- લખોટીવાળી સોડા, ક્યાંક કાચની સોડા, ક્યાંક માર્બલ સોડા, લીલી બાટલીવાળી સોડા, ગોલીપોપ સોડા, બંટા સોડા સહિત અનેક નામથી ઓળખાય છે
- કાઠીયાવાડી ફ્લેવર કે પદાર્થો મીક્ષ કરીને અનેક ફ્લેવર વળી સોડા બનાવવામાં આવે છે
- એક સમયે સૌરાષ્ટ્રની ઓળખ સમી ગોલી સોડા વૈશ્વિક ક્ષેત્રે ડંકો વાગી રહ્યો છે. આ સોડાએ સ્વદેશ બાદ વિદેશમાં પણ લોકોને ઘેલુ લગાડ્યું છે. આ સોડા વિશ્વના મોટા મોટા મોલમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. વિદેશ મંત્રાલયના પ્રયાસથી હવે તે ગ્લોબલ બ્રાંડ બની ચુકી છે.
ભારતના પારંપરિક પીણું ગણાતી ગોલી સોડા દેશના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામે ઓળખાય છે. ક્યાંક તેને લખોટીવાળી સોડા, ક્યાંક કાચની ચોડા, ક્યાંક માર્બલ સોડા, લીલી બાટલીવાળી સોડા, ગોલીપોપ સોડા, બંટા સોડા સહિત અનેક નામથી ઓળખાય છે. જો કે વિદેશમાં પણ આ સોડાની ભારે માંગ છે. નવી ગોલી પોપ સોડાના નામથી સુપરમાર્કેટમાં મોસ્ટ ડિમાન્ડિંગ સોફ્ટ ડ્રિંક બની ગઇ છે.
ભારતના પારંપરિક પીણું ગણાતી ગોલી સોડા દેશના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામે ઓળખાય છે. ક્યાંક તેને લખોટીવાળી સોડા, ક્યાંક કાચની ચોડા, ક્યાંક માર્બલ સોડા, લીલી બાટલીવાળી સોડા, ગોલીપોપ સોડા, બંટા સોડા સહિત અનેક નામથી ઓળખાય છે. જો કે વિદેશમાં પણ આ સોડાની ભારે માંગ છે. નવી ગોલી પોપ સોડાના નામથી સુપરમાર્કેટમાં મોસ્ટ ડિમાન્ડિંગ સોફ્ટ ડ્રિંક બની ગઇ છે.
રસ્તાની લારીથી મોલમાં પહોંચી ગોલી સોડા
ક્યારેક ભારતીય ઘરોમાં મુખ્ય પીણા ગોલી સોડા એક નવી ઓળખ ગોલી પોપ સોડાના નામે ગ્લોબલ બ્રાંડ બની ગઇ છે. તે હવે ભારત સુધી સીમિત નથી રહી પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબુત પકડ બનાવી રહ્યું છે. ફેરફારની વાત કરીએ તો હવે આ રસ્તાની લારીથી માંડીને સુપરમાર્કેટ સુધી પહોંચ બનાવી છે.
ટ્રેન્ડી ડ્રિંક બનીને ઉભરી ગોલી સોડા
બ્રિટનની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર આ ગોલી પોપ સોડા પોતાની જુની યાદોથી આગળ વધીને એક ટ્રેંડી ડ્રિંક તરીકે ઉભરી છે. જે આધુનિક અવતારમાં પારંપરિક સ્વાદ શોધવા માટે ગ્રાહકો વચ્ચે પોપ્યુલર થઇ છે. એપીડાએ 17 થી 19 માર્ક સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને પીણા કાર્યક્રમ (ઈંઋઊ) લંડન 2025 માં ગોલી પોપ સોડાનું પણ પ્રદર્શન કર્યું. આ પ્લેટફોર્મે ભારતીય ઉદ્યોગપતિઓને વૈશ્વિક ખરીદી સાથે જોડાવા અને ભારતની સંસ્કૃતિ ખાદ્ય પીણાની વ્યાપકતાની પ્રદર્શનનું અવસર દીધું.
ગોલી સોડાનું સૌરાષ્ટ્ર કનેક્શન
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોટી સોડા માત્ર સોફ્ટ ડ્રિંક નથી પરંતુ આ બોટલમાં ભારતની ખાદ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જો કે આ ગોલી સોડા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોલી સોડાનો ખુબ જ પ્રખ્યાત હતી. એક સમયે તો સૌરાષ્ટ્રમાં ચોરેને ચૌટે વેચાતી આ સોડા સૌરાષ્ટ્રની ઓળખ બની ગઇ હતી. ગોલી સોડામાં વિવિધ કાઠીયાવાડી ફ્લેવર કે પદાર્થો મીક્ષ કરીને અનેક પ્રકારની અલગ અલગ સોડા બનાવવામાં આવી હતી. જે સૌરાષ્ટ્રથકી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ફ્લેવર સાથે પ્રખ્યાત થઇ હતી.
હવે તો કોલ્ડ્રીંક્સ કંપનીઓએ પણ ગોળીવાળી સોડાના ઉત્પાદનમાં ઝંપલાવ્યુ
પહેલા તો માત્ર લારી ધારકો જ ગોળીવાળી સોડાનો વેપાર કરતા હતા પરંતુ હવે કોલ્ડ ડ્રિંક્સ બનાવતી મોટી કંપનીઓએ પણ ઠેરીવાળી સોડાના માર્કેટમાં પ્રવેશ કર્યો છે. તેઓ હવે પરંપરાગત ફેરીવાળી સોડાને નવા સ્વાદ અને પેકેજિંગ સાથે વેચી રહ્યા છે.ઠેરીવાળી સોડાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે પરંપરાગત કોલ્ડ ડ્રિંક્સની સાથે સાથે સ્થાનિક સ્વાદોને પણ પસંદ કરી રહ્યા છે. ઠેરીવાળી સોડામાં જોવા મળતા સ્થાનિક સ્વાદો જેમ કે જીરા, લીંબુ અને મસાલા લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.કંપનીઓ ગ્રાહકોને નવો અનુભવ આપવા માંગે છે. ઠેરીવાળી સોડા પરંપરાગત કોલ્ડ ડ્રિંક્સ કરતાં અલગ અનુભવ આપે છે.ઠેરીવાળી સોડા નાના શહેરો અને ગામડાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. મોટી કંપનીઓ આ માર્કેટમાં પ્રવેશ કરીને પોતાની પહોંચ વધારવા માંગે છે.ઠેરી સોડાનું બજાર ઝડપથી વધી રહ્યું છે અને મોટી કંપનીઓ આ તકનો લાભ લઈને પોતાનો નફો વધારવા માંગે છે, ગ્રાહકોને હવે વધુ વિકલ્પો મળશે. તેઓ પરંપરાગત કોલ્ડ ડ્રિંક્સની સાથે સાથે ફેરીવાળી સોડાનો
પણ આનંદ માણી શકશે. મોટી કંપનીઓનું વિતરણ નેટવર્ક વિશાળ હોય છે, જેના કારણે ઠેરીવાળી સોડા દેશના ખૂણે ખૂણે પહોંચી શકે છે.કેટલીક જાણીતી કંપનીઓ જે ઠેરી વાળી સોડા બનાવે છે આ કંપનીઓ વિવિધ પ્રકારના ઠેરી વાળા પીણાં બનાવે છે, જેમાં સોડા, કોલા, લીંબુ અને અન્ય ફળોના સ્વાદવાળા પીણાંનો સમાવેશ થાય છે.ઠેરી વાળી સોડા બનાવવાની પ્રક્રિયામાં કાર્બોનેટેડ પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ભેળવવામાં આવે છે. આનાથી પીણાંમાં બબલ્સ અને ઠેરી ઉત્પન્ન થાય છે. પછી પીણાંમાં ખાંડ, સ્વાદ અને અન્ય ઘટકો ઉમેરવામાં આવે છે.
અમારી શોપમાં 20 થી 25 ફ્લેવરમાં ગોળીવાળી સોડા ઉપલબ્ધ : ઉમંગ ગોસ્વામી
અબતક સાથેની વાતચીતમાં ઉમંગ ગોસ્વામી એ જણાવ્યું હતું કે, અમારી શોપ નું નામ ગોળીવાળા બ્રાન્ડ છે, અમારી જૂની બ્રાન્ચ કોટેચા ચોકમાં આવેલ છે, જેને જોશીકાકાની દુકાન ના નામે ઓળખાય છે,સોડામા સારી કોલીટી અને નેચરલ ટેસ્ટ આપવામાં આવે છે આ ઉપરાંત અમારું પ્રોડક્શન મુંજકા ગામમાં પણ છે રાજકોટમાં અમારી ટોટલ સાત બ્રાન્ચ છે અમારે ત્યાં 20 થી 25 જાતની સોડા ઉપલબ્ધ છે.લીંબુ સોડા , લીંબુ સરબત,છાસસોડા , વરિયાળી સોડાનું સેવન કરવાથી ઉનાળામા લુ થી બચી શકાય છે, આ ઉપરાંત શરીરમાં કોઈ નુકસાન થતું નથી તેમજ ટુક જ સમય મા ગુજરાત અને સૌરાષ્ટ્ર મા નવી બ્રાન્ચ ખોલવાના છીએ .
નાનેથી મોટેરાની પસંદ એટલે ગોળીવાળી સોડા: વેપારી કૈલાશ ચુડાસમા
અબતક સાથેની વાતચીતમાં કૈલાશભાઈ ચુડાસમા જણાવ્યું હતું કે,હું છેલ્લા 32 વર્ષ થી વેપાર લીંબુ શરબત ,લીંબુ સોડા, આદુ ફુદીનાની સોડાનો વેપાર કરું છું, પુરા વર્ષ દરમિયાન પીએ તો પણ કશું નુકસાન થતું નથી બધી વસ્તુ નેચરલ જ ઉપયોગ કરવામાં આવે છે.ઉનાળામાં લીંબુ શરબત પીવાના અનેક ફાયદા છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે, લીંબુ શરબતનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત કાચની બોટલમાં સોડા પીવાના ફાયદા છે જેનાથી શરીરમાં નુકસાન થતું નથી તેમજ વિટામીન સી સાથે ભરપૂર માત્રામાં એનર્જી આપે છે.