રાંધણ છઠ શ્રાવણ મહિના ના ક્રુષ્ણ પક્ષના છઠ્ઠા દિવસે આવે છે. આ દિવસે માતાઓ પોતાના બાળકો અને પરિવારના સભ્યો માટે વિવિધ વાનગીઓ બનાવે છે. આ દિવસને વ્રત તરીકે નથી માનવામાં આવતું પરંતુ આ દિવસે અલગ અલગ વસ્તુઓ રાંધવામાં આવેછે.
આ દિવસ શીતળા માતા માટે પ્રશાદી ત્યાર કરવામાં આવે છે. આ દિવસે માતાઓ તીખી, મીઠી અલગ અલગ વાનગીઓ બનાવે છે જે બીજે દિવસે બધા સાથે જમે છે.
શા માટે આ દિવસ મહિલાઓનો પ્રિય છે?
આ દિવસે બધી જ માતાઓ પોતાના પરિવાર માટે હરખમાં અવનવી વાનગીઓ બનાવે છે. આ દિવસે થેપલા, મગ, મઠિયાં, પૂરી જેવી અનેક વાનગીઓ બને છે.
આ દિવસે રાત પેલા ચૂલો ઠારી દેવામાં આવે છે ઘણા લોકો ગાયના છાણાંથી ચૂલો ઠારે છે અને સ્વછ કરે છે કારણકે એવું માનવામાં આવે છે કે મોડી રાતે દેવી શીતળા ચૂલા પર આરોટવા આવે છે અને આશીર્વાદ આપે છે.
એક માન્યતા મુજબ પેહલાના જમાનામાં મહિલાઓને સ્વાદિસ્ટ ભોજન આપવામાં ના આવતું પરંતુ આ દિવસે મહિલાઓ પોતાના પરિવાર સાથે આ સ્વાદિસ્ટ ભોજન લે છે.
આ દિવસનો મહત્વ એ પણ છે કે શ્રાવણ મહિનો ગુજરતાના લોકોનો સૌથી પ્રિય મહિનો છે જેમાં બધા સાથે મળીને ફરવા જાય છે અને છઠના બનાવેલું ભોજન સાથે લે છે સાથે મળી ને ખાઈ છે કારણકે માતાઓ આખું વર્ષ રસોડામાં બધા માટે રસોઈ કરે છે જ્યારે આ દિવસે એક સાથે નાસ્તો બનાવે છે જેથી કરીને બધા સાથે બહાર જઇ ને ફરી શકે.