૫૦૦ વર્ષ જુના નાગબાઈર્માંનાં મંદિરે સૌરાષ્ટ્રભરમાંથી ચારણ સમાજ સહિત અન્ય સમાજનાં પણ લોકો પુજન કરવા આવે છે
જુનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં ચિરોડા ગામ નજીક ૫૦૦ વર્ષ પુરાણું ચારણો સ્થાપિત નાગલનેસ ધામ આવેલું છે. આ ધામમાં નાગબાઈ માંનાં થડાનું પુજન વર્ષોથી થાય છે. નાગબાઈ માંના થડાનું પુજન કરવા સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ચારણ સમાજનાં લોકો અને અન્ય સમાજોનાં શ્રદ્ધાળુઓ અહીં નાગબાઈ માંના થડાનું પુજન કરવા હજારોની સંખ્યામાં આવે છે. આ સ્થળે નેસ બનાવવાનું કામ આજથી ૫૦૦ વર્ષ પહેલા નાગબાઈ માંએ પોતાની ખેતીવાડીમાં કર્યું હતું અને ત્યાં ચામુંડા માતાજીની મૂર્તિની સ્થાપના કરી હતી. આજે આ ધામ નાગલનેસધામ ખાતે પ્રખ્યાત છે. અહિં દર રવિવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈથી હજારોની સંખ્યામાં નાગબાઈ માંના થડાનું પુજન કરવા આવે છે અને પૂજન કર્યા પછી ધન્યતા અનુભવે છે. અહીં આવતા ભાવિકોની આગતા સ્વાગતા અશોકભાઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા કરાઈ છે. દર્શનાર્થે આવતા ભાવિકો માટે અહીં રહેવાની અને ભોજનથી કાબીલે દાદ વ્યવસ્થા આ નેસનાં ભાવિકો દ્વારા થાય છે.
અહીં દર્શનાર્થે આવતા ભાવિકો શ્રદ્ધાળુઓ નાગબાઈર્માંના થડા ઉપર શ્રદ્ધા અને વિશ્ર્વાસ ધરાવે છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ સહિત મહારાષ્ટ્રમાંથી આવતા ભાવિકો નાગબાઈ માંની અનેકવિધ પ્રશ્ર્ને શ્રદ્ધાપૂર્વક માનતાઓ રાખે છે અને આવા એક-બે નહીં પણ સેંકડો શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક પોતાની માનતાઓ પુરી થયાનું હોશે-હોશે જણાવે છે. હાલ નાગબાઈ માંના થડા અને ચામુંડા માતાજીની પુજા-અર્ચના હાલ મનુમાં (ચારણ) કરે છે. પૂ.મનુમાં નાનપણથી જ નાગબાઈ માંના થડામાં શ્રદ્ધા ધરાવે છે. અહીં માનતાઓ લઈને આવનારાઓ અને માનતા પુરી થઈ હોવાનું મનુમાને જણાવતા શ્રદ્ધાળુઓને મનુમા હસતા હસતા કહે છે કે તમારું કામ નાગબાઈ માંએ પૂર્ણ કર્યું છે જે લોકો આ ધામથી અજાણ છે તેવા લોકોએ એકવાર અચુક આ ધામની મુલાકાત લઈ નેસડાનાં ‚પમાં ફરવાયેલ નાગલનેસ ધામની મુલાકાત લેવા જેવી છે.