દૂધે વાળું જે કરે.. તેના ઘેર વૈદ્ય ન જાય…ખોરાકમાં પોષક તત્વો અને સમૃદ્ધ આહારનું ભારતના સામાજિક જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે કૃષિ પ્રધાન દેશ ની ઉપમા ધરાવતા ભારતની એસી ટકાથી વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેમાંથી મોટાભાગના લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કૃષિ ને સામાજિક જીવનની સાથે-સાથે અર્થતંત્રનું પણ એક માતબર આધાર ગણવામાં આવે છે ત્યારે ખેતી અને ખેત પેદાશો જીવનની દરેક જરૂરિયાતો પૂરી કરે છે ૧૬મી ઓક્ટોબરે વિશ્વ ખોરાક દિવસ કરી કે ઉજવવામાં આવે છે આ વખતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખોરાક અને પોષક તત્વો ની જાળવણી માટેના આ અભિયાનને ૭૫ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે આ અંગે ખાસ પ્રકારના સિક્કા નું વિમોચન નું આયોજન કરાયું છે ત્યારે ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે કૃષિ ઉત્પાદન અને માંગ પૂરી થાય તે રીતે ખેતીના વિકાસમાં આગળ પ્રગતિ કરવામાં આવી રહી છે ભારત મહદ્અંશે ખોરાકની જરૂરિયાતો પૂરી કરવા માટે વધુને વધુ આત્મનિર્ભર બને તે માટે સતત પ્રયત્નશીલ છે હવે કૃષિ ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજી અને આધુનિક વિજ્ઞાન નો ઉપયોગ કરવામાં આવે છે બિયારણ ની સુધારેલી જાતો ખેતી માં ટેકનોલોજી નો ઉપયોગ દેશની અને ખોરાકની જરૂરિયાતો પૂરી કરવા માટે વપરાય છે તેના પરિણામો પણ સારા મળી રહ્યા છે ત્યારે હવે કૃષિ ઉત્પાદન અને ખાસ કરીને ખાધ અન્ન કઠોળ શાકભાજી ચોખા ફળ-ફળાદી સહિતની તમામ કૃષિ પેદાશોમાં ઉત્પાદન વૃદ્ધિની સાથે-સાથે પોષક તત્વો નો વધારો થાય તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ભારતના સામાજિક જીવનમાં જો કે સંપૂર્ણ આહાર લેવાની સ્વ્યમ કોઠાસૂઝ પ્રવર્તી રહી છે સંપૂર્ણ આહાર મા ભારતની પ્રજા સારી રીતે જાગૃત છે તેમ છતાં વર્તમાન આર્થિક મંદી અને જીવનની જરૂરિયાતો ની ઉણપ ધરાવતા લાખો માણસો માટે વધારાના પોષક તત્વો માટે મોંઘા ભાવના શાકભાજી સુકામેવા દૂધ-ઘી ફળફળાદી જેવા સમૃદ્ધ ખોરાક આહારમાં લેવું આર્થિક રીતે પરવડતું ન હોય તેથી પોષક તત્વોની ઉણપ ની સમસ્યા દેશમાં મોટા પાયે પ્રવર્તી રહી છે સરકારે જોકે મધ્યાન ભોજન અને નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થા ના માધ્યમથી લોકોને પોષક તત્વો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવી છે પરંતુ આ વ્યવસ્થા કેટલાક સંજોગોના કારણે સદા કાળ અપૂર્ણ રહે છે ત્યારે ખોરાકના મુખ્ય આધાર એવા કૃષિ ઉત્પાદનનું ને જ જરૂરી પોષકતત્ત્વોથી સભર બનાવવાની આવશ્યકતા છે કૃષિ ઉત્પાદનમાં વધારવા માટે સતતપણે સંશોધનો થતાં રહે છે ખેડૂતોને પોષક તત્વો માટે જરૂરી રસાયણીક ખાતર મળી રહે તે માટે ની વ્યવસ્થા તો છે જ હવે કૃષિ પેદાશોમાં પૂર્ણ પ્રમાણમાં પોષક તત્વો નો વિકાસ થાય તે દિશામાં આગળ વધી રહ્યું છે અનાજ અને કૃષિ પેદાશો મા ખનીજ તત્વો તમામ પ્રકારના વિટામિન પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો સંકલિત રહે તે માટે ના પ્રયાસો થકી દેશને વધુ સમૃદ્ધ અને સશક્ત બનાવશે વિશ્વભરમાં અત્યારે અત્યારે ભજ્ઞદશમ-૧૯ મહામારીનો હાહાકાર પ્રવર્તી રહી છે તેવા સંજોગોમાં આ મહામારી થી બચવા માટે અતિ આવશ્યક એવી શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને ઇમ્યુન પાવર રોગચાળા સામે ઢાલ બનીને કામ કરી રહી છે તેવા સંજોગોમાં કૃષિ પેદાશોને સમૃદ્ધ પોષક આહાર બનાવવાની દિશામાં થઈ રહેલા પ્રયાસો દેશ માટે આશીર્વાદરૂપ બની રહેશે
Trending
- મંત્રી ભાનુ બાબરિયાની અધ્યક્ષતામાં ચિત્રાવડ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે
- Pack Your Mom’s Lunch Day 2024 : જાણો આ દિવસનો ઇતિહાસ અને ઉજવણી કરવાની રીતો
- નવા અપડેટ સાથે BMW એ લોન્ચ કરી BMW M340i જાણો શું હશે પ્રાઈઝ….!
- હાય હાય… ક્યાંક તમે તો ન્હાતી વખતે સુ-સુ નથી કરતાં ને..?
- 30 વર્ષ પછી કારતક પૂર્ણિમાએ ગજકેસરી યોગનો દુર્લભ સંયોગ, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય
- ગુરુ નાનક જયંતિ 2024 : જાણો તેમના કેટલાક ઉપદેશો વિશે
- કાર્તિકી પૂર્ણિમા : હિન્દુઓ, જૈનો, શીખો તમામનું પર્વ
- આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ગીઝર ફાટી શકે છે….!