* એક મુખી રૂદ્રાક્ષી લઈ ૨૧ મુખી રૂદ્રાક્ષ પારિવારીક સુખ શાંતિ માટે અત્યંત લાભદાયી
* ઘરમાં રૂદ્રાક્ષની નિયમીત પૂજાથી માઁ લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્ત થઈ શકે છે
* રૂદ્રાક્ષનો ઉપયોગ લોકોમાં બૌદ્ધિક ક્ષમતથા અને સ્મરણ શક્તિમાં વધારો કરવામાં ઉપયોગી વૈજ્ઞાનિક પરિક્ષણી થયું પ્રમાણીત
સમગ્ર જીવ સૃષ્ટિમાં રૂદ્રાક્ષ એક એવું ફળ છે કે જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પ્રસાદ કરવા માટે અત્યંત કારગર છે. શિવ પુરાણ, પદ્મપુરાણ, રૂદ્રાક્ષ કલ્પ તથા રૂદ્રાક્ષ મહાત્મય વગેરે ગ્રંથોમાં રૂદ્રાક્ષનો અપાર મહિમા દર્શાવ્યો છે. કોઈ પણ રૂદ્રાક્ષ લાભકારી માનવામાં આવે છે પરંતુ મુખ મુજબ તેમનું મહત્વ જુદુ-જુદુ હોય છે. દરેક રૂદ્રાક્ષ ઉપર ઉપર ધારીઓ બનેલી જોવા મળે છે તે ધારીઓ રૂદ્રાક્ષનું મુખ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતથાઓ મુજબ જે ઘરમાં રૂદ્રાક્ષની નિયમીત પૂજા કરવામાં આવે ત્યાં અન્ન, વસ્ત્ર, ધન-ધાન્યની ક્યારેય પણ કમી રહેતી નથી અને તે ઘરમાં લક્ષ્મીનો કાયમ વાસ રહેતો હોય છે. માન્યતથા છે કે, રૂદ્રાક્ષને કાયમ ધારણ કરનાર અને તેની પૂજા કરનાર શિવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
રૂદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવના અશ્રુથી થઈ હોય તેવું કામાં જણાવવામાં આવ્યું છે. રૂદ્રાક્ષ અન્ય તમામની સરખામણીમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રૂદ્રાક્ષ ઉપર અનેકવિધ પ્રકારના રસાયણીક ટેસ્ટો કરવામાં આવ્યા છે અને વૈજ્ઞાનિક પરિક્ષણો પણ કર્યા બાદ વૈજ્ઞાનિકો દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે, રૂદ્રાક્ષ જીવ સૃષ્ટિ માટે ખુબજ ઉપયોગી અને લાભદાયી છે. અનેકવિધ પ્રકારના ટેસ્ટ કર્યા બાદ રૂદ્રાક્ષનું સર્ટીફીકેટ આપવામાં આવતું હોય છે. રૂદ્રાક્ષની જો વાત કરવામાં આવે તો નેપાળ, દક્ષિણ ભારત અને વિદેશમાં જોવા મળે છે. ત્યારે રાજકોટ ખાતે આયોજીત રૂદ્ર લાઈફ દ્વારા રૂદ્રાક્ષ અંગેનું એક્ઝિબીશન યોજાયું હતું.
રૂદ્રાક્ષ શરીરમાં શક્તિ સંચાર કરી રોગો ઉપર કાબુ મેળવવા માટે અત્યંત લાભદાયી: નંદકુમાર નાયર
રૂદ્રાક્ષને લઈ રૂદ્ર લાઈફના સીનીયર પેનલ એક્ષપર્ટ નંદકુમાર નાયરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂદ્રાક્ષ મુખ્યત્વે ઉત્તર-પૂર્વ એશિયા, દક્ષિણ ભારત અને નેપાળમાં જોવા મળે છે.
પરંતુ નેપાળી મળેલ રૂદ્રાક્ષ કુદરતી રીતે પરિપૂર્ણ હોય છે. જે લોકોને ખુબજ લાભદાયી નિવડે છે. આ તકે તેઓએ જણાવ્યું કે, રૂદ્રાક્ષમાં જે કુદરતી શક્તિ રહેલી છે તે શરીરમાં શક્તિ સંચાર કરી લોકોને તથા રોગો પર કાબુ મેળવવા અત્યંત લાભદાયી છે. લોકો કે જે રૂદ્રાક્ષને પહેરે છે તેઓએ રાત્રી સમયે એટલે કે સુવા સમયે તેને ઉતથારી દેવું જોઈએ અને કોઈપણ માઠા પ્રસંગમાં રૂદ્રાક્ષને ગ્રહણ ન કરવાની પણ તથાકીદ કરવામાં આવતી હોય છે. કારણ કે, રૂદ્રાક્ષ સકારાત્મક ઉર્જા વ્યક્તિને પ્રદાન કરતું હોય છે. ત્યારે કોઈપણ રૂદ્રાક્ષ લોકો માટે લાભદાયી નિવડે છે પરંતુ જો તેને યાથા યોગ્ય રીતે ઓળખવામાં આવે તો તેનો લાભ મહત્તમ બની જતો હોય છે.
રૂદ્રાક્ષ તમારા વિચારોને સકારાત્મક રીતે બદલવા માટેનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે: ધ્રુવ પ્રકાશ
રૂદ્રાક્ષને લઈ રૂદ્ર લાઈફના સીનીયર પેનલ એક્ષપર્ટ ધ્રુવ પ્રકાશે ‘અબતક’ સો વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોની પ્રકૃતિ બદલવી અત્યંત મુશ્કેલ છે.
લોકોનું જે માનસ પર હોય છે તેના પર તે આધીન રહી કાર્ય કરતો નજરે પડે છે. ત્યારે રૂદ્રાક્ષ ગ્રહણ કર્યા બાદ લોકોના વિચારો જે નકારાત્મક રીતે આગળ વધતથા હોય તેને બદલ સકારાત્મક બનાવવા મદદરૂપ થાય છે અને તે કાર્યને રૂદ્રાક્ષ દ્વારા જ પૂર્ણ કરવામાં આવે છે.
રૂદ્રાક્ષની જો યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો યથા યોગ્ય ફળ આપતું હોય છે.
૧ મુખી રૂદ્રાક્ષ: એક મુખી રૂદ્રાક્ષ સાક્ષાત ભગવાન શંકરનું સ્વરૂપ તથા પરમાત્માના પ્રકાશક હોય છે. શાોના મતથાનુસાર જે ઘર-પરિવારમાં એક મુખી રૂદ્રાક્ષની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે. જે આ એકમુખી રૂદ્રાક્ષ પ્રાપ્ત કરે છે તથા તેની પૂજા કરે છે તે ભગવાન શંકરની કૃપાી રાજા જનકની જેમ જીવનના સર્વ સુખ પ્રાપ્ત કરવા છતાં તેનાથી અલિપ્ત રહે છે. આનો સંચાલક ગ્રહ સૂર્ય છે.
૨ મુખી રૂદ્રાક્ષ: બે મુખી રૂદ્રાક્ષ શિવના અર્ધનારીશ્ર્વરસવરૂપ દ્વારા નિયંત્રિત છે. બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી પતિ-પત્નીને તથા પરિવારમાં પરસ્પર શ્રધ્ધા અને વિશ્ર્વાસ વધે છે. ધનધાન્ય તથા સારી સંતતિ પ્રાપ્ત કરીને તે સફળ ગૃહસ્ જીવન ભોગવવા સક્ષમ થાય છે. વિશેષત: આ રૂદ્રાક્ષ ગુરુ-શિષ્ય, પિતા-પુત્ર તથા મિત્રો સોના સંબંધોમાં મતભેદો દૂર કરીને એકતથા સપવાનું કામ કરે છે. આ રૂદ્રાક્ષનો સંચાલક ગ્રહ ચન્દ્રમાં છે.
૩ મુખી રૂદ્રાક્ષ: ત્રણ મુખી રૂદ્રાક્ષના સ્વામી અગ્નિ દેવતથા છે. જેમ અગ્નિ દરેક વસ્તુને શુદ્ધ કરી દે છે, તેમ આ ત્રણ મુખી રૂદ્રાક્ષ પહેરનાર વ્યક્તિ અધમજીવનના કારણો યેલા પાપોથી મુક્ત ઈને શુદ્ધ-સાત્વિક જીવન તરફ પાછી ફરે છે.
૪ મુખી રૂદ્રાક્ષ: ચાર મુખી રૂદ્રાક્ષના અધિપતિ દેવતથા બ્રહ્માજી પોતે છે. ચાર મુખી રૂદ્રાક્ષ વૈજ્ઞાનિક, અનુસંધાનકર્તા, બુધ્ધિજીવી, કલાકાર, લેખક, વિર્દ્યાથી,શિક્ષક તથા પત્રકાર માટે પહેરવું લાભદાયી છે. આના વાક્ચાતુર્યનો પણ વિકાસ થાય છે. આ રૂદ્રાક્ષનું નિયંત્રણ બુધ ગ્રહ દ્વારા થાય છે.
૫ મુખી રૂદ્રાક્ષ: પંચમુખી રૂદ્રાક્ષ કાલાગ્નિ નામના રૂદ્ર (શિવ સ્વરૂપ) દ્વારા નિયંત્રિત છે. પંચમુખી રૂદ્રાક્ષ પહેરવાથી ચિત્ત શાંત રહે છે. બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. માનસિક તણાવોથી મુક્તિ મળે છે. તથા આધ્યાત્મિકતથાનો વિકાસ થાય છે. આ રૂદ્રાક્ષનો સંચાલક બૃહસ્પતિ છે.
૬ મુખી રૂદ્રાક્ષ: છ મુખી રૂદ્રાક્ષ શિવજીની દ્વિતીય પુત્ર કાર્તિકેયના સ્વામીત્વ હેઠળ છ મુખી રૂદ્રાક્ષ વિદ્યા, બુધ્ધિ તથા ધ્યાન પ્રદાન કરે છે. માનસિક કાર્ય કરનારાઓ જેવા કે શિક્ષક, વેપારી, પત્રકાર, સંચાલક વગેરે માટે તે ઘણો લાભદાયી માનવામાં આવે છે.
૭ મુખી રૂદ્રાક્ષ: સાત મુખી રૂદ્રાક્ષના સ્વામિની લક્ષ્મીજી છે. આ દ્રાક્ષ ધારણ કરવાથી ઐશ્ર્વર્ય તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આનો સંચાલક ગ્રહ શનિ છે તેી શનિગ્રહની વિપત્તિઓનું નિદાન પણ આ રૂદ્રાક્ષી થાય છે.
૮ મુખી રૂદ્રાક્ષ: આઠ મુખી રૂદ્રાક્ષના અધિપતિ દેવતથા ગણેશજી છે. આ રૂદ્રાક્ષ ધારણ કરનારને રિધ્ધિ-સિધ્ધિ પ્રાપ્ત થાય છે. આઠ મુખી રૂદ્રાક્ષ દ્વારા વિરોધીઓ તથા દ્વેષ કરનારાઓનાં મન બદલાઈ જાય છે અને સર્વત્ર મિત્રતથા વધે છે. આ રૂદ્રાક્ષનો સંચાલક ગ્રહ રાહુ છે.
૯ મુખી રૂદ્રાક્ષ: નવ મુખી રૂદ્રાક્ષના સ્વામિની દેવી દુર્ગા છે. દુર્ગાજીનાં નવ સ્વરૂપોની શક્તિ આ રૂદ્રાક્ષમાં સમાવિષ્ટ છે. નવમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી માં શક્તિના આશિર્વાદ પ્રાપ્ત થાય છે, જેના કારણે સહનશક્તિ, વીરતથા, સાહસ, કર્મઠતથામાં વૃદ્ધિ તથા સંકલ્પમાં દ્રઢતથા આવે છે. નવમુખી રૂદ્રાક્ષનો સંચાલક ગ્રહ કેતુ છે.
૧૦ મુખી રૂદ્રાક્ષ: દસ મુખી રૂદ્રાક્ષના અધિપતિ દસ અવતથાર ધારણ કરનાર ભગવાન વિષ્ણું છે. આ રૂદ્રાક્ષ પર કોઈ ગ્રહનો પ્રભાવની, પરંતુ આ રૂદ્રાક્ષનો પ્રભાવ દસેય દિશાઓમાં રહે છે. રાજસી કાર્યોમાં સફળતા મળે છે. રાજનીતિક ક્ષેત્રોમાં પ્રભાવ વધે છે. ગ્રહશાંતિ માટે પણ આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી દસેય ઈન્દ્રીયો દ્વારા થયેલા પાપ કર્મો નાશ પામે છે. ભૂત-પ્રેતના નડતર સામે પણ આ ગ્રહની પૂજા હિતકારી છે. આ રૂદ્રાક્ષ વાસ્તુદોષનો નિવારક પણ છે.
૧૧ મુખી રૂદ્રાક્ષ: અગિયાર મુખી રૂદ્રાક્ષના અધિપતિ દેવ તથા હનુમાનજી છે. અગિયારમુખી રૂદ્રાક્ષ સાચો નિર્ણય લેવાની ક્ષમતથા આપે છે, તે બળ અને બુદ્ધિ વધારનાર છે તથા શરીરને બળવાન તથા નિરોગી રાખે છે. તે વેપાર, વિદેશ યાત્રા વગેરેમાં અત્યંત સહાયક છે.
૧૨ મુખી રૂદ્રાક્ષ: બાર મુખી રૂદ્રાક્ષ ભગવાન સૂર્યના ઓજસ અને તેજના પ્રતિકરૂપ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ નેતૃત્વ અને શાસક પદ મેળવે છે. મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા પ્રસિધ્ધિના ચાહકોએ આ રૂદ્રાક્ષ ખાસ પહેરવો જોઈએ.
૧૩ મુખી રૂદ્રાક્ષ: તેર મુખી રૂદ્રાક્ષ કામદેવતથા પ્રતિકરૂપ તથા રાજા ઈન્દ્રનું પણ સ્વરૂપ માનવામાં આવે છે. એના કારણે આકર્ષણ તથા ઐશ્ર્વર્યની પ્રાપ્તિ થાય છે. તેર મુખી રૂદ્રાક્ષ દરેક પ્રકારની કામનાઓ પૂરી કરનાર તથા અષ્ટ સિદ્ધિઓ આપનાર છે.
૧૪ મુખી રૂદ્રાક્ષ: ચૌદ મુખી રૂદ્રાક્ષના અધિપતિ શ્રી કંઠ સ્વરૂપ છે. આ રૂદ્રાક્ષ દુર્લભ તથા પ્રભાવશાળી છે તથા બહુ જ ઓછા સમયમાં શિવજીનું સાનિધ્ય પ્રાપ્ત કરાવનાર છે. તે સાક્ષાત દેવમણિ છે. આ ૧૪ મુખી રૂદ્રાક્ષ પોતાના પ્રભાવી ધારણ કરનારને સમસ્ત સંકટ, હાનિ, દુર્ઘટના, રોગ તથા ચિંતાથાથી મુકત કરીને સુરક્ષા અને સમૃધ્ધિ આપે છે.
૧૫ મુખી રૂદ્રાક્ષ: પંદર મુખી પશુપતિ રૂદ્રાક્ષ અતિ દુર્લભ તથા પ્રભાવશાળી છે. તે આત્મજ્ઞાન, યોગ સાધના, ધ્યાન ધનસંપદા તથા પ્રસન્નતથા પ્રદાન કરે છે. તેમાં ચૌદ મુખી સુધીના બધા રૂદ્રાક્ષોના બધા ગુણો સમાવિષ્ટ છે. તે વધારામાં ધન સંપતિ તથા યશ અપાવવાના ગુણ પણ ધરાવે છે.
૧૬ મુખી રૂદ્રાક્ષ: સોળ મુખી રૂદ્રાક્ષ અતિ દુર્લભ તથા પ્રભાવશાળી, વિજય અને કીર્તિ અપાવનાર છે. સોળ મુખી રૂદ્રાક્ષ ધારણ કરનારનું શત્રુ, ચોરી તથા અપહરણી રક્ષણ કરે છે. ભગવાન શ્રીરામની ભરપૂર કૃપા ધરાવનાર આ રૂદ્રાક્ષ અત્યંત શક્તિવાળી છે. શત્રુ વિજય માટે તે શ્રેષ્ઠ છે. તે આત્મબળ આપે છે તથા પ્રિયજનોથી વિરહનો ભય, દુષ્કૃત્યોના દોષારોપણનો ભય, વિવાહ અગાઉની ચિંતથાઓ, મૃત્યુનો ભય વગેરે દૂર કરે છે.
૧૭ મુખી રૂદ્રાક્ષ: સતર મુખી રૂદ્રાક્ષ અતિ દુર્લભ તથા પ્રભાવશાળી છે. તેને વિશ્ર્વકર્મા રૂદ્રાક્ષ કહે છે. તે અચાનક ધનસંપત્તિ પ્રાપ્ત કરાવનાર છે તથા આત્મજ્ઞાન અને મનની શક્તિને ઝડપી વધાવનાર છે. આ રૂદ્રાક્ષ કેવળ ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે. જે લોકો નવા ઉદ્યોગ કે કોઈપણ નિર્માણ કાર્યનો પ્રારંભ કરે છે તેમને શક્તિ, સ્ફૂર્તિ તથા ચેતનાના પ્રાણ ફૂંકનાર આ રૂદ્રાક્ષ ઘણો ફાયદાકારક છે.
૧૮ મુખી રૂદ્રાક્ષ: અઢાર મુખી રૂદ્રાક્ષ અતિ દુર્લભ તથા પ્રભાવશાળી છે. તેને ભૂમિરૂદ્રાક્ષ પણ કહે છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી મોટા ઉદ્યોગ તથા નવા પ્રોજેકટમાં ખાસ સફળતથા પ્રાપ્ત થાય છે. તે સ્ત્રીઓને પ્રસવ તથા પ્રજનની તકલીફી મુક્તિ અપાવે છે. તથા બાળકોનું અનેક રોગો સામે રક્ષણ કરે છે.
૧૯ મુખી રૂદ્રાક્ષ: ઓગણીસ મુખી રૂદ્રાક્ષ અતિ દુર્લભ તથા અત્યંત પ્રભાવશાળી છે. તેને નારાયણ રૂદ્રાક્ષ પણ કહેવામાં આવે છે તે વ્યાપાર, રાજનીતિ તથા નેતૃત્વના ગુણો વિકસાવે છે તથા દરેક પ્રકારના ભય તથા તણાવ દૂર કરે છે. કોઈ પણ મોટું કાર્ય, ઉદ્યોગ, નવું કાર્યક્ષેત્ર, પરિવર્તન કે રાજનીતિમાં આ રૂદ્રાક્ષ પૂર્ણ સુરક્ષા પુરી પાડે છે તથા સફળ તથા અપાવે છે. કોઈ પણ પ્રકારની કુદ્રષ્ટિ, ઈર્ષ્યા તથા વાસ્તુદોષો સામે પણ આ રૂદ્રાક્ષ સુરક્ષા આપે છે.
૨૦ મુખી રૂદ્રાક્ષ: વીસ મુખી અતિ દુર્લભ તથા અત્યંત પ્રભાવશાળી એવો આ બ્રહ્મા રૂદ્રાક્ષ છે. તે જ્ઞાન-વિજ્ઞાનની અતિ વિશિષ્ટ ઉપલબ્ધિ કરાવે છે. તે માનસિક શાંતિ આપે છે તથા લેખન, સંભાષણ, તર્ક તથા વાદ-વિવાદમાં શ્રેષ્ઠતમ સફળતથા અપાવે છે. આ દુર્લભ રૂદ્રાક્ષ જેને પ્રાપ્ત થાય તેણે શ્રધ્ધાપૂર્વક તેની પૂજા કરવી જોઈએ તથા ધારણ કરવો જોઈએ. તે અપાર સંપત્તિ આપે છે.
૨૧ મુખી રૂદ્રાક્ષ: એકવીસ મુખી રૂદ્રાક્ષ અતિ દુર્લભ તથા અત્યંત પ્રભાવશાળી છે. તેને કુબેર રૂદ્રાક્ષ પણ કહેવામાં આવે છે. એવી અનુભવસિધ્ધ માન્ય તથા છે કે દુનિયાનું એવું કોઈ સુખની જે આ રૂદ્રાક્ષ પહેરવાથી પ્રાપ્ત ન થઈ શકે. ૨૧ મુખી રૂદ્રાક્ષ ધારણ કરનારને પૂર્ણ વિજેત તથા કહીએ તો પણ તે યોગ્ય જ છે. આ રૂદ્રાક્ષી બધી જ નકારાત્મકતથા તથા વિરોધ દૂર થાય છે તથા અઢળક ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૨૧ મુખી કુબેર રૂદ્રાક્ષ ચોક્કસપણે ભાગ્યશાળી વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે.