- આજના યુગમાં માનવીના જીવન સાથે આ નેટવર્ક જોડાયેલ છે, ત્યારે આંગળી ટેરવે દુનિયા આવી ગઇ: 1905માં વિશ્વની પ્રથમ સિવિક કલબ શરૂ થઇ હતી
- 1985માં બી.એન.આઇ. ઇન્ટરનેશનલ નેટવકિંગ વીક બીઝનેશ જોડાયું:2006થી વૈશ્ર્વિક સ્તરે તેની ઉજવણી શરૂ થઇ: 2020માં યકિતગત રૂપે વર્ચ્યુઅલ મીટિંગનો પ્રારંભ થયો
આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં બાળથી મોટેરા સાથે તેના વપરાશકર્તા દરરોજ વધી રહ્યા છે. એ.આઇ. નો યુગ શરૂ થતાં હવે ઘણી બધી સવલતો સાથે કોમ્યુનિકેશન હરણ ફાળ ભરી રહ્યું છે. ઇન્ટરનેટમાં જે માહીતી મળતી હોય તે મોટાભાગની માહિતી ઇન્ટર લિન્કડ હાઇપરેકસ્ટ ડોકયુમેન્ટથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (www) સ્વરુપે હોય છે. વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉઝરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. આજે જયારે માસમાં પ્રથમ અને બીજા વિકમાં તેનું સેલિબ્રેશન વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે. દરેક પ્રોફેશનલનું ઘ્યેય નેટવર્કની શકિત, ક્ષમતા અને તેના ઉપયોગ સાથે વિકાસ કરવાનો છે. આનો પ્રારંભ 1905 થી પ્રારંભ થયો ત્યારે પ્રથમ સિવિક કલબ શરૂ કરવામાં આવી હતી. આજે તો આંગળીના ટેરવે આખી દુનિયા આવી ગઇ છે.1985માં બી.એન.આઇ. ઇન્ટરનેશનલ નેટવકિંગ વીક બિઝનેશ જોડાયું, 2007માં વિશ્વના મોટાભાગના દેશોમાં તેની ઉજવણી શરુ થઇ હતી. કોરોના કાળ વખતે વ્યકિતગત રૂપે પ્રથમ વર્ચ્યુઅલ મીટીંગ યોજાઇ હતી. આજના પ-જી ના યુગમાં દરેક ક્ષેત્રે તેનો ઉપયોગ વધી રહ્યો છે, ખાસ શિક્ષણ, આરોગ્ય અને બિઝનેશમાં તેનો વપરાશ વધતા ઘણી સુગમતા જોવા મળી છે. હાઇ-સ્પીડ મોબાઇલ ડેટાની ને કસ્ટ જનરેશન ઘણા ફાયદા સાથે ગેર ફાયદા પણ જોવા મળશે. ઝડપી કનેકશનને કારણે ડ્રોન, સેલ્ફ ડ્રાઇવિંગકાર જેવી ઘણી સુવિધા મળવા લાગી છે. આજે તો તમે જે સર્ચ કરો છો, તેની માહીતીનો ડેટા પણ સ્ટોર થઇ જાય છે.
દર વર્ષે 4 થી 11 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ નેટવકિંગ વીકની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે. જેનો હેતુ બ્રિઝનેશ પ્રોફેશનલને એક સાથે લાવવા, અનુભવો શેર કરવાની સાથે માહિતીના આદાન-પ્રદાનનો છે. બિઝનેસ નેટવકિંગ ઇન્ટર નેશનલ (ઇગઈં) ના મગજની ઉપજ હતી. તેના વાર્ષિક આયોજનમાં બિઝનેસ લીડર્સને નેટવર્ક અને વેચાણ વધારવા માટે અન્ય સહભાગીઓ સાથે વ્યાવસાયિક સંબંધો વિકસાવવાની તક પૂરી પાડે છે. દરેક વ્યવસ્થાનો હેતુ આ શકિતનો ઉપયોગ કરવાની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ અને વિકાસ કરવાનો છે. આ સેલિબ્રેશન ઘ્યેય માકેટીંગ, વેચાણ, નાણા અને નાના કે મોટા વ્યવસાયકારો સહિત સમાજનાં વિવિધ ક્ષેત્રો ના હજારો લોકો સાથે જોડાઇને એક સપોર્ટ સિસ્ટમ બનાવે છે.
આજે વિશ્વમાં ઘણા યુવા બિઝનેશકારો આવી સુવિધાનો લાભ લઇને પોતાની પ્રોડકટસ વિશ્વભરમાં વહેંચી રહ્યા છે. આજની ટેકનોલોજીના માઘ્યમ થકી તેની કુશળતાને સુધારવા અને આત્મ વિશ્ર્વાસ વધારવામાં મદદ મેળવે છે. તેમના વ્યવસાયિક વર્તુળ બહાર પણ તેવો વધારાનું જ્ઞાન, સંબંધો:, જાણકારી સાથે પ્રોફેશનલ સંબંધો વિકસાવી શકે છે.
વૈશ્ર્વિક સ્તરની આ ઉજવણીમાં વિશ્વના 70 થી વુધ દેશોના અઢી લાખથી વધુ સભ્યો વિશ્વની અગ્રિમ બિઝનેસ રેફરલ સાથે જોડાઇને માહીતી બીઝનેશની આપલે કરીને વિકાસ કરે છે. પ્રારંભે આ નેટવર્ક સંબંધો વિકસાવવા જ શરુ કરાય, પણ પછી બિઝનેશ સ્વરુપ આવી ગયું હતું. આજે તમામ વ્યવસાયકારો આ સિસ્ટમ થકી ખુબ જ સારી સફળતા મેળવેલ છે. બે વર્ષ પહેલાની આવી જ પહેલથી 15.5 બિલિયન ડોલરથી વધુની આવક ઉભી કરી હતી. આજે બધા જ વ્યવસાયકારોના ઘ્યેયો હોય છે, પછી ભલે તમારી બ્રાન્ડને વિકાસ કરવાનો પણ હોય.નેટ વકિંગના માઘ્યક થકી જોડાવવાથી તમારી કારર્કિદીને આગળ વધારવી કે ટેકો આપવો, માર્ગદર્શન સંબંધો, જીવનભરની મિત્રતા, રેફરલ્સ, નવો પરિપ્રેક્ષ્ય અને આત્મ વિશ્ર્વાસ નિર્માણ કરવાનો છે. તમે કેટલા સમયથી બિઝનેશ દુનિયામાં છો, તે મહત્વનું નથી, પણ નેટવર્ક કેવી રીતે બનાવવું અને તેને જાણવાથી તમારી પ્રોફાઇલ વધે છે. દર વર્ષે આ ઉજવણી માટે થીમ પણ જાહેર કરાય છે. જેને કંઇક નવું કરવું છે, પ્રગતિ કરવી છે, તેના માટે આ જોડાણ ઘણું ઉપયોગી થાય છે. જુના સાથીઓ, નવા કલાઇન્ટ વિગેરેના સંપર્ક થકી તમો તમારા ધંધાનો વિકાસ કરી શકો છો. આપણાં માટે 2024ના બે પડકાર અઈં અને ઊટ છે.
બિઝનેસ ક્ષેત્રે આ વર્ષ અનેક પડકારો સાથે નવી તકોને પણ લાવ્યું છે, અને બિઝનેસ ટ્રાન્સ ફોર્મેશન માટે વિચાર કર્યા છે. ઊટ એટલે ઇલેકટ્રિકકાર વ્હીકલ ક્ષેત્ર એ પડકાર એટલા માટે છે કે આપણે વિદેશ પર આધાર રાખવો પડે એમ છે. ભારત તેનું ઉત્5ાદન કરે તો પણ 2025માં સપ્લાય થઇ શકે એમ છે. આપણે ઇલેકટ્રીક બેટરી અને સેમી કંડકટર એમ બન્ને ઉત્5ાદન શરુ કર્યુ છે. અઈં ને કારણે હજારો લોકોની નોકરી જશે કે બેકારી વધશે એવી અફવા ઉડી રહી છે, પણ હાલનો સ્ટાફ આટિફિશ્યલ ઇન્ટેલીજન્સની તાલીમ મેળવીને વધુ સ્માર્ટ બનશે. આજે આપણે બિઝનેસ વધારવો હશે તો અઈં ટેકનોલોજી અમલમાં મુકવી જ પડશે. વિશ્વની પર્યાવરણની સમસ્યા નિવારણ માટે શુઘ્ધ હવા માટે ઇલેકટ્રીક વ્હીકલ અપનાવવા જ પડશે.આ બન્ને ટેકનોલોજી સાથે સંકળાયેલા નિષ્ણાંતો જણાવે છે કે આપણાં તમામ ઉઘોગોમાં 2025 સુધીમાં ઊટ-અઈં નો સર્વત્ર જોવા મળશે. આ વર્ષ બિઝનેશ સર્કલ બનાવવા માટે મહત્વનું બની રહેશે. નવી ટેકનોલોજી અને નવા ઇનોવેશન પર મદાર રાખીને દરેક પોતાના ધંધા થકી બિઝનેસમાં નફો રળવા મહેનત કરી રહ્યા છે. તેના આ પ્રવાસને અઈં થી જ સફળતા મળશે. ફાયનાન્સીય, ટુરીઝમ, મેડીકલ કે હેલ્થ કેર જેવા વિવિધ બિઝનેશ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ આધારીત બનવા જઇ રહ્યાં છે.”અઈં જેવી ઘણી નવી ટેકનોલોજી ધીરે ધીરે બિઝનેસ સાથે જોડાઇ જતાં, અનેક લોકો તેનો લાભ ઉઠાવતા પણ થઇ જશે”