નેશનલ ન્યુઝ
અયોધ્યાની ગૌરવગાથા ખૂબ જ પુરાણી છે. તેનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે. વર્ષોથી આ નગર સૂર્યવંશના પ્રતાપી રાજાઓની રાજધાની રહ્યું છે. સૂર્યવંશ મહારાજા સગર, ભગીરથ તથા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ગૌરવશાળી પરંપરા ઇતિહાસમાં અમર છે અને આ જ મહાન પરંપરામાં શ્રીરામનો જન્મ થયો છે. પાંચ જૈન તીર્થકરોની જન્મભૂમિ પણ અયોધ્યા છે. ગોતમબુદ્ધની તપસ્થલી પણ અયોધ્યા છે. દત્તધાવન કુંડ અયોધ્યાની ધરોહર છે. ગુરુ નાનકે અહીં આવીને શ્રીરામનું દર્શન પુણ્યસ્મરણ કર્યું છે. અહીં બ્રહ્મકુંડ ગુરુદ્વારા આવેલ છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાથી તે પવિત્ર એવી સ્પતપરીઓમાંની એક મનાય છે. અહીંની સરયૂ નદી પરના પ્રાચીન ઘાટો સદીઓથી ભગવાન શ્રીરામનું પુણ્યસ્મરણ કરતા આવ્યા છે. માટે જ શ્રીરામ જન્મભૂમિ હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. વિશ્વપ્રસિદ્ધ મ્યઝિયમ સ્વટ્સબર્ગ એટલસમાં વેદકાલીન, હાભારતકાલીન 8મીથી 12, 16 અને 17મી સદી સુધીના ભારતના જે નકશા સંગ્રહાયેલા છે તેમાં પણ અયોધ્યાનો એક ધાર્મિક નગરી તરીકેનો ઉલ્લેખ છે. દેશના તમામ સંપ્રદાયો માને છે કે, વાલ્મીકિ રામાયણમાં જે અયોધ્યાનું વર્ણન છે તે આ જ અયોધ્યા છે. ઇમારતની રચના કહેવાતી એ બાબરી મસ્જિદમાં હંમેશાથી ભગવાન શ્રીરામની પૂજાઅર્ચના થતી આવી છે. આ ઇમારતના કાળા રંગના 14 થાંભલા ભાંગ્રેલા હતા, જેના પર હિન્દુ દેવીદેવતાનાં ધાર્મિક ચિત્રો કોતરાયેલાં હતાં, જે સાબિત કરે છે કે જૂના મંદિરની કેટલીક શિલાઓનો ઉપયોગ મીરબાંકી દ્વારા બાબરી મસ્જિદના નિર્માણ અર્થે કરવામાં આવ્યો હતો અને એક તથ્ય એ છે કે દેશની અન્ય મસ્જિદોની માફક અહીં કોઈ મિનાર પણ ન હતો અને વજુ કરવા માટે પાણીની વ્યવસ્થા પણ ન હતી.
આસ્થા અને પ્રેરણાનું પ્રતીક
ભુતકાળમા અયોધ્યામા રામજન્મભૂમિ પર એક વિશાળ રામમંદિર હતું. પરંતુ મધ્યયુગમાં ઇસ્લામિક કટ્ટરવાદી આક્રમણખોર બાબરે અહીં આક્રમણ કરી મંદિરને ધ્વંસ કર્યું હતું. બાબરના જ કહેવાથી તેના સેનાપતિ મીરબાંકીએ સદીઓ જૂના આ મંદિરને સ્થાને મસ્જિદ જેવી એક ઇમારતનું નિર્માણ કર્યું હતું. 1528માં આચરાયેલ આ કુકૃત્ય હિન્દુસમાજના માથે દુ:ખદાયક છે. હવે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામનું મંદિરનિર્માણ જ આ દુ:ખ દૂર કરી શકે. રામમંદિરનું નિમરણ હિન્દુસમાજમાં આસ્થા ટકાવી રાખવા તેમજ ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડવા માટે અતિ મહત્ત્વનું છે. રામજન્મભૂમિને પોતાના કબજામાં લેવા માટે હિન્દુ સમાજ છેક 1528થી સતત સંઘર્ષ કરતો આવ્યો છે. ઈ.સ. 1528થી 1949 દરમિયાન આ સ્થળને પ્રાપત કરવા માટે હિન્દુ સમાજ દ્રારા 76 જેટલાં યુદ્ધ કરવામાં આવ્યાં છે. આ સંઘર્ષમાં ભલે હિન્દુસમાજને ધારી સફળતા નથી મળી પરંતુ એક હકીકત એ પણ છે કે આટઆટલા લાંબા સમયગાળા દરમિયાન હિન્દુસમાજે ક્યારેય હિંમત પણ હારી નથી અને આક્રમણકારીઓને ક્યારેય ચેનથી બેસવા દીધા નથી. હિન્દુસમાજ તેની પ્રત્યેક લડાઈ બાદ રામજન્મભૂમિ પર કબજો મેળવવાની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે અને એમાં પણ 1934નો સંઘર્ષ જગજાહેર છે. જ્યારે અયોધ્યાવાસીઓ દ્રારા મસ્જિદ પર હુમલો કરી મસ્જિદના ઘણાખરા ભાગને નુકસાન પહોંચાડયું હતું. અત્યાર સુધી થયેલા આ તમામ સંવર્ષોમાં લાખો રામભક્તોએ પોતાના સર્વસ્વની આહુતિ આપી દીધી છે. 6 ડિસેમ્બર, 1992ના રોજ આ સંઘર્ષ તેના અંતિમ ચરણમાં ત્યારે પહોંચ્યો જ્યારે દેશભરમાંથી આવેલા લાખો સ્વયંસેવકોએ ગુલામીના પ્રતીક સમાન ત્રણ ગુંબજવાળી મસ્જિદ સમાન લાગતી એ ઇમારતને જમીનદોસ્ત કરી દીધી અને આ રીતે અયોધ્યામાં રામમંદિરનો માર્ગ મોકળો થયો.
દલિતબંધુના હસ્તે શિલાન્યાસ
અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિર કલા વિશેષજ્ઞ સી. બી. સોમપુરા દ્રારા ભાવિ રામમંદિરનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સી. બી. સોમપુરાના દાદા દ્વારા જ ગુજરાતના સોમનાથ મંદિરનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1989માં પ્રયાગરાજના કુભમેળા દરમિયાન પૂજય દેવરાહા બાબાની હાજરીમાં દેશના ગામડે ગામડે શિલાપૂજન કરાવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો અને દેશનાં વિવિધ ગામડાંઓમાંથી લગભગ પોણા ત્રણ લાખ જેટલી શિલાઓ અયોધ્યા પહોંચી. વિદેશમાં વસતા હિન્દુ સમુદાયે પણ મંદિરનિર્માણ હેતુ શિલાપૂજન કરી શિલાને ભારત મોકલવામાં આવી. આમ 1989ની 9મી નવેમ્બરના રોજ તમામ અવરોધો છતાં પણ બિહારના કામેશ્વર ચોપાલના હાથે શિલાયાન્સ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. તે સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે કોંગ્રેસના નારાયણદત્ત તિવારી, ભારતના ગૃહમંત્રીપદે બુટાસિંહ તથા પ્રઘાનમંત્રીપદે સ્વ. રાજીવ ગાંધી હતા.
પ્રવાસી પાદરીની ડાયરી
હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રીરામની જન્મભૂમિ પરના મંદિરને તોડીને તેના સ્થાને મસ્જિદ બનાવી હોવાનો ઉલ્લેખ અનેક વિદેશી પ્રવાસીઓએ કર્યો છે. ફાઘર ટાઈફેન્થેલરનો યાત્રાવૃત્તાંત આન જીવતું જાગતું ઉદાહરણ છે. ઓસ્ટ્રેલિયાના આ પાદરીએ 45 વર્ષો સુધી (1740 થી 1785) સમગ્ર દેશમાં ભ્રમણ કરી અને ડાયરી લખી છે, જેમાં લગભગ 50 પાનાંમાં અવધનગરીનું વર્ણન જોવા મળે છે. તેમાં રામકોટના ત્રણ ગુંબજોનો ઉલ્લેખ છે, તેમાં 14 કાળા પથ્થરો હોવાનો ઉલ્લેખ છે. પાદરી લખે છે કે, આ જ સ્થાને હિન્દુઓના દેવ ભગવાન શ્રીરામ અને તેમના ત્રણ હિન્દુ ભાઈઓનો જન્મ થયો હતો. પાદરી દાવો કરે છે કે આ મંદિરને પાછળથી બાબર દ્રારા તોડી પાડવામાં આવ્યું હતું.
છેવટે તાળું ખૂલ્યું
ભગવાન શ્રીરામના મંદિરનું આ તાળું ખોલાવવા માટે દેશભરના સંતો-મહંતો દ્વારા 8 એપ્રિલ, 1984ના રોજ વિજ્ઞાનભવન દિલ્હી ખાતે સંકલ્પ લેવામાં આવ્યો જેને આપણે સો પ્રથમ ધર્મસંસદના નામે ઓળખીએ છીએ અને શરૂ થઈ શ્રીરામ અને જાનકીના રથો દ્રારા વ્યાપક જનજાગરણની પરંપરા. પરિણામે ફેઝાબાદના જિલ્લા ન્યાયાધીશ શ્રી કે. એમ.પાંડેય દ્વારા 1 ફેબ્રુઆરી, 1986ના રોજ મંદિરનાં તાળાં ખોલવા આદેશ આપવામાં આવ્યો. તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે કોંગ્રેસના વીરબહાદુરસિંહ હતા. ભગવાનની પૂજા શરૂ થઈ હિન્દુસમાજની શ્રદ્ધા અને પોતાના આરાધ્યદેવની જન્મભૂમિ પાછી મેળવવા માટેના સતત સંઘર્ષનું એક ઉદાહરણ રર ડિસેમ્બર 1949ની રાતે જોવા મળ્યું. જયારે ઇમારતની અંદર ભગવાન શ્રીરામ પ્રગટ્યા. તે સમયે પંડિત જવાહરલાલ નહેરૂ દેશના પ્રધાનમંત્રી, ગોવિંદવલ્લભ પંત યુપીના મુખ્યમંત્રી તેમજ કે. કે. નાયર ફેઝાબાદના કલેક્ટર હતા. કે.કે. નાયર દ્વારા ઇમારતની બરોબર સામેની દીવાલમાં લોખંડની મજબૂત સાંકળોવાળો વિશાળ દરવાજો લગાવી દીધો. ભગવાનની પૂજા માટે પૂજારીની નિયુક્ત કરવામાં આવી અને માત્ર પૂજારીને જ રોજ સવાર-સાંજ શ્રીરામની પૂજા અર્ચના કરવા દેવામાં આવતી. પણ રામભક્ત પ્રજા તે જ ઘડીએથી ત્યાં કીર્તન પર બેસી ગઈ અને 6 ડિસેમ્બર, 1992 સુધી અખંડિત કીર્તન થતું રહું.
ઐતિહાસિક દિને ભૂમિપૂજન
ત્રેતાયુગમાં ઇક્ષ્વાકુ વંશની રાજધાની રહેલું અયોધ્યા પાંચમી ઓગસ્ટ, 2020ના દિવસે શાંતિપૂર્ણ રીતે નવા ભવ્ય મંદિરના નિર્માણનો પાયો નખાયો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પ . પુ. મોહનજી ભાગવત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામમંદિર નિર્માણનો શુભારંભ થયો અને ભૂમિપૂજન થયું.
પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આજે પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથઈ રહ્યું છે .જેમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પ.પું. શ્રી મોહનજી ભાગવત હસ્તે થયું છે.