- હવે ભારત બનશે સશક્ત રાષ્ટ્ર….!
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે, ત્યારે કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર નૈતિકતા અને નેશન ફર્સ્ટ ની સવિશેષ ફરજ નું “ઉત્તરદાયિત્વ” નિભાવવા ના રાજધર્મની જવાબદારી બની છે ,ત્યારે સામાન્ય રીતે લોકતંત્રમાં દર વખતના બજેટમાં સરકાર અને દેશના સુકાનીઓ માટે રાજકીય સ્થિરતા અને લોકતાંત્રિક રીતે પક્ષને મજબૂત બનાવવાના અભિગમ સાથે બજેટ બનાવવાની એક પ્રણાલી છે પરંતુ આ વખતે મોદી સરકારે રાષ્ટ્રને સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણી ના આગલા વર્ષનું બજેટ સત્તાધીશો માટે સત્તા રીન્યુ કરવા માટેનો રોડ મેપ બની રહેતો હોય ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પણ આ વખતે “ચૂંટણીલક્ષી બજેટ” આપવાની સ્વાભાવિક અટકળોવચ્ચે જાહેર થયેલું બજેટ રાજ નહીં પરંતુ રાષ્ટ્રને “સશક્ત “બનાવવાના લક્ષ્યને સુદ્રઢ બનાવનાર બજેટ તરીકે મૂલવાઈ રહ્યું છે.
વિકસિત ભારત 2047 ની આશા ના કિરણ જેવા બજેટમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ખેડૂત, ગ્રામ્ય, નાના ઉદ્યોગો, સંરક્ષણ, પ્રવાસન ,મેડિકલ, સ્વાસ્થ્ય ,સુરક્ષા ,શિક્ષણ ,યુવાનોને રોજગાર લક્ષી તકો અને સંતુલન રાષ્ટ્રના નિર્માણ માટે જરૂરી સારા અને આકરા પગલા લેવામાં સરકારે જરા પણ ચૂંટણીલક્ષી અભિગમ દાખવેલ નથી અને ખરેખર ” નેશન ફર્સ્ટ” ના અભિગમથી બજેટને સંપૂર્ણપણે રાષ્ટ્રના વિકાસ માટે નો રોડ મેપના રૂપમાં રજૂ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ આ વખતની ચૂંટણીમાં 450 પ્લસ નું લક્ષ્ય સાથે રાજકીય ચોપાટ ગોઠવી રહ્યું છે, ત્યારે બજેટમાં નિશ્ચિત વર્ગ ,વોટબેંક કે રાજકીય લાભ ના સરવાળા /બાદબાકી કર્યા વગર દેશના તમામ વર્ગને સંતુલિત વિકાસનો લાભ મળી રહે તેવું બજેટ રજૂ કર્યું છે. આવકવેરાના સ્લેબમાં પણ આવક કરતા અર્થતંત્રની શુદ્રઢતા પર ધ્યાન દેવામાં આવ્યું છે.
આર્થિક નિર્ણયો, નીતિ નો મતમાં રૂપાંતર કરવાનું સિલસિલો રાજકીય રીતે લોકતંત્રમાં ભલે વ્યાજબી અને શાસકોના અધિકારની બાબત ગણાતી હોય પરંતુ કેન્દ્રની વડાપ્રધાન મોદી સરકારે આ બજેટમાં ક્યાંય એક પણ “રતિ ભાર” રાજકીય લાભ લેવાની દ્રષ્ટિ નો હળવો પડછાયો પણ પડવા દીધો નથી તેવું સ્પષ્ટ દેખાય છે. બજેટમાં ક્યાંય બિનજરૂરી નાણાની જોગવાઈઓ કે એક તરફી સખાવત નો અણસાર જરા પણ દેખાવા દીધો નથી, “વિકસિત ભારત” માટે જરૂરી તમામ પાસાઓનો બજેટમાં ધ્યાન રાખીને આ બજેટ ને રાજસત્તા નહીં પરંતુ રાષ્ટ્રને સક્ષમ બનાવવાનો પ્રયાસ તરીકે લેખાવવામાં જરા પણ અતિશયોક્તિ નહીં લાગે …કેન્દ્રીય બજેટ 2047 ની મહત્વકાંક્ષી આશાના કિરણના રૂપમાં પ્રજા સમક્ષ રજુ કરીને સરકારે ખરા અર્થમાં આઝાદીના 75 માં વર્ષ ના અમૃત મહોત્સવની ઉજવણીનું” અમૃત બજેટ ’પ્રજા સમક્ષ મૂક્યું છે.