભરાટ અનુભવ્યા વિના એને બોધપાઠ આપવા, વજ્ર જેવી કઠિન મુઠ્ઠી જોરથી એ દેવના ખભા પર મારી, એની વેદના તેને અસહ્ય થઈ પડી. સંશય નષ્ટ થયો.

દેવેન્દ્રનાં વચનોનો યથાર્થ સાક્ષાત્કાર થતાં તેણે મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનને નમી, ક્ષમા માગી એ સ્વસ્થાને ગયો. વર્ધમાન પરીક્ષામાં વિજયી બન્યા. દેવલોકમાં જયજયકાર ગવાયો,

આવા ભગવાન પ્રભુ ના અનેક પ્રસંગો માધ્યમથી ચિંતન કરવામાં આવ્યું છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.